________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
अथ सूत्रावतार:
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं।।१।।
वन्दित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गति प्राप्तान्। वक्ष्यामि समयप्राभृतमिंद अहो श्रुतकेवलिभणितम्।।१।।
[ મન અનુમૂતે: ] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [પરમવિશુદ્ધિ:] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા ) [ ભવતુ ] થાઓ. કેવી છે તે પરિણતિ ? [ ૫૨પરિણતિદેતો. મોહનાનુ: મનુભાવાત્] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (–ઉદયરૂપ વિપાક) ને લીધે [વિરતનું અનુમાવ્ય-વ્યાપ્તિ-ન્માષિતાયા:] જે અનુભાવ્ય ( રાગાદિ પરિણામો) ની વ્યાતિ છે તેનાથી નિરંતર કભાષિત (મેલી) છે. અને હું કેવો છું? [શુદ્ધવિન્માત્રમૂર્તી] દ્રવ્યદષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છેરાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ-ખ્યાતિ, લાભ, પૂજાદિક-ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
- હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે
છે:
(હરિગીત) ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળી-કથિત આ સમયપ્રાભૂત અહો ! ૧.
ગાથાર્થ:- આચાર્ય કહે છે: હું [ ધ્રુવાન્] ધ્રુવ, [વનામ] અચળ અને [ અનૌપચા] અનુપમ-એ ત્રણ વિશેષણોથી યુક્ત [ગતિ] ગતિને [પ્રાણાન] પ્રાપ્ત થયેલ એવા [ સર્વસિલ્ફીન] સર્વ સિદ્ધોને [ વંવિત્વા] નમસ્કાર કરી, [ષદો] અહો ! [મૃતવનિમણિતમ્ ] શ્રુતકેવળીઓએ કહેલા [રૂદ્ર] આ [સમયમૃતમ્] સમયસાર નામના પ્રાભૃતને [ વક્ષ્યામિ] કહીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com