Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 249
________________ આન ધર્મનું અંતિમ પરિણામ આત્માનો પૂર્ણ વિકાસ છે. મનુષ્ય ધર્મનું આચરણ કરે છે અને સતત અભ્યાસ થકી પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. જ્યારે મોહકર્મનો સંપૂર્ણ વિલય થઈ જાય છે, ત્યારે તેમાં વીતરાગતાનો પ્રાદુર્ભાવ થાય છે. વીતરાગતા એટલે સમતાનો ચરમ વિકાસ. તેના થકી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત આત્મા પોતાના આનંદસ્વરૂપમાં સ્થિત રહે છે. તેનાં દુઃખોનો અંત થઈ જાય છે. તેણે ન તો બહારથી કશું લેવાનું હોય છે કે ન તો ભીતરથી કશું છોડવાનું રહે છે. જેવો તે હતો, છે અને રહેશે, એને જ પ્રાપ્ત કરી લેશે. આ અંતિમ વિકાસની વાત છે, જ્યાં ન મન છે, ન વાણી છે અને ન શરીર છે. ધર્મની પ્રારંભિક ભૂમિકાઓમાં મન, વાણી અને શરીર રહે છે. વાણી અને શરીર સ્વાધીન નથી, તે મનને અધીન છે. મનની પ્રસન્નતામાં તે પ્રસન્ન છે અને મનની અપ્રસન્નતામાં તે અપ્રસન્ન છે. ધર્મ તમામ દુઃખોનો અંત કરે છે. આ વાત ગીતા પણ કહે છે- “જે ધર્મ મનને વિષાદમુક્ત નથી કરતો, હકીકતમાં તે ધર્મ જ નથી”. માનસિક પ્રસન્નતા અધ્યાત્મનું ફળ છે. તે કઈ રીતે મળે? ક્યાંથી મળે ? તેની સાધના શી છે ? વગેરે પ્રશ્નોનું સમાધાન આ અધ્યાયમાં છે. અગાઉના તમામ અધ્યાયોનો નિષ્કર્ષ અહીં ઉપલબ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264