________________
અવશ્ય ભૂલ ચૂક રહે. માટે તે દરગુજર કરી સુજ્ઞ વાંચકો આ પુસ્તક વાંચી તેમાંથી સાર ગ્રહણ કરી વિધિમાર્ગના રાગી થઈ સગુણો તરફ આકર્ષિત થશે તો અમે અમારો પ્રયાસ સફળ થયો ગણીશું.
આજકાલ લોકોની દષ્ટિ રાસ વગેરે કથાનક ગ્રંથો ઉપર વધતી દોડે છે, પણ ખરી રીતે તો આવા ચાબુક સમાન પુસ્તકો વાંચવામાં જ વધુ ફાયદો મળે છે. કેમ કે, કહેવત છે કે “હવે મોસઃ બિન fપણ રે ન તો તાપ.” માટે પ્રમાદરૂપ તાવને ઊતરવા ખાતર આવા કટુકૌષધસમાન છતાં પરિણામે તાવને દૂર કરી આરોગ્યતા આપનાર ઉત્તમ ગ્રંથો દરેક જણે અવશ્ય વાંચવા તથા વિચારવા જોઈએ.
તેમાં પણ મુખ્યત્વે કરીને આજકાલના યતિઓ તથા મુનિઓએ તો ખાસ વ્યાખ્યાનમાં જ આવા ગ્રંથો વાંચીને ભોળા લોકોને સીધે માર્ગે દોરવા જોઈએ.
વળી સંસ્કૃત ભાષાની શૈલીથી તદ્દન અજાણ રહેતા કેટલાક ઢંઢકમાર્ગી જનો પરમાર્થ તપાસ્યા વગર આંખો બંધ રાખીને એમ લખતા રહે છે કે, સંઘપટ્ટકમાં શ્રીજિનવલ્લભસૂરિએ જિનપ્રતિમા માનવાની ના પાડી છે, તો તેમણે જરા ધીરજ રાખીને આ પુસ્તક એકવાર સાઘોપાંત વાંચી જવું જોઈએ, કે જેથી તેમને પાક્કી ખાતરી થશે કે, શ્રીજિનવલ્લભસૂરિએ જિનપ્રતિમા તથા જિનચૈત્યને તો ડગલેને પગલે સ્થાપિત કર્યા છે, બાકી ફક્ત તેઓએ ચૈત્યમાં યતિઓએ વાસ ન કરવો એ બાબતનો જ પોકાર કરેલ છે.
આ રીતે આ પુસ્તક એકંદરે દિગંબર, શ્વેતાંબર તથા ઢંઢક એ ત્રણે પક્ષના અનુયાયીઓને તથા અધ્યાત્મમાર્ગીઓને પણ વાંચવા યોગ્ય છે, એમાં જરાએ સંશય નથી.
હવે આ પ્રસ્તાવના સમાપ્ત કરતાં પહેલાં અમારે લોકોમાં ચાલતા થોડાક શબ્દભ્રમને ભાંગવાની પણ ખાસ જરૂર છે. ત્યાં સંઘ શબ્દનો મૂળ અર્થ એ છે કે, સંઘ એટલે સાધુઓનો સમુદાય, અગર ચતુર્વિધ સંઘ કહેવામાં આવે તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય ગણાય. તેના બદલે આજકાલ ફક્ત શ્રાવકના સમુદાયને જ સંઘ કહેવામાં આવે છે. પ્રથમ યાત્રાર્થે જે સંઘ નીકળતો તેમાં સાધુ-સાધ્વીઓ પણ સાથે રહેતાં એટલે તેના માટે સંઘ શબ્દ વાપરવામાં કંઈ પણ વાંધો ન હતો, પણ હવે તો એકલા શ્રાવકોના ટોળાને પણ સંઘ કહેવામાં આવે છે, તે શબ્દભ્રમ થયેલ લાગે છે. માટે આ સંઘપટ્ટકમાં વપરાયેલા સંઘ શબ્દનો અર્થ સાધુસમૂહ અથવા ચતુર્વિધ સંઘ છે એમ જાણવું.
બીજો શબ્દભ્રમ આજકાલ કચ્છ વગેરે સ્થળે દેરાને માનનાર માણસને દેરાવાસી કહેવામાં આવે છે તે છે. દેરાવાસી એ શબ્દ ચૈત્યવાસીનો પર્યાય છે અને તેનો અર્થ દેરામાં રહેનાર એવો થાય છે, હવે આજકાલ દેરાને માનનારાઓ દેરામાં કંઈ રહેતા નથી, છતાં પોતાને સુંઢિયાથી અળગા ઓળખાવવા માટે પોતાને દેરાવાસી તરીકે ઓળખાવે છે, એટલું જ નહિ પણ ખુદ મુંબઈ જેવા શહેરમાં કચ્છી વીશા ઓશવાલોએ પોતાની પાઠશાળાને દેરાવાસી વિશા ઓશવાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org