Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 29
________________ - સાચો ગુજરાતી | ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું. કોઈ એમ ન કહી શકે કે કંગાળ કે ખોટી વણિકવૃત્તિનો ગુજરાતી શું કરી શકે ? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો. આખા ગુજરાતમાં નરમમાં નરમ બારડોલીના પોચા ખેડૂતોએ વગર હથિયારે એક વાર તો આ (અંગ્રેજ) સલ્તનતની મૂંડી નીચી કરાવી છે. આ ગુજરાતીઓ બીજી વાર ભયંકર યુદ્ધ ઉપાડે છે તે હિંદની ઇજ્જતને ખાતર. ન ક્રાંતિનો કાળ | તમે ‘ક્રાંતિ ક્રાંતિ' શું કરો છો ? તમે તમારા જીવનમાં તો ક્રાંતિ કરી નથી, જૂના વહેમો અને રીતરિવાજોને તમે વળગી રહેલા છો, પડદો તોડવાની તમારી હિંમત નથી.... કોમ, નાત, જાત ઝપાટાબંધ નીકળી જવાનું છે. એ બધી વસ્તુઓ ઝપાટાબંધ ભૂલી જવી | જોઈશે. વાડામાં માણસ ખીલી નથી શકતો તમારે બધાએ નવા યુગને, ક્રાંતિના કાળે | ઓળખી લેવો જોઈએ. સંભવ છે કે ક્રાંતિના કાળમાં કંઈ અશાંતિ પણ થાય. એ માટે તૈયારી | રાખવી જોઈએ. બત્તીનો યૂઝ ઊડી જાય છે તો ઘડીક અંધારું થાય છે, તો આટલી મોટી (બ્રિટિશ) સલ્તનતનો ક્યૂઝ ઊડી જાય તો અંધકાર આવે એમાં નવાઈ નથી. આ ડામાડોળ બાબતમાં આપણે બહુ કુશળતાથી, બાહોશીથી કામ લેવું જોઈએ. બહાદુર માણસો મુસીબતોથી ગભરાતા નથી. પ૭ |

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41