Book Title: Sanghpattak
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ११ વાત જણાવવા ખાતર આ સંઘપટ્ટક તથા તેની ટીકાનું ભાષાંતર છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે. વળી આજકાલના વસતિવાસી મુનિઓ પણ ગૃહસ્થના ઘરની વસતિ નહિ શોધતાં ખાસ કરીને તેમને ઉતરવા માટે જ બંધાવેલી ધર્મશાળાઓમાં-ઉપાશ્રયોમાં ઉતરે છે, એ પણ એક જાતનો તેમનો પ્રમાદ જ છે. કેમ કે, તેમના પૂર્વગુરુઓએ તેમ કરવા પણ અનુજ્ઞા આપી નથી. કારણ કે, એવી ધર્મશાળાઓ આધાકર્મિક દોષદૂષિત છે. હવે આ સમયે પૂર્વના માફક વનવાસ કે વસતિવાસ કરવો એ અલબત્ત કઠણ કામ છે, તો પણ આવા ગ્રંથો સાઘોપાંત વાંચવાથી એટલી અસર તો જરૂર થશે કે, સમજુ મુનિઓ પોતાના એ પ્રમાદને પોતાની ભૂલ તરીકે જ કબૂલ રાખી ખરા વસતિવાસના નિંદક કે દ્રોહી નહિ બને. કારણ કે, શાસ્ત્રમાં કહેલું છે કે. धन्नाणां विहिजोगो - विहिपरक्खाहगा सया धन्ना । विहिबहुमाणा धन्ना - विहिपक्ख अदूसगा धन्ना ॥ १॥ ભાવાર્થ :—ભાગ્યશાળી જનોને જ વિધિનો યોગ મળે છે, માટે વિધિપક્ષના સેવનારને હંમેશાં ધન્યવાદ દેવો ઘટે છે. તેમજ વિધિને બહુમાન દેનાર તથા છેવટે વિધિપક્ષને દોષ નહિ દેનારને પણ ધન્યવાદ દેવો ઘટે છે. આ કારણથી આ જ કાળમાં પણ ફરીને પ્રમાદરૂપ અંધકારનું જોર વધ્યું છે, એટલે તેમાં પ્રકાશ આપનાર સંઘપટ્ટક, સંદેહ દોલાવલી તથા ષષ્ટિશતક જેવા ગ્રંથોની ટીકાઓનાં ગુજરાતી ભાષાંતરો બહાર પાડી લોકોને ફરીને જાગૃતિમાં લાવવાની જરૂર ઊભી થઈ છે. તે જરૂરને પૂરી પાડવા થોડા વર્ષ પર વિધિમાર્ગના પક્ષની હિમાયતમાં તત્પર થયેલા અને સત્યપ્રરૂપકરૂપ પદને ધારણ કરનાર મુનિરાજશ્રી બુટેરાવજી મહારાજના પરમભક્ત શ્રીયુત શાંતિસાગરજી મહારાજે પોતાના ફૂરસદના વખતમાં શ્રીસંઘપટ્ટકની ટીકાનું ભાષાંતર તૈયાર કર્યું હતું. તે જ ભાષાંતર હાલ અમે મૂલ પાઠ સાથે કાયમ રાખીને જેમ રચેલું તેમ છપાવ્યું છે. આ ભાષાંતરની ભાષા હાલની ભાષા પદ્ધતિને બંધબેસતી થાય તેવી નથી. તેમજ તેમાં પ્રમાણ તરીકે અપાયેલા પાઠનો પણ ઘણા સ્થળે સંપૂર્ણ અર્થ આપવામાં નથી આવ્યો તથા બીજી પણ કેટલીક ખામીઓ હશે જ. કેમ કે, તેમનો એ પ્રથમ પ્રયાસ જ હતો, છતાં તેમની કૃતિમાં તેમના હૃદયની કેવી સરળતા અને ઉચ્ચતા હતી તે જેવી સ્પષ્ટ જણાય છે, તેવી ભાષાંતર ફેરવી નાખ્યાંથી નહિ જણાય. આ કારણને અનુસરી અમે તેમાં કંઈ ફેરફાર નહિ કરતાં હાલ જેમ હતું તેમ કાયમ રાખ્યું છે. છતાં બીજી આવૃત્તિ છપાવવાનો પ્રસંગ આવશે તો વર્તમાન ભાષાશૈલીને અનુસરતું ભાષાંતર છપાવવાનો જ અમારો ઈરાદો છે. ટીકાના મૂળપાઠને તથા ભાષાંતરને અમે અમારાથી બને તેટલો પ્રયાસ કરી શુદ્ધ કરાવી છપાવ્યાં છે, છતાં તેમાં અસલ પ્રતની અશુદ્ધિના કારણે તથા પ્રૂફ તપાસનારની નજર ચૂકના કારણે જે કંઈ ભૂલો રહી છે તે માટે સુજ્ઞ વાચકોને વિનંતિ કરવામાં આવે છે કે, તેમણે તે બાબત અમારા પર ક્ષમા કરીને તે સુધારી વાંચવી. કારણ કે, આ અમારી પ્રથમાવૃત્તિ છે. એટલે તેમાં For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org


Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 262