Book Title: Samkit Shallyodhar Author(s): Dhundhakmati Jethmalji Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ તેમજ સમકિતસાર (સય)ની કુયુક્તિઓ બુદ્ધિવત પુરૂષને પણ ભ્રમિત કરી નાંખે તેવી છે માટે તેનું ખંડન લખવાની ઘણી જરૂર ” જણાયાથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ પુસ્તકની અંદર જેઠમલજી અને તેના દંઢકોને જાદા જાદા જેજે ઉપનામો આપેલા છે તે વ્યાજબી અને સ્વતઃસિદ્ધ છે, કારણ કે તેઓ જિનાજ્ઞાથી વિરૂદ્ધ વનારા છે. વળી તેઓને નિનવ કહેલા છે તે તે પ્રત્યક્ષ છે, કારણ કે સત્રકારે પ્રભુના એક. એક બેલ ઉથાપનારને પણ નિભવ કહ્યા છે. શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે “જાણીને ઉત્સત્ર પરૂપે તેને જીવિતુ પર્યત સંઘમાં ન લેવો” તો એ ઉપરથી તેઓ જિનાજ્ઞાની પણ બહાર જ છે. તે તકમતિઓએ કેટલીએક રૂઢી તદન ઉલટી ગ્રહણ કરી છે તેમજ ગ્રહણ કરેલી રૂઢી અસત્ય સમજ્યા છતાં તે બાબતમાં ઘણેજ મમત્વ ધારણ કરી પોતાને મત છોડતા નથી. જે શાસ્ત્રોક્ત ન્યાયે કરીને યુક્ત બાબતો હોય તે જ ગ્રહણ કરવી જોઈએ છતાં એથી વિરૂદ્ધ વર્તવું એ બુદ્ધિમાન પુરૂષોને યોગ્ય કાર્ય ગણાય નહિ. પૂર્વાચાર્યો, જેના કરેલા ગ્રંથો અદ્યાપીપર્યત જન દર્શન અને અન્ય દર્શનના પંડિતોથી ઘણાજ વખણાય છે, અને જેઓ ચઉદ પૂર્વધર, દશ પૂર્વધર, ગીતાર્થ અને સિદ્ધાંતના ગુપ્તાશયને જાણનારા હતા તેઓની બનાવેલી પંચાંગી, ગ્રંથી, પ્રકરણે વિગેરે ન માનવા અને જન શિલીનું જરા પણ જ્ઞાન જેને હેતું નથી એવા ધરમ શ્રી ઢેઢક વિગેરે રિખોના વમતિ કલ્પનાએ બનાવેલા ટબા અને ઢાળીઆ વિગેરે માન્ય કરવા એ નિરપક્ષ અને ન્યાયી પુરૂષને લજ્જા પ્રાપ્ત કરાવનાર કાર્ય ગણાય. મહાન પૂર્વાચાર્યો જેઓએ અનેક ગ્રંથ કરી અત્યંત ઉપકાર કરેલ છે અને દરેક વિદ્વજને તેમના ગ્રંથો જઈ તેમની સ્તુતિ કરે છે તેવા પોપકારી અને પાંડિતતાથી ભરપુર આચાર્યોની પોતાને નવીન મત સત્ય ઠરાવવાને નિંદા કરવી એ સુજ્ઞ પુરૂષનું લક્ષણ ન ગણાય. ફક્ત બત્રીશ જ સૂત્ર માનીને શ્રી વ્યવહાર સૂત્ર, ઠાણાંગ સૂત્ર, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 254