Book Title: Sankalit Sanskrit Niyamavali
Author(s): Divyaratnavijay
Publisher: Naminath Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૨ વિધ્યર્થ – આમ કરવું જોઇએ ઇત્યાદિ વિધિ જણાવવાના અર્થમાં કે સંભાવના વગરે અર્થમાં આ અર્થના (પ્રત્યય ચુક્ત) રૂપો વપરાય છે. દા.ત. (૧) શ્રાવકે ઉભયટંક પ્રતિક્રમણ કરવું જોઇએ. -શ્રાવ સમયાતં પ્રતિમાં યંત્' । (૨) તેનો આજે આવવા સંભવ છે.-સો ગદ્ય આચ્છેત્ ’| ૩. ક્રિયાતિપત્યર્થ – પ્રથમ ક્રિયા પર બીજી ક્રિયા આધાર રાખતી હોય ત્યારે આ અર્થના (પ્રત્યય ચુક્ત) રૂપો વપરાય છે. આ યિતિપત્યર્થને સંકેતાર્થ પણ કહે છે. તેમજ આના રૂપો ત્રણે કાળની સંભાવનામાં વપરાય છે. દા.ત. જો તે ભણ્યો હોત તો પાસ થાત 'अपठिष्यत् तर्हि उत्तीर्णो अभविष्यत् ' । = ૪. આશીર્વાદાર્થ – કોઇને આશીર્વાદ આપવા ઇત્યાદિ અર્થમાં આ અર્થના (પ્રત્યય ચુક્ત) રૂપો વપરાય છે. દા.ત. તારું કલ્યાણ થાઓ-તવ ત્યાળ મૂત્ ઉપરોક્ત છ કાળ અને ચાર અર્થમાંથી બે કાળ અને બે અર્થ ગણકાર્ય સહિત છે. (વર્તમાનકાળ, હ્યસ્તનકાળ, આજ્ઞાર્થ, વિધ્યર્થ) અને......શેષ ચાર કાળ અને બે અર્થ ગણકાર્ય રહિત છે. (અદ્યતનભૂતકાળ, પરોક્ષભૂત ૦, મ્યસ્તન/સામાન્યભવિષ્ય ૦ યિાતિપત્યર્થ/આશીર્વાદાર્થ) • ગણ એટલે શું? એક સરખા રૂપવાળા ધાતુના સમુદાયને ગણકહે છે. સંસ્કૃતમાં તમામ ધાતુને દસ ગણમાં વિભાજિત કરેલા છે. ગણકાર્ય એટલે શું ? તે તે ગણના વિકરણ પ્રત્યય લાગતા ધાતુમાં થતા ફેરફારને ગણકાર્ય કહે છે. પ્રથમ બુકમાં – ગણકાર્ય સહિતના કાળ / અર્થનો સમાવેશ છે. તેથી ચાર (૧૬, ૪, ૬, ૧૦) ગણના ધાતુઓના બે કાળ (વર્તમાન / હસ્તન) ના અને બે અર્થના (આજ્ઞાર્થ / વિધ્યર્થ ) રૂપો આવશે. દ્વિતીય બુકમાં – ગણકાર્ય રહિતના કાળ અર્થનો સમાવેશ છે. તેથી છ (૨, ૩, ૫, ૭, ૮, ૯) ગણના ધાતુઓના ઉપરોક્ત બે કાળ અને બે અર્થના રૂપો તેમજ દશ (૧થી૧૦) ગણના શેષ ચાર (અદ્યતન/પરોક્ષભૂતકાળ અને સ્વસ્તન / સામાન્ય ભવિષ્ય⟩કાળના અને બે (યિાતિપત્યર્થ/આશીર્વાદાર્થ) અર્થના રૂપો આવશે. ધાતુ + ગણની નિશાની -અંગ. અંગ + કાળનો કે અર્થનો પ્રત્યય = રૂપ બને. 4

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 138