Book Title: Sanghpattak
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyag Gyan Pracharak Mandal

Previous | Next

Page 14
________________ १३ પાઠશાળા તરીકે નામ આપ્યું છે એ કેટલી બધી અજ્ઞાનતા છે ! એ જ રીતે ઢુંઢિયા શ્રાવકો પોતાને સ્થાનકવાસી તરીકે ઓળખાવવામાં મોટું માન સમજે છે, પણ તે બિચારાઓને પણ ખબર નથી કે સ્થાનક એટલે શું ? તેમણે પોતાના સાધુઓને ઉતરવાનું જે મકાન બંધાવ્યું હોય છે, તેને તેઓ સ્થાનક એટલે ઠેકાણું એવા નામથી ઓળખે છે. કારણ કે, તે મકાનને વ્યાજબી રીતે શું નામ આપવું જોઈએ, તે તેમને સંસ્કૃત ભાષાના અજ્ઞાનપણાથી માલૂમ પડ્યું નહિ, તેથી તેમણે યદચ્છાથી તેનું સ્થાનક એવું નામ આપ્યું. હવે તે નામ કબૂલ રાખીએ તો પણ તેમના સાધુઓ સ્થાનકવાસી કહેવાય, પણ શ્રાવકો તો ઘરવાસી જ છે, છતાં પોતાને સ્થાનકવાસી તરીકે ઓળખાવી અજાણપણે મૃષાભાષી થાય છે, એ પણ એક આશ્ચર્યની જ વાત છે. આવી રીતે શબ્દભ્રમથી લાંબા કાળે અર્થના અનર્થ થાય છે, ઇતિહાસના ખરા મુદ્દા પર પાણી ફરી વળે છે અને વિદ્વજ્જનોમાં હાસ્યાસ્પદ થવું પડે છે. માટે સુજ્ઞજનોએ ધાર્મિક સંસ્થાઓનાં નામઠામ વિચાર કરીને જ પાડવાં જોઈએ. હવે આ પ્રસ્તાવના પૂરી કરતાં અમો આ પુસ્તકના સુજ્ઞ વાચકોને એવી વિજ્ઞપ્તિ કરીએ છીએ કે, આ ગ્રંથ આ ઉદ્દેશથી રચવામાં આવ્યો છે, તે ઉદ્દેશ પર તેમણે ખાસ નજ૨ ૨ાખવી જોઈએ અને તેમ નજર રાખવામાં આવે તો જ ગ્રંથકારનો આશય સમજી શકાય છે. તે ઉદ્દેશ એ છે કે, ખરો જિનમાર્ગ શો છે, તેની શોધ કરીને તે પ્રમાણે વર્તવું અને કદાગ્રહ તથા કુતર્કને દૂર કરી નિષ્કપટભાવે પોતાથી જેટલું ધર્મકાર્ય થાય તેટલું તેની વિધિ સાચવીને સાધવું કે જેથી સ્વપરનું કલ્યાણ થાય. આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવામાં મને યોગ્ય સલાહ આપનાર મારા પરમપ્રિય મિત્ર શા. જમનાદાસ મેહેલાભાઈનો આ સ્થળે ઉપકાર માનવામાં આવે છે. કારણ કે, મને તેમણે તન, મન અને ધનથી મદદ કરી ઉપકારી કર્યો છે. તેથી તે માટે તેમનો આ સ્થળે આભાર માનું છું. આ પુસ્તક પ્રસિદ્ધ ક૨વાનો મારો પ્રથમ પ્રયાસ છે. તેથી કોઈપણ જાતની ભૂલચૂક જોવામાં આવે તે સુજ્ઞ વાચકો સુધારી લેશે અને મને સૂચના કરવામાં આવશે તો દ્વિતીયાવૃત્તિમાં સુધારી લઈશ. Jain Education International લિ. (પ્રથમાવૃત્તિના) પ્રસિદ્ધ કર્તા શ્રાવક જેઠાલાલ દલસુખભાઈ (આ ‘પ્રસ્તાવના’ શ્રીજિનદત્તસૂરિજ્ઞાનભંડાર, સુરત, દ્વારા પ્રકાશિત ‘સંઘપટ્ટક” પુસ્તકમાંથી સાભાર ગ્રહણ કરેલ છે.) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 262