________________
ગાંધીજી પર શ્રદ્ધા પંચમહાભૂતનું આ શરીર બનેલું છે. એની ભીતરમાં જે શક્તિ રહેલી છે તેનો પરિચય કરવો જોઈએ. દુનિયા પેદા થઈ ત્યારથી કોઈ અસર નથી થયો. ગરીબ ખેડૂત અને બાદશાહની આખરે તો એક જ હાલત થવાની છે. ત્યાં મોટા ચમરબંધીની તોપબંદૂક પણ કામ નથી આવતી. કોણ જાણે ક્યાંથી યમરાજ ઘૂસી આવે છે ! આમ જો એક વાર મરવાનું જ છે. તો કૂતરાના મોતે શા માટે મકવું ? જ્યાં સુધી તમે આ વસ્તુ જાણી નથી લીધી ત્યાં સુધી ડર રહે છે.
જગતની સૌથી મોટી વિભૂતિ મહાત્મા ગાંધી છે. એ આપણને માર્ગ બતાવે છે. એના પર અવિશ્વાસ કરવો મહાપાપ છે.
આપણે એક જ નાવમાં બેઠા છીએ. તમે મારું સાચું સ્વાગત તો ત્યારે કર્યું કહેવાય કે મેં જે કંઈ કહ્યું તે કરી બતાવો. ગાંધીજીએ જોયું કે હિંદુનું કલ્યાણ પાંત્રીસ કરોડને જાગ્રત કરવાથી થશે એટલે તેઓ સત્યાગ્રહ આશ્રમમાં એકલા બેસી ન રહેતાં ચાલી નીકળ્યા.
- ૯૮ ]
ગાંધીજી ગાંધી તો દુનિયાનો શ્રેષ્ઠ પુરુષ ગણાય છે. એના જોટાની બીજી વ્યક્તિ જડતી નથી.
જગતમાં કોઈ પણ બળવાખોર હોય તો ગાંધીજી જેવો બીજો કોઈ જ નથી. પણ એનો બળવો અસત્યની સામે છે, પાખંડની સામે છે, કોઈ વ્યક્તિની સામે નથી. એ જ સાચો બળવો છે.
જે વીર પુરુષે આ (ખેડા સત્યાગ્રહ) લડત ઉઠાવી છે, તે નામર્દને મરદ બનાવે એવા છે.
ગાંધીજીએ હિન્દુ-મુસલમાનની એકતાની વાત કરીને લોકોને ફસાવ્યા એમ ઘણા કહે છે. હું કહું છું કે જેઓ મુસલમાનોને હાથે માર ખાય છે, તેઓ પોતાનું કાયરપણું ઢાંકવાનું ઓઠું શોધવાની ખાતર ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીએ કોઈને બાયલા થવાની કે ભાગવાની સલાહ આપી નથી. તેમણે તો છાતી કાઢીને મરી જવાની અથવા દુમનનો મુકાબલો કરી તેને મારવાની વાત કરી છે.
૬૯ ]