________________
જે સંયમી આત્મામાં લીન અને મહાનયોગી છે તે વર્ષ દરમ્યાનના દીક્ષાપર્યાયમાં તમામ દેવોની તેજોલેશ્યા-સુખાસિકા અથવા સુખને ઓળંગી જાય છે. એટલે કે તેના કરતાં વધુ સુખી બની જાય છે. (૧૦)
११. ऐन्द्रियं मानसं सौख्यं, साबाधं क्षणिकं तथा ।
आत्मसौख्यमनाबाधं, शाश्वतञ्चापि विद्यते ।। ઈન્દ્રિય તથા મનનાં સુખ બાધાસહિત અને ક્ષણિક હોય છે. આત્મસુખ બાધારહિત અને સ્થાયી હોય છે. (૧૧)
१२. सर्वकर्मविमुक्तानां, जानतां पश्यतां समम् ।
सर्वापक्षाविमुक्ताना, सर्वसङ्गापसारिणाम् ।। मुक्तानां यादृशं सौख्यं, तादृशं नैव विद्यते । संपन्नसर्वकामानां, नृणामपि सुपर्वणाम् ।।
(૩૫) જે તમામ કર્મોથી વિમુક્ત છે, જે સઘળું જાણે-જુએ છે, તે તમામ પ્રકારની અપેક્ષાઓથી રહિત છે અને જે તમામ પ્રકારની આસક્તિઓથી મુક્ત છે, તે મુક્ત આત્માઓને જેવું સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ કામભોગોથી સંપન્ન માણસો અને દેવતાઓને પણ પ્રાપ્ત થતું નથી. (૧૨, ૧૩)
१४. सुखराशिविमुक्तानां, सर्वाद्धापिण्डितो भवेत् ।
सोऽनन्तवर्गभक्तः सन्, सर्वाकाशेऽपि माति न ।। જો મુક્ત આત્માઓની સર્વકાલીન સુખરાશિ એકત્રિત થઈ જાય, તેને આપણે અનંત વર્ગોમાં વિભક્ત કરીએ અને પ્રત્યેક વર્ગને આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર મૂકીએ તો તે એટલા વર્ગ બનશે કે સમગ્ર આકાશમાં પણ સમાઈ નહીં શકે. (૧૪)
१५. यथा मूकः सितास्वाद, काममनुभवन्नपि ।
साधनाऽभावमापन्नो, न वाचा वक्तुमर्हति ।
૧. જુઓ: અધ્યાય, ૯, ૨૪ થી ૩૫.
સંબોધિત ૮૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org