Book Title: Sardarni Vani Part 01
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 16
________________ ન સ્વરાજનો અર્થ | આપણે ભાંગશું તો આખ હિન્દુસ્તાનને ભાંગશું, અને ટકશું તો તરશું ને હિન્દુસ્તાનને પદાર્થપાઠ આપીશું. દેશમાં જે લાખો લોક ભૂખે મરે છે, તે દેશમાં નીપજતું નથી એટલા સારુ ભૂખે મરે છે એવું નથી; પણ એટલા સારુ ભૂખે મરે છે, કે નવરાશના વખતમાં કરવાને સારુ તેમની પાસે પેટાધંધો નથી. આમ ઘરને આંગણે ફરજિયાત નવરાશ વેઠીને અને પેટાધંધાને અભાવે પ્રજા ભૂખે મરી રહી છે. દેશના સંરક્ષણ અને નાણાવ્યવહાર પર કાબુ અને પોતાના વેપાર-રોજ ગાર તથા ઉદ્યોગો વિકસાવવાની સ્વતંત્રતા ન મળતાં હોય તો એવા સ્વરાજ્યનો કશો અર્થ નથી. કેટલાક સરકારી નોકરો લાંચરુશવત લે છે. કેટલેક ઠેકાણે નજરાણાં લેવાય છે. ક્યાંક ઢોરની જેમ તેની પાસે વેઠ કરાવે છે આ બધા સામે લડવાનું જ છે. | ૩૦ | તે નિઃશસ્ત્ર તાકાત - યરવડાની જેલમાં પુરાયેલા આપણા મહાન સેનાપતિને એ જેલના દરવાજા ઉઘાડી, બહાર લાવી, આપણી ઈજ્જત પર નંખાયેલા હાથને દૂર ન કરીએ તો આપણું જીવ્યું વ્યર્થ જ જાણજો. એક જ વાણિયો ખરો વેપારી જાણે છે, અને તે ઇજ્જતનો વેપાર કરે છે. તે જેલમાં છે, એટલું જ નહીં, પણ એનાં ત્રણ છોકરાં જેલમાં છે. છોકરાનો સોળ વર્ષનો નાનો છોકરોયે જેલમાં છે. અને એની પત્ની શું કરે છે ? જિંદગીને જોખમે ગામડે ગામડે દારૂના પીઠાં, કાપડની દુકાનો ઉપર પિકેટિંગ કરે છે. એક જ નિઃશસ્ત્ર માણસે સરકારને સમજાવ્યું છે, | ઈશ્વરની ઓળખ આપી છે. તેણે સમજાવ્યું છે કે ગમે તે કરશે તોપણ પ્રાણ લેવાનું તારા હાથમાં નથી. સલ્તનતનો તોડનાર તો ઉપર બેઠો છે. એક માણસ એવો છે કે કોઈ એને છેતરી શકે નહીં. ન ૩૧]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41