Book Title: Sanghpattak Author(s): Sanyamkirtivijay Publisher: Samyag Gyan Pracharak MandalPage 10
________________ अत्रोत्सूत्रिजनक्रमो न च न च स्नात्रं रजन्यां सदा, साधूनां ममताश्रयौ न च न च स्त्रीणां प्रवेशो निशि । जाति ज्ञाति कदाग्रहो न च न च श्राद्धेषु तांबूल मि त्याज्ञात्रेयमनिश्रिते विधिकृते श्रीवीरचैत्यालये ॥१॥ ભાવાર્થ –આ સ્થળે સૂત્રવિરુદ્ધ ચાલનાર માણસના હુકમહોદો નથી, હમેશાં રાત્રે સ્નાત્ર કરવામાં આવનાર નથી, સાધુઓની માલકી અથવા રહેઠાણ અહીં નથી, રાત્રે સ્ત્રીઓને પેસવા દેવામાં આવશે નહિ, નાત જાતનો કદાગ્રહ અહીં કરવામાં આવશે નહિ અને શ્રાવકોને તાંબૂલ વગેરેની મનાઈ કરવામાં આવે છે, એમ નિશ્રારહિત વિધિપૂર્વક કરેલા વીરપ્રભુના આ ચૈત્યાલય માટે ફરમાન કરવામાં આવે છે. इह न खलु निषेधः कस्यचिद्वंदनादौ, श्रुतविधिबहुमानी त्वत्र सर्वोधिकारी । त्रिचतुरजनदृष्ट्या चात्र चैत्यार्थ वृद्धि, व्ययविनिमयरक्षा चैत्यकृत्यादिकार्यम् ॥ ભાવાર્થ –અહીં કોઈને પણ દર્શન પૂજન કરવા માટે ના પાડવામાં આવનાર નથી, વળી સૂત્રની વિધિને માન આપનાર હરકોઈ માણસને અહીં અધિકારી તરીકે ગણવામાં આવશે, તેમજ આ દેરાસરના પૈસાને ત્રણ ચાર જણાની નજર હેઠે વ્યાજે ધીરી વધારવા, ખરચવા, વિનિમય કરવા, સંભાળી રાખવા તથા દેરાસરનું કામકાજ વગેરે કરવાનું ફરમાવવામાં આવે છે. આ બે શ્લોક પરથી ખુલ્લું જણાય છે કે, તેમણે બહુજ ડહાપણ ભરેલા નિયમો ત્યાં કોતરાવ્યા છે. આ રીતે આ સંઘપટ્ટક નામનો ગ્રંથ રચવામાં આવ્યો તથા ચિત્તોડમાં વિધિ ચૈત્ય ઊભું થયું એટલે શ્રી જિનવલ્લભસૂરિ ઉપર ચૈત્યવાસીઓ અતિશય ગુસ્સે થઈ પાંચસો જણ લાકડીઓ લઈ તેમને માર મારવા તેમના મુકામે આવ્યા, પરંતુ ચિત્તોડના રાણાએ તેમને તેમ કરતાં અટકાવ્યા. તેમ છતાં શ્રીજિનવલ્લભસૂરિએ હિંમત રાખી આખી મારવાડમાં તેમને ઉઘાડા પાડી તેમને જેટલા બને એટલા ઝાંખા પાડ્યા. આ રીતે એમણે ચૈત્યવાસના ખંડન માટે આ સંઘપટ્ટક નામે ગ્રંથરૂપી મહેલ ચણીને ઊભો કર્યો. ત્યારબાદ તેમની પાટે મહાપ્રતાપી શ્રીજિનદત્તસૂરિ દાદા થયા, તેમણે વિદ્યાના ચમત્કારથી મોટા મોટા શ્રાવકોને પોતાના પક્ષમાં લઈ ચૈત્યવાસીઓના ચૈત્યોને અનાયતન એટલે પ્રવેશ માટે અયોગ્ય ઠરાવી પોતાના ગુરુએ ચણેલા મહેલ પર કળશારોપણ કર્યું. શ્રીજિનદત્તસૂરિએ ઘણા રજપૂતોને પ્રતિબોધી નવા શ્રાવક કર્યા અને તેઓ દાદાજી તરીકે આજ સુધી ઓળખાય છે. ત્યાર પછી પ્રવરબુદ્ધિશાળી અને ન્યાયનિપુણ શ્રીજિનપતિસૂરિજી For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 262