Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology AhmedabadPage 13
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૪૪૫ | ૧૩૮૯ ડિસકળકર ૩. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૬૯ / ૧૪૧૩ ડિસકળકર ૪. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૫૭૨ | ૧૫૧૬ નાહર તાલિકા આપ્યા બાદ શ્રી અત્રિએ “જૂનાગઢ' પર કરેલ ચર્ચા-વિસ્તારને અહીં યથાતથ રજૂ કરી તે પછી તેના પર આગળ વિચાર કરવો અનુકૂળ રહેશે : “ઉપર્યુક્ત તાલિકા જોતાં જણાઈ આવશે કે “જીર્ણપ્રાકાર' અને “જીર્ણદુર્ગ” બંને જૂનાગઢનાં સંસ્કૃત તત્સમ રૂપ હોવાને બદલે સંસ્કૃત અનુવાદ માત્ર છે. આમ “જીર્ણપ્રાકાર' કે “જીર્ણદુર્ગમાંથી જૂનાગઢ બનેલ નથી, પરંતુ “જૂનાગઢમાંથી “જીર્ણદુર્ગ” આદિ બનાવી દેવામાં આવેલ છે*. વસ્તુતઃ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦માં ગુજરાતના સુલતાન મહંમદ “જૂના' એ રા'ખેંગાર ચોથાને હરાવીને ઉપરકોટનું નામ કદાચ પોતાના જૂના (એટલે કે બચપણના) નામ જૂના” ઉપરથી જૂનાગઢ રાખ્યું, અને ઉપરકોટની બહાર વસેલા શહેરને પણ એ નામ મળ્યું એવી પણ એક માન્યતા છે. આમ સુલતાન “જૂનાને જાણે કે ભૂલી જઈ પ્રાચીનતાના અર્થમાં ‘જૂનાગઢને કારણે ‘જીર્ણદુર્ગ” “જીર્ણપ્રાકાર” જેવાં મઠારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં. એથી જ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦ પહેલાંના અભિલેખોમાં એ ઉભયે સંસ્કૃત સંજ્ઞાઓને બદલે ઉગ્રસેનગઢ/ખેંગારગઢ આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી : છતાં ‘જીર્ણદુર્ગ'ના લેખમાં મળી પણ આવે છે.” શ્રી અત્રિના ઉપલા વક્તવ્ય પરથી નીચેના નિર્ણયો તારવી શકાય ? (૧) જૂનાગઢ' નામ પરથી “જીર્ણદુર્ગ” એવું સંસ્કૃતિકરણ પછીથી થયું છે : અર્થાત્ આ કિસ્સામાં વ્યુત્પત્તિનો વ્યુત્કમ થયો છે. (૨) “જૂનાગઢ” સંજ્ઞા કદાચ સુલતાન મહંમદ જૂના પરથી ઈ. સ. ૧૩૫૦ (ઈ. સ. ૧૩૪૭?)માં રા'ખેંગાર ચોથાને એણે હરાવ્યા બાદ પ્રચારમાં આવી હોય. અને જૂનાગઢનો ‘જીર્ણદુર્ગ” જેવો થતો શબ્દાર્થ, બાહ્ય રૂપના ભળતાપણાને કારણે ઉદ્ભવ્યો માનવો ઘટે. (૩) “જૂનાગઢ સંજ્ઞાને સ્થાને જીણદુર્ગ” કે “જીર્ણપ્રાકાર' જેવાં સંસ્કારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં : તે પહેલાં “ઉગ્રસેનગઢ” “ખેંગારગઢ” આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી. | * શ્રી અત્રિની આ સ્થળે પાદટીપ ક્રમાંક ૬ આવે છે : “ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય પ્રક્રિયા દ્વારા ‘જીર્ણદુર્ગ'માંથી “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સાધી શકાય, પરંતુ અહીં એ સિદ્ધાંતનો વ્યુત્કમ થયો જણાય છે.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૭ : “શાસ્ત્રી (અ) કે.કા“સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ,’ પથિક, એપ્રિલમે ૧૯૬૯, પૃ.૪૯, શ્રી કે.કા. શાસ્ત્રીનું મૂળ વિધાન આ પ્રમાણે છે : “બીજે મતે મહંમદ તઘલઘની સંજ્ઞા ‘જૂના’ હતી તેના નામથી આ “જૂનોગઢ” કહેવાયું.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૮ : “શાસ્ત્રી ડૉ. હરિપ્રસાદ ગુજરાતી દૈનિક વૃત્તપત્ર “ફૂલછાબ'ના તા. ૨૬૧૨-૬૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ.” (શ્રી શાસ્ત્રીજીનો આ લેખ મને સંદર્ભાર્થે જોવા મળી શક્યો નથી.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194