Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ પાંચ કારણોથી મારે ક્ષમાનું સેવન કરવું જોઈએ. તે પાંચ કારણો આ પ્રમાણે છે ૧. આ વ્યક્તિએ મારા ઉપર ઉપકાર કર્યો છે. તેથી તેના કથન કે તેની પ્રવૃત્તિ તરફ મારે ક્રોધ ન કરવો જોઈએ. - ૨. ક્ષમા ન રાખવાથી એટલે કે ક્રોધ કરવાથી મારા આત્માનો અપકાર-અહિત થાય છે. ૩. ક્રોધનું પરિણામ અત્યંત દુઃખદ આવે છે. ૪. આગમની વાણી છે કે ક્રોધ ન કરવો જોઈએ. ૫. ક્ષમા મારો ધર્મ છે. (૩૦) ३१. आर्जवं वपुषो वाचो, मनसः सत्यमुच्यते । अविसंवादयोगश्च, तत्र स्थापय मानसम् ।। કાયા, વચન અને મનની જે સરલતા છે, તે સત્ય છે, કથની અને કરણીની જે સમાનતા છે તે સત્ય છે. એ સત્યમાં તું મનને સ્થિર કર. (૩૧) ३२. अश्रद्धानं प्रवचने, परलाभस्य तर्कणम् । आशंसनं च कामानां, स्नानादिप्रार्थनं तथा ।। ३३. एतैश्च हेतुभिश्चित्तं, उच्चावचं प्रधारयन् । निर्ग्रन्थो घातमाप्नोति, दुःखशय्यां व्रजत्यपि ।। (યુમમ) મુનિ માટે ચાર દુઃખ-શસ્યાઓ છે૧. નિર્ચન્જ પ્રવચનમાં અશ્રદ્ધા કરવી. ૨. બીજા શ્રમણો દ્વારા લાવેલી ભિક્ષાની ઇચ્છા કરવી. ૩. કામભોગોની ઇચ્છા કરવી. ૪. સ્નાન વગેરેની અભિલાષા કરવી. આ કારણોથી સાધુનું ચિત્ત અસ્થિર બને છે અને તેના સંયમને હાનિ થાય છે તેથી નિર્ગસ્થ માટે આ દુઃખ-શપ્યાઓ છે. (૩૨, ૩૩) સંબોધિ કર૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264