Book Title: Sanghpattak
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyag Gyan Pracharak Mandal

Previous | Next

Page 7
________________ (પૂર્વ આવૃત્તિની) પ્રસ્તાવના વીરપ્રભુના સાધુઓ “નિગ્રંથ” તરીકે ઓળખાયા છે. ગ્રંથ એટલે ધન દોલત, તેથી રહિત તે નિગ્રંથ. તેમના આચારનું પ્રતિપાદન કરવા જે સૂત્રો રચાયાં છે, તે પણ તે કારણે “નિગ્રંથ પ્રવચન” તરીકે ઓળખવામાં આવે છે. એ નિગ્રંથ પ્રવચનમાં સાધુઓને માટે જે જે નિયમો બાંધ્યા છે, તે પ્રમાણે જ પૂર્વ સાધુઓ વર્તતા હતા. તેઓ મુખ્યત્વે કરીને ગામના પાદરે રહેલા વન એટલે બગીચાઓમાં વસતિ માંગીને ઊતરતા હતા અને વખતે ગામમાં રહેતા તો ગૃહસ્થનું મકાન માંગી લઈ તેમાં નિવાસ કરતા હતા. તેમના માટે ઉદ્દેશીને રાંધેલા આહારપાણીને તેઓ આધાકર્તિદોષવાળું ગણી ગ્રહણ કરતા નહિ, ધર્મોપકરણ છોડીને બીજી ચીજ વસ્તુ સંઘરતા નહિ, ગાદી તકીયા વાપરતા નહિ અને ક્લેશ-કંકાસથી વેગળા રહી સમાધિમાં લીન રહેતા હતા. તે સાથે તેઓ છળ, પ્રપંચ, દંભ તથા કદાગ્રહથી અળગા રહી લોકોને સાચો માર્ગ બતાવતા હતા. જેથી કરીને તેઓ પોતાનું તથા બીજાનું હિત કરવા સમર્થ થતા હતા. આવી રીતે વરપ્રભુથી એક હજાર વર્ષ પર્યત એકસરખી પરંપરાએ તેવા સાધુઓનો સીધો કારભાર (વ્યવહાર) ચાલુ રહ્યો. કેમ કે, એ વખત સુધી તેમના ગુરુઓ મહાપ્રતાપી, વિદ્વાનું અને ઉગ્રવિહારી થઈ પોતાના તાબે રહેલા શિષ્યોને સીધે માર્ગે દોરતા રહ્યા હતા. છતાં ભગવાનથી આઠસો પચાશ વર્ષે થોડાક યતિઓએ વીરપ્રભુના શાસનથી બેદરકાર બની ઉગ્રવિહાર છોડીને ચૈત્યવાસની શરૂઆત કરી હતી. પરંતુ મુખ્ય ભાગ તો વસતિવાસી જ રહ્યો હતો અને તે ભાગમાં અગ્રેસર તરીકે ઓળખાતા શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણે ભગવાનથી ૯૮૦મા વર્ષે વલ્લભીપુરમાં સંઘને એકત્રિત કરી જૈનસૂત્રોને પુસ્તકારૂઢ કર્યા છે. સદરહુ શ્રીદેવદ્ધિગણિ, ભગવાનથી ૧૦૦૦ વર્ષે સ્વર્ગવાસી થયા અને તે સાથે ખરું જિનશાસન ગુમ થઈ તેના સ્થાને ચૈત્યવાસિઓએ પોતાનો દોર અને જોર ચલાવવા માંડ્યો. આ માટે નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજી આગમ અઠોત્તરી નામના ગ્રંથમાં નીચેની ગાથા આપે છે કે – देवविखमासमणजा-परंपरं भावओ वियाणेमि । सिढिलायारे ठविया-दव्वेण परंपरा बहुहा ॥१॥ ભાવાર્થ :-દેવદ્ધિક્ષમાશ્રમણ સુધી ભાવપરંપરા હું જાણું છું, બાકી તે પછી તો શિથિલાચારિઓએ અનેક પ્રકારે દ્રવ્યપરંપરા સ્થાપિત કરી છે. આ રીતે ભગવાનથી આઠસો પચાસ વર્ષે ચૈત્યવાસ સ્થપાયો. તો પણ તેનું ખરેખરું જોર વીરપ્રભુથી એક હજાર વર્ષ વીત્યા પછી વધવા માંડ્યું. આ અરસામાં ચૈત્યવાસને સિદ્ધ કરવા માટે આગમના પ્રતિપક્ષ તરીકે નિગમના નામ તળે ઉપનિષદોના ગ્રંથો ગુપ્ત રીતે રચવામાં આવ્યા અને તેઓ દૃષ્ટિવાદ નામના બારમા અંગના તૂટેલા કકડા છે, એમ લોકોને સમજાવવામાં આવ્યું. એ ગ્રંથોમાં એવું સ્થાપન કરવામાં આવ્યું છે કે, આજ કાલના સાધુઓએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 262