Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ [૭] સ્તવન આપેલ છે. તેમાં જૂની ગુજરાતી ભાષા હોવાથી આરાધકને સુલભ પડે તેવા સામાન્ય ફેરફાર કરેલા છે. જેમાં અંત સમયની આરાધનાના ૧૬ અધિકાર આપેલા છે. જે ખૂબ ભાવવાહી, આત્મજાગૃતિમાં નિમિત્ત બને તેવા છે. કરકંડ રાસ જે પરમાત્મ ભક્તિની અનેક રચનાઓ શાસનને અર્પિત કરનાર પૂ. સમયસુંદરજી મહારાજને બનાવેલ છે તેની એક ઢાળ પદ્માવતી સંથારા નામે પ્રસિદ્ધ છે તે લીધેલ છે. ચોથા વિભાગમાં નિમણામાં ઉપગી એવા પન્નાઓ ગુજરાતી ભાવાર્થ માં આપેલા છે. વીતરાગ સ્તોત્રને ૧૭ મે પ્રકાશ, પંર સૂત્રના પહેલા સૂત્રને અર્થ આપેલા છે. પ્રારના નાદથી દૂર રહેલા, સ્વપ્રશંસા કે પરનિંદા જેના મુખમાંથી નીકળતા મેં સાંભળેલ નથી, પિતાના સમયમાં અતિ વિદ્વાન હોવા છતાં પૂર્વ પુરૂષોની નમ્રતા યાદ કરાવે તેવા નમ્ર પૂ. ગચ્છાધિપતિ માણિકયસાગરસૂરીશ્વરજી મ. સા. રચિત રજની અંતિમ સાધનામાં કામ આવે તેવા પાંચ શ્લેક મૂકેલા છે. તેમજ ખામણું કુલક સાથે મુકેલ છે. પાંચમા વિભાગમાં સંલેખના વિધિ પૂ. રાધુ-સાદવજી માટેની અંતિમ આરાધના તેમજ કેટલીક શ્રાવક-શ્રાવિકાને અનુસરીને આરાધના છે. વિભાગ-૬માં આરાધક ભાવ વધારે તેવા ભાવવાહી સ્તવન સજાયે-ભાવના ગીતે વિગેરે મૂકેલા છે. વિભાગ-૭માં શ્રી ભગવતી સૂત્રમાં બતાવેલ મરણનું સ્વરૂપ છે. જેમાં વિવિધ પ્રકારના મરણો છે. જે વાંચતા આવા બાલમણેથી સંસારમાં જીવ ભમવાવાળો થાય છે તે ભ્રમણ અટકાવવા સમાધિ મરણની કેટલી આવશ્યક્તા છે તે સમજાય છે. અંતિમ સાધનામાં જે ઉપક્રમણિકા પ્રજ્યપાદ હેમસાગરસૂરીશ્વરજી મહારાજાએ લીધેલી છે તે પણ આ વિભાગમાં છે. અભિનવ શુત પ્રકાશન દ્વારા આ સમાધિ મરણનું પુસ્તક જે પ્રગટ થાય છે તેને બરાબર વાંચીને, વારંવાર તેમાંના દશ અધિકારનું મનન કરવાથી પરિણામમાં ઘણે ફેરફાર થતે જાતે જ અનુભવાશે. - આ અંતિમ આરાધનામાં હજુ પણ બીજુ આપી શકાય તેવી સામગ્રી હોવા છતાં પુસ્તકના કદ વધી જવાના ભય તેમજ બીજા કારણસર તેવી પૂરક સામગ્રી સંગ્રહિત નથી કરી શકાણી તે દુઃખ રહેશે. અંતે આ સમાધિ મરણ પુસ્તકના નિમિત્તે સહુ કોઈ સમાધિમરણ પ્રાપ્ત કરી મરણને મારનારા બને એ જ શુભેરછા.[મુનિ સુધર્મસાગર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 366