Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 33
________________ ન પ્રભુનો તિરસ્કાર - તમારાં મંદિરોને અંત્યજો માટે ખુલ્લાં મૂકી સાચાં દેવમંદિર બનાવો. તમારા બ્રાહ્મણબ્રાહ્મણેતરના ઝઘડાની દુર્ગધ પણ કંપારી છૂટાડે એવી છે. એ દુર્ગધને સાફ ન કરો ત્યાં સુધી કશું કામ ન થાય. અસ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો ? પ્રાણીના શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે, ત્યારે તે અસ્પૃશ્ય થાય છે. મનુષ્ય શું કે પશુ શું. જ્યારે પ્રાણ વિનાનું થઈને, શબ થઈને પડે છે, ત્યારે તેને કોઈ અડતું નથી અને તેને દફનાવવાની અથવા અગ્નિસંસ્કારની ક્રિયા થાય છે પણ જ્યાં સુધી મનુષ્ય કે પ્રાણીમાત્રમાં પ્રાણ છે ત્યાં સુધી તે અસ્પૃશ્ય નથી. એ પ્રાણ પ્રભુનો અંશ છે, અને કોઈ પણ પ્રાણીને અસ્પૃશ્ય કહેવું એ પ્રભુના અંશનો, પ્રભુનો તિરસ્કાર કરવા બરોબર છે. ન ૬૪ | | નારી-કેળવણી - પહેલાં તો ઘરમાંથી બાળાઓ ઘડો લઈ પાણી ભરતાં શીખતી. પછી બેડું લઈ જતી. પછી | દળતાં, ખાંડતાં શીખતી. એમ ઘરમાં જ બધાં કામ કરવાની કેળવણી મળતી. આજે આપણાં ઘર અવ્યવસ્થિત થઈ ગયાં છે, એટલે એવી કેળવણી પણ વિદ્યાલયમાં આપવી પડે છે. વિદ્યાલયમાંથી ભણી બહાર નીકળીએ ત્યારે કોઈ પણ આપણને ઓળખી શકે કે આ વિદ્યાલયની બાળા છે. એની વાણીમાં મીઠાશ છે, એના આચારવિચારમાં વિનય અને વિવેક છે, એનામાં ઊંચા પ્રકારની સભ્યતા છે. હિંદુ સંસારમાં શોભે એવી ચારિત્રવાન બાળા છે, એવી છાપ આપણી પડવી જોઈએ. આપણું શરીર અને કપડાં સ્વચ્છ રાખવાં, આપણાં વાસણસણ માંજવાં, નાની બાળાઓ જે પોતાનું કામ ન કરી શકે એવી હોય તેને મદદ કરવી, એ બધામાં સાચી કેળવણી છે. ન પ ]

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41