Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 393
________________ હ ચૂ. ભાયણી બાજી દલીલ એવી કરવામાં આવે છે કે ભાષાપ્રયોગોમાં બંનેને રસ હેવા છતાં ભાષાવિનાની અને તત્વજ્ઞાનીના કાર્યનું લક્ષ્ય જુદું જુદું છે. ભાષાવિજ્ઞાનનું કાર્ય ભાષકે ચિત્તસાત કરેલા નિયમાવલી કે જે નિયમાવલીને આધારે તે અસંખ્ય ઉક્તિઓનું નિર્માણ અને ગ્રહણ કરી શકે છે તે નિયમાવલીની પુર્ઘટના કરવાનું છે. વળી તે વ્યક્તિગત અને સામાજિક ૧૪ ન ન ભાજપના પ્રભાવ, ભાષાશિક્ષણ, યાત્રિક અનુવાદ વગેરે વિષ અગેની સમજ અને રિદ્ધિ પામવા મળે છે. સામી બાજુ તત્વજ્ઞાનનું લક્ષ્ય સંજ્ઞાઓના અર્થનું રપષ્ટીકરણ કરવાનું અને ભાષાના ઉપયોગને સમજવાનું છે. તત્ત્વજ્ઞાનને ભાષાવિજ્ઞાન તરફથી જે આહવાન મળ્યું છે ન નના પ્રોજન પરત્વે નહીં પણ આધુનિક ભાષાવિચારની પદ્ધનિ પર છે, ભાષાવિજ્ઞાને વાકયરચના અને અર્થતત્ત્વને લગતે જે સિદ્ધાંત વિકાસાવ્યો છે તે લક્ષમાં લીધા વિના નર નાનને ચાલે તેમ નથી એમ કેટલાકનું માનવું છે. ત્રીજી વાત એવી કરવામાં આવે છે કે તત્ત્વજ્ઞાનને ભાષાના ઉપયોગ(use)મા કે ‘વાણી'માં સ છે, જયારે ભાષાવિજ્ઞાનને ભાષાના પ્રયોગ( usage)માં કે “ભાષા ' માં રસ છે, ના બોલનારો ભાપાનો ઉપયોગ કશુંક કરવા માટે કરે છે : નિવેદન કરવા, ચેતવવા, દાકી, ચન વગેરે આપવા કે હુકમ, વિનંતી વગેરે કરવા. તત્વજ્ઞને શબદનો અમુક કાર્ય માટે અમુક શન નીચે ઉપગ તપાસવાનો છે, જ્યારે ભાષાવિજ્ઞાનીને તે ઉપયોગ માટે કામમાં આવતા શબદ તપાસવાનો છે. પરંતુ સ્ટિન પ્રયોગને તેના ઉપયોગ સાથે ગક સંબંધ હોવાનું તથા ભાષાવિજ્ઞાનના વિકાસ સાથે તત્ત્વજ્ઞાન તેનું અંગ બની જવાનું માને છે. શબ્દના ઉપયોગની ઝીણવટભરી તપાસ માટે સ્ટિનના નિબંધ “હાઉ ટુ ડુ શિંઝ વિધ વર્ડ' અને એ પદ્ધી ફેર એસ્કયુઝિ' તથા રાલ્ડ, કિફ વગેરેની વોલન્ટરી', યુઝ', ગુડ વગેરેની ચર્ચા આ દષ્ટિએ ઘાતક છે. વેલરને તે સામાન્ય ભાષાના તત્ત્વજ્ઞાથી રિટન સુધીની પરંપરામાં જે વિલેપશુપદ્ધતિ વિકસી તેનું જ સ્વાભાવિક અનુસંધાન આધુનિક ભાષાવિજ્ઞાનની વિશ્લેષણપદ્ધતિ પૂરું પાડે છે. આ ઉપરાંત પણ સામાન્ય ભાષાનિષ્ઠ તત્વજ્ઞાનની વિષય તેમ જ પદ્ધતિની દૃષ્ટિએ બીજી કેટલીક ટીકા થઈ છે. એ વિચારધારા ધરાવતા તત્ત્વએ પદ્ધતિમૂલક કે સૈદ્ધાંતિક ચર્ચા સામાન્ય રીતે ટાળી હોવાનું તેમના પર દોષારોપણ થયું છે, જોકે રાસ્તે તથા પોતાના કાર્ય ધારા ઑસ્ટિને એ ટીકાઓનો પ્રતિકાર કરવા કેટલાક પ્રયાસ કર્યો છે. મુખ્ય મુશ્કેલી ભાષાને સામાન્ય કયારે ગણવા? “ઉપયોગને સામાન્ય ક્યારે ગણવો ? અર્થ કરવામાં મતભેદ પડે ત્યાં તેને નિકાલ શેને આધારે કરવો ? – એ બાબતોને લગતી છે. કેવેલે કેટલેક બચાવ કર્યો છે. પણ ત્યાં તે હમણું હમણાં ભાષાવિજ્ઞાનીઓ તરફથી જે ઉચ અને જોખમી હલે આવ્યો છે તેથી ભાષાનિષ્ઠ તત્ત્વજ્ઞોમાં ભારે ખળભળાટ અને ફફડાટ મચી ગયો છે. - સામાન્ય ભાનિષ્ઠ જ્ઞાનની પદ્ધતિની જે સૌથી વધુ વજૂદવાળી ખામી છે તે એ છે કે વિભાવવિશ્લેષણના આધાર તરીકે તેમની પાસે કોઈ વ્યાપક, સુસંધટિત ભાષાસિદ્ધાંત નથી, તેમની પાસે અર્થ એટલે ઉપયોગ” વગેરે જેવાં થોડાંક સૂત્રો જ છે. ઉપર્યુક્ત સૂત્રનું તાત્પર્ય આપણે ઉપર જોયું તેમ એ છે કે શબ્દનો અર્થ, તેને લગતી કેાઈ માનસિક પ્રતિમાની. અંતરમાં તપાસ કરવાથી નથી મળત; અથવા તો તેને અનુરૂપ કેાઈ વાસ્તવિક તત્તની

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417