Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 397
________________ જ. ૧. ભાયાણી છે. તે ખરેખર થતા ભાષાપ્રયોગા ઉપર પણ ધ્યાન આપવાની પદ્ધતિ અખત્યાર કરે છે ખરું, પણ એ કાર્ય તેને માટે આનુ ગિક છે. ભાષાનું તત્ત્વજ્ઞાન એક વિષય છે, અને રિપરા અં” એ ભાષાના તત્વજ્ઞાનનું પુરતક છે. બીજી બાજુ ભાષાવિજ્ઞાન -સર્ગિક માનવીય ભાષાઓનાં બંધારણોને–વનિબંધારણ, વાકળ ધારણ અને અર્ધબંધારણને વર્ણવે છે. ભાડાના તત્વજ્ઞાનને સામગ્રી તૈસર્ગિક ભાષાઓની પાસેથી પ્રાપ્ત થાય છે, પણ સાચું એટલે શું ?” - નિવેદન એટલે શુ.” “વચન એટલે શું વગેરેને લગતાં તેનાં કારણે કોઈ પણ શકની ભાષા માટે હોય છે. “ સ્પિચ એકટ્સ ' ભાષાઓને લગતા નહીં, પણ ભાષાને લગત નિબંધ છે ગર્લને મતે ભાષા દ્વારા થતા સર્વ સ દેશાવ્યવહારમાં વાદકર્મો સમાવિષ્ટ હોય છે. ભાષાવ્યવહારને એકમ શબ્દ કે વાક્ય નથી, પણ વાકર્મ કરતાં અમુક શરતો નીચે ઉગારાનું વાક્ય છે. ભાષા બોલવી એટલે વાણકર્મો કરવાં અને ભાયાવ્યવહાર એ અમુક આશય કે પ્રયોજનથી થતું એક નિયમશાસિત વર્તન હાઈને આ વાકકર્મો ભાષાસામગ્રીના ઉપયોગ માટેના અમુક નિયમને અધીન રહીને થઈ શકતા હોય છે. વાણી વ્યવહારમાં જ્યારે અમુક્વાન્ય ઉદગારાય છે ત્યારે તેનાથી વિવિધ વાકર્મ કરાતાં હોય છે. વાક્ય બોલવામાં (૧) શબ્દો ઉચ્ચારાયા છે એટલે કે ઉચ્ચારણકર્મ થાય છે; (૨) કશાકનું વિધાન કરવામાં આવે છે–એટલે કે વિધાનકર્મ થાય છે; (૩) કશુંક કહેવાય છે, પ્રશ્ન કરાય છે, આજ્ઞા કરાય છે, વચન અપાય છે વગેરે–અધિવાચિક કર્મો થાય છે. ઉપરાંત (૪) અમુક પરિણામ કે પ્રભાવ શ્રોતા ઉપર પડતે હેાય છે–તેને સમજાવાય, ખાતરી કરાવાય, ગભરાવાય, વગેરે : એટલે કે વાયાપ્રેરિત કર્મો (perlocutionary acts) થાય છે. ભાષા બોલવી અટલે નિયમાધીન કર્મો કરવા એમ ઉપર કહ્યું છે. આ નિયમો નિયંત્રક (regulative) નહીં, પણ સંવિધાયક (constitutive) હોય છે. કોઈ પણ ભાષાનું અર્થબંધારણ, એટલે તે ભાષાની ભીતરની સંવિધાયક નિયમાવલનું રૂઢિ અનુસાર પ્રકટીકરણ કે સાક્ષાત્કાર (realization), અને વાક એટલે આ નિયમને અધીન રહીને બેલાતી ઉક્તિઓ દ્વારા કરાતાં લાક્ષણિક કર્મો. આ નિયમાવલિની તારવણી કોઈ અમુક જ ભાષા બોલવામાં અનુસ્મૃતિ વિશિષ્ટ પર પરાઓની સાથે સંબદ્ધ ન હોવાથી આ પ્રકારની ગપણ ભાવિનાનથી જુદી પડે છે, કારણકે ભાષાને ભાવભાષાઓને પ્રત્યક્ષ બંધારણે તપાસવાનાં હોય છે. આથી વાકયાને અભ્યાસ એ વાફકના અભ્યાસથી ભિન્ન નથી યોગ્ય રીતે જોતાં બંને એક જ પ્રકારનો અભ્યાસ હેવાનું જણાશે. તે બે જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી થતા એક જ અભ્યાસનાં બે પાસાં છે. સમકાલીન ભાષાતત્ત્વજ્ઞાનમાં બે વલણ જોઈ શકાય છે. એક વલણ વાણી વ્યવહારની પરિસ્થિતિમાં પ્રજાતી ઉક્તિઓના ઉપયોગને અનુલક્ષે છે, તો બીજું વાકયોના અર્થને અનુલક્ષે છે. પહેલું વલણ વિદ્રગેટનના ઉત્તરકાલીન તત્વવિચારમાં અને બીજું તેના પૂર્વકાલીન તત્વવિચારમાં જોઈ શકાય છે. પણ આ બે અભિગમો પરસ્પર વિસંગત નહીં પણ પૂરક છે બીજા અભિગમમાં લાક્ષણિક રીતે પુછાતા પ્રશ્ન છે: વાક્યના ઘટકોના અર્થ સમગ્ર વાક્યના અર્થને કઈ રીતે નિર્ણાયક હોય છે? ત્યારે પહેલા અગિમને લાક્ષણિક પ્રશ્ન છે : “અમુક ઉક્તિ બેલાય ત્યારે વકતા યા વિવિધ વાક

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417