________________
સંસ્કૃત ભાષાનું વ્યાકરણ
પ્રકરણ ૧ લું
મૂળાક્ષરો
૧ સંસ્કૃત ભાષા આ દેશના અસલના આર્યોની ભાષા છે. એક
વખતે એ ભાષા અત્યારની ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓની માફક બોલવામાં વપરાતી હતી. આ દેશના આર્યોના વેદ, વેદાંગ, ષડ્રદર્શને, રામાયણ અને મહાભારત જેવાં ઐતિહાસિક કાવ્યો, ભાગવત વગેરે પુરાણે, સ્મૃતિ ગ્રંથ, અલંકારશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના ગ્રંથો, ન્યાય અને વૈદકને લગતા ગ્રંથો, નાટકે અને મહાકાવ્યો વગેરે આ ભાષામાં રચાયેલાં છે. તે ભાષાનું સાહિત્ય એટલું ઉત્તમ કોટિનું છે, કે જગતના વિદ્વાનો અત્યારે પણ તેની પ્રશંસા કરે છે. એક સમયે તે ખરેખર જીવન્ત ભાષા હતી. સૈકાઓ સુધી એ ભાષામાં જ સર્વ વાણુને વ્યવહાર થત; પણ પાછળથી આ ભાષાનું પ્રાબલ્ય ઘટતું ગયું, તે એટલે સુધી કે છેવટે લેકમાં તે મૃતભાષા” મનાવા લાગી અત્યારે વાવ્યાપાર માટે તેને ઉપયોગ નથી, છતાં અત્યારની પ્રાંતિક ભાષાઓ – ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી–વગેરેનાં મૂળ તેમાં હેવાથી, તેમજ પ્રાકૃત કાલના કવિઓની કવિતા ઉપર તેની ઘણી અસર હોવાથી, તેમજ તેનાં તત્ત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને કાવ્યની અસર અત્યારે પણ હેવાથી, વિદ્યાપીઠમાં તેને