Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 24
________________ ને રચનાત્મક કાળ | જાણતાંઅજાણતાં રાજાઓ જે જુલમ કરે છે, તે એવા ખ્યાલથી કરે છે કે આપણી પાછળ સલ્તનત ઊભી છે. પણ એવું રાજ્ય મડદાં પર કરી શકાય. હરેક જગાએ જુલમી રાજાને ઉઠાડી મુકાય છે. તો તમને કોણ રોકે છે ? તાકાત હોય તો કરો. તમે એવી શંકા શું કામ રાખો છો ? જે રસ્તે કોંગ્રેસ પોતાની શક્તિ વધારી રહી છે, તે રસ્તે તમે મેદાને પડશો, તો જરૂર પડ્યે કૉંગ્રેસ તમને કેમ છોડી દેશે ? હરિપુરાનો ઠરાવ તમારા ભલા માટે જ છે. એક પણ કિસાન મહેસૂલ નહીં ભરે તો હું ખુશી થઈશ. પણ હું જાણું છું કે આજ તમારામાં કમજોરી છે. એવી કમજોરીવાળાએ લડાઈની વાત નહીં કરવી જોઈએ. દેશી રાજ્યોમાં રચનાત્મક કામમાં કોઈને રસ હોય એમ હું નથી જોતો. બ્રિટિશ હિંદમાં જે પ્રાંતમાં રચનાત્મક કામ ચાલી રહ્યું છે ત્યાં જુદી જ શક્તિ પેદા થઈ છે. ૪૬ શ્રેષ્ઠ સેનાપતિ અંદરનું વાતાવરણ સાફ કરશો તો બહાર એની અસર થવાની છે. પછી તમે ગામેગામ લોકોને મળો ને ભય દૂર કરો. ગામેગામ ભટકતા રહો ને નિર્ભયતાનું વાતાવરણ પેદા કરો. એ તો જે સાચો રૂપિયો હશે તેનો રણકાર વાગવાનો છે ને બોદો હશે તેનો વાગવાનો નથી. નિર્બળ દેખાતા માણસનો આત્મા બળવાન હશે તો તેનો અવાજ દુનિયાને છેડે પહોંચવાનો છે. આજે દુનિયાના લશ્કરના બધા | સેનાપતિઓમાં હિન્દુસ્તાનના સેનાપતિ મહાત્મા | ગાંધીનો દેહ નિર્બળમાં નિર્બળ છે પણ તેનો રણકાર દુનિયાને છેડે પહોંચે છે. બાપુએ ઘણી વાર સમજાવ્યું છે. પણ આપણે તો અહિંસા-હિંસાની ચર્ચામાં પડી જઈએ છીએ. મારનાર કોણ છે જે મરણિયો હોય તેને ? બાપુ તો ઠોકી ઠોકીને કહે છે કે મરતાં ન આવડે તો મારતાંયે આવડે છે કે નહીં ? કંઈ નહીં તો મારતાં મારતાં તો મરો. કૂતરાના મોતે મરવા કરતાં મારતાં મારતાં તો મરો. ન ૪૭ ]

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41