Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 10
________________ દેખોગે ? જાનના હૈ, ધર્મ કા સાથ રહેગા યા નહીં, ભોળા હતા. એમને લોચની આપણી વિધિ સમજાવી તો સ્તબ્ધ થઈ ગયા. જો કે તેમના માટે આશ્ચર્યરૂપ હતું, રાત્રિભોજનવિરમણવ્રત. એ ગીતા ભણી રહ્યા હતા અને કીર્તન સત્સંગ કરાવવા જતા હતા. આપણે વિનિયોગને ઊંચો મોભો આપ્યો છે. આ સાધુ બે વરસથી પ્રવચનો આપવા જતા હતા. એમનો પર્યાય ત્રણ વરસનો હતો. lsconનાં નામે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો એમનો ધર્મ-હરે રામ હરે કૃષ્ણની ધૂન પર સર્જાયો છે. એ આરતી અને ભજન કરતી વખતે નાચે. માઈક ઉપર ગાનાર, ઢોલ વગાડનાર, તાળીનો તાલ બજાવનારા નાચે જ. અમને આરતીમાં બોલાવવા આવ્યા. આપણે કંઈ શ્રીવાદિદેવસૂરિજી મહારાજા નથી કે નાચીને ધર્મ પમાડી શકીએ, એટલે ના જ પાડી દીધી. આજે રામકૃષ્ણ મિશનના આશ્રમમાં છીએ. મોટા પત્તાવાળા કેળના ઝાડ, ઊંચા આંબા, વડ અને લીમડાની ઘટા વચ્ચે તડકો અટવાઈ રહ્યો છે. અમને જનરલ હોલમાં ઉતારો મળ્યો છે. હોલની સાથે જોડાયેલા કમરામાં એક કાકા છે. એ સવારથી અમને રવાના કરવાની પેરવીમાં છે. અહીંના મુખ્ય સ્વામીજીને એ ફરિયાદ કરી આવ્યા છે કે અમે આશ્રમમંદિરમાં દર્શન નથી કર્યા. રાતે અહીં રહેવાશે નહીં એવો બધો બડબડાટ એ કરે છે. અમે આવ્યા ત્યારે એ સિગારેટ મોઢે ચડાવીને વાત કરવા આવેલા. ધૂમ્રપાન સામે અમે નારાજગી બતાવી એટલે એ રૂમમાં બારણાં વાસીને બેસી ગયા. હવે વેર વાળી રહ્યા છે. એનો સ્વભાવ વિચિત્ર લાગે છે. હશે, એનું એ જાણે. માગસર સુદ પ્ર. બીજ : દિગુનગર ગઈકાલ સાંજનો અનુભવ જિંદગીભર યાદ રહેવાનો. સાંજે વિહાર હતો. સ્કૂલમાં રહેવાનું નક્કી થયેલું. છેલ્લે ટાઈમે સ્કૂલની ચાવી ના મળી. એક મિલમાં તપાસ કરી. હા સાંભળવાનો જોગ ના મળ્યો. આગળ પેટ્રોલ પંપ હતું. બહારથી જોઈને ચોકડી મૂકી. થોડા આગળ આશ્રમમાં જગ્યા છે તે જાણી ચાલ્યા. હાઈવેની અંદર વળ્યા. એક ડોસાજી મળ્યા. એમણે આશ્રમના રસ્તે ન જવાની સલાહ આપી. ત્યાંની વસતિ ખરાબ છે, હેરાન કરશે, એણે કહ્યું. તો આશ્રમનો રસ્તો એકદમ અંદર જતો હતો. વિહારમાં આટલી લાંબી અંદરબહાર ના જ પરવડે. એ ડોસાજી સાથે સલાહ મસલત ચાલી. બીજા ભાઈ તેમાં ભળ્યા. એમણે કલબનું નામ દીધું. આશ્રમ તો હતો જ નહીં. મંદિર હતું. તેની બાજુમાં જ કલબ આવશે, એણે કહ્યું. એ ચોરીચપાટીથી બચવાના બંગાળી ઉપાયો સમજાવી રહ્યો હતો એટલે કંટાળીને એનાથી છૂટવા માટે અમે ચાલવા માંડ્યા. હવે અંદર ગામઠી રસ્તો. બેય બાજુ ઝૂંપડા જેવો ઘરો. અંધારાનો ઓથાર. સામેથી ચાલતા આવનાર દરેક માણસમાં ચોર જ દેખાય. સાઈકલ પર બેસીને, એક પગે ઊભા રહી અમને જોતા આદમીને જોઈને એવા જ વિચાર આવે કે આ ગુંડો રાતે ટોળી લઈને ત્રાટકવાનો. બે પાંચ જણા વાતો કરતા ઊભા હોય તો એમ લાગે કે કાલ વહેલી સવારે આ લોકો રસ્તા વચ્ચે આંતરશે. ચાલતા જ ગયા. આખરે પેલું મંદિર આવ્યું. પેલી કલબ પણ પાસે જ હતી. એ માત્ર બે નાની ખોલીનું મકાન હતું. એમાં ગામના જુવાનિયાઓ ભેગા મળીને ટીવી જોતા હતા. દસ વાગ્યા સુધી એમની ટીવીપૂજા ચાલશે એમ જાણવા મળ્યું. કલબનો મુકામ પણ રદ. મંદિરમાં ખુલ્લી પડસાળ હતી. શિયાળામાં થીજી જવાય. વિચાર કરવાને બદલે બીજું ટેન્શન ઊભું થયું. બધા બંગાળીમાં સમજાવવા માંડ્યા. અમારી સાથેનો માણસ બંગાળી જાણે. એ આ આપ્તપુરુષોની સાથે રકઝક કરવા લાગ્યો. એક મૂછાળો આદમી અમને જગ્યા બતાવવા લઈ ચાલ્યો. રસ્તે એક હાઈસ્કૂલ જોઈસરસ્વતી પાસેથી દિવસ રાત મજૂરી કરાવવી હોય તેમ આ સ્થાન અત્યારેય ખુલ્લું પડ્યું હતું. પરંતુ ટપુડાઓએ અહીં આવીને ભણવાની બાળહઠ છોડી દીધી હશે તેથી એ ઓરડા ખાલી હતા. અમે ત્યાં રહેવા તૈયાર થયા તો એ બાબુમોશાયે કહ્યું કે પરમિશન વિના ન રહેવાય. એ અમને પેલા બીજા મંદિર સુધી તાણી જ ગયો. ત્યાં સાધુઓ છે, તમને સારું રહેશે, એ બોલતો રહ્યો. ખાસ ધ્યાનથી જોયું, કોઈ ચોરી કરે તેવો માણસ સાથે નહોતો. શિયાળાની અંધારી સાંજે અમે મોટા ટોળાને લઈને એ મંદિર આગળ પહોંચ્યા. ત્યાં સાધુ કીર્તન કરાવતા હતા. ઊઠીને અમને જોયાસૌમ્ય રીતે હસ્યા અને એ જ સૌમ્યતાથી ના પાડી દીધી. એમને કહ્યું કે અમે સવારે નીકળી જશે, ત્યારે એમણે ન છૂટકે હા પાડી દીધી. એમ તકલીફ પૂરી થવાની નહોતી. અમને મળેલી જગ્યા સાવ ઉઘાડી હતી. માથે છત હતી એટલું જ. બહાર ખુલ્લા મેદાન પર ઘાસ પથરાયેલું. ઠંડી કડકડતી પડશે તે નક્કી હતું. ઓરડી એક હતી. તેમાં મહારાજ સાહેબની જગ્યા થઈ. બાકી બધા બહાર. અમે બેઠા તે પહેલાં તો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 107