Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 22
________________ આપણાં શહેરો આપણાં શહેરો નથી શહેરોમાં કે નથી ગામડામાં. શહેરોમાં વસતાં છતાં અડધા લોકો તો ગ્રામજીવન ગાળતા હોય એવી દશામાં છે. અડધાં મકાનોને પાયખાનાં નથી. પોતાના ઘરનો કચરો નાખવાની જગ્યા નથી. સાંકડી ગલીઓમાં અને ગીચ વસ્તી વચ્ચે રહેવા છતાં ઢોર રાખે છે. કેટલાયે રબારીઓ ગાયોનાં ટોળાં શહેરો વચ્ચે રાખે છે. રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે ટોળેટોળાં ઢોર આથડતાં હોય છે. સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે અને આવી બાબતમાં નથી સ્વધર્મ સમજતા કે નથી પાડોશી ધર્મ જાણતા. આપણાં શહેરોમાં પ્રવેશ કરતાં પરદેશીઓને કોઈ જગ્યાએ સ્વરાજનું ચિહ્ન માલૂમ પડે એવું નથી. ગમે ત્યાં થૂકવાની, ગમે ત્યાં લઘુશંકાએ બેસવાની, ગમે ત્યાં ગંદકી કરવાની લોકોને ટેવો છે. ન ૪૨ 1 પારસી કોમ - હિન્દુસ્તાનના પારસીઓ એવા છે કે તેઓ જો ચાહે તો વિલાયત આ ધન જતું અટકાવી શકે અને ન્યૂયોર્કના ધનાઢ્યોને પણ ટક્કર મારી શકે, જ્યાં સુધી તમે એની સલ્તનતમાં ખુશામત કર્યા કરશો ત્યાં સુધી તો તમને ટાઇટલો અને બધાં સુખ મળશે. સ્વતંત્રતાનો પહેલો લેખ તે મહર્ષિ દાદાભાઈ નવરોજીએ લખ્યો અને તેમની પૌત્રીઓએ જે બધું કરી દેખાડ્યું છે તેવું કોઈથી થઈ શકે તેમ નથી. તેટલા જ માટે મને નક્કી ઉમેદ છે કે પારસીઓ જેઓ આ લડતમાં જોડાયા છે તેઓ તેને કદી પાછા હઠવા દેશે નહીં. જે કોમમાં દાદાભાઈ નવરોજી જેવા મહર્ષિ પેદા થાય અને જે કોમની તેવા નરની પૌત્રીઓ આવું સરસ કામ કરી રહી હોય તે કોમ શું નહીં કરી શકે ? માટે મારી છેવટની અરજ એ છે કે તમારે દાદાભાઈ નવરોજીનો મહામંત્ર સફળ કરવો. | ૪૩

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41