________________
ન ઉજ્જવળ ભવિષ્ય | સ્વરાજ આવીને પડ્યું છે. વધારે તો ગાંધીજીની મહેનતથી અને કાંઈક ભાંગીતૂટી કોંગ્રેસની મહેનતથી અને સૌથી વધારે તો ઈશ્વરની કૃપાએ આ મળ્યું છે.
આપણામાં કુશળતા હોય; આપણામાં સંપ હોય તો આપણું ભવિષ્ય ઉજ્વળ છે.
આપણે આપસઆપસમાંનાં વેરઝેર ઓલવી નાખીએ તો આપણું ભાવિ ઉજ્વળ છે.
આપણા દેશની સંસ્કૃતિ જુદી છે. એણે દુનિયામાં નામના મેળવી છે, એ બંદૂક-તલવારની સત્તાથી નહીં પણ કેવળ પ્રેમથી મેળવી છે. આપણે એ સંસ્કૃતિને લાયક બનવા પ્રયત્ન કરીએ તો આજે જે ક્ષણિક દુઃખ આવી પડ્યું છે એ તો સહેજે ભૂંસાઈ જશે અને ભુલાઈ જશે.
સ્વતંત્ર ભારતમાં આપણી પુરાણી જાહોજલાલી પાછી મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.
સંપ ઇંગ્લંડનો રાજા તો એક બંધારણપૂર્વકનો રાજા | છે. એને પગે પડનારા, એના ચરણ ચૂમનારા આ (હિન્દના) રાજાઓ કહે છે કે અમે તો કોઈને જવાબદાર નહીં ! તમે તો બધા નાટકિયા રાજા છો. જ્યારે ખરો રાજા એવું કહી શકતો નથી તો તમારા જેવા નાટકિયા-ફાટકિયા રાજાને એવું કહેવાનો શો અધિકાર છે ?
રાજા એ તો દેવતાના દીકરા છે એમ કહેવાય છે, પણ આજે દેવતાના દીકરા તો કોલસા નીકળે છે. દેવતામાં પડે અને કોલસો ન થાય તો માનું કે દેવતાનો દીકરો સાચો. એમ કરવા જાય તો તો | કોલસાની કણીઓ પણ હાથ આવે તેમ નથી. અહીં સંખેડા મેવાસના કેટલાક ખેડૂતો આવ્યા છે. એક નાના સરખા સંખેડામાં સત્તાવીસ તો તેમની ઉપર ટૅટાંઓ છે. હું એમને કહું છું કે તે તમારા ધણી | શાના ? તમે સંપ કરીને તેમના જ ધણી થઈ પડો ને !