Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 402
________________ લેથલઃ ભારતની નગર–સંસ્કૃતિનું અગ્રણી આદિ કેન્દ્ર રસે જમીનદાર પ્રાસ્તાવિક ઈસુની વીસમી સદીની વીશી–ત્રીશી દરમિયાન અંગ્રેજ શોધના પ્રયને કારણે ભારતની આદ–ઐતિહાસિક સ કૃતિને આલેખન માટેની અતિ મહત્તવની શોધ થઈ હતી. શોધકે હતા સર જોન માર્શલ, ડે. અર્નેસ્ટ મેકે, હરગીઝ વગેરે. સક્રિય ભારતીય પુરાવિદે હતા રા.બ. દયારામ સાહાણી, ક.ને. દીક્ષિત, માધે સરૂપ વસ, શોધ હતી સિંધુ સંસ્કૃતિની. મુખ્ય કેન્દ્રો હતાં હડપ્પા અને મોહેજો-દડે. આ શોધને પરિણામે ભારતીય ઇતિહાસના આલેખનની જવામાં આમૂલ ફેરફાર થયે. આથી જગતની પ્રાચીનતમ સંસ્કૃતિના નિરૂપણમાં ભારતનું સ્થાન નિશ્ચિત થયું. વિશ્વ સરકૃતિનાં કેટલાંક સર્જનમાં તે ભારતને ફાળો અનન્ય રહ્યો : વસ્ત્રવાટ, ગટરાજના, ભઠ્ઠીમાં પકવેલાં મૃતપાત્રો, લેકશાહી પદ્ધતિની વહીવટી વ્યવસ્થા વગેરે. પરંતુ ૧૯૪૭માં ભારતીય ઉપખંડનું દિશાખન થતાં સિંધુ ખીણ સંસ્કૃતિનાં બધાં જ કેન્દ્રો ભૌગોલિક દૃષ્ટિએ પાકિસ્તાનમાં ગયાં. ભારત આદ્યઐતિહાસિક સંસ્કૃતિવિહેણું બન્યું. ભારતીય પુરાવિદેએ આ ક્ષતિ દૂર કરવાના પ્રયત્ન આરંભ્યા. આમ તે, છેક ૧૯૩૧માં તે બાંધવાના કારણસર સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ગામેથી ચિત્રિત મૃત્પાત્રોને મેટો જ હાથ લાગ્યો હતો, ત્યારે જ સિંધુ સંસ્કૃતિના દક્ષિણ વિતરણની ભાળ મળી ગઈ હતી, આ મૃત્પાત્રો હડપ્પા અને મોહેજો-દડેના પ્રકારનાં જણાયાં હતાં. આને આધારે “ભારતીય પુરાવતું સર્વેક્ષણના અધિકારીઓએ ભારતના એક પ્રાકૃતિક એકમ ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિની વસાહત હોવાને દાવો કર્યો હતો, ૧૯૩૪માં. વ્યવસ્થિત ઉત્પનન દ્વારા પ્રાપ્ત થયેલી ચીજોના પરીક્ષણને આધારે રંગપુર સિંધુ ખીણ સંરકતિનું એક અગ્રણી કેન્દ્ર જાહેર થયું હતું. આમ ભાગલા પૂર્વે જાણે ભાવિન સાંકેતિક એંધાણ રંગપુરે પૂરું પાડવાં હતાં. ' છે. પરંતુ ભારતના ભાગલાએ ભારતીય પુરાવિદેશમાં સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્ર ગુમાવતાં અજંપ વધાર્યો. આ અજપો ફળદાયી નીવડ્યો અને રથળતપાસ વડે એકલા ગુજરાતમાંથી સે - જેટલાં સિંધુ વસાહતનાં કેન્દ્રો શોધાયાં. આનું શ્રેય ભૂતપૂર્વ મુંઈ રાજ્યના પુરાતત્વ ખાતાને ફાળે જાય છે, જેણે ૧૯૫૪થી ૧૯૬૬ દરમિયાન આ કાર્ય હાથ ધરેલું. આમરી, લાખાબાવળ,, પ્રભાસ સેમિનાથ, રોઝડી વગેરે મહત્ત્વનાં કેન્દ્રો હતાં, આમાં સૌથી મોટું અને અગત્યનું, મથક હતું, જેથલ. . .

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417