Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 8
________________ પ્રભુ દીદાર. સુરતિ સુંદર મુદ્રા મનોહર નિરખત મેં સુખકાર. પ્રભુમૂર્તિને મહિનાઓ સુધી સ્વચ્છ દૂધમાં ડૂબાડી રાખ્યા હશે. મૂર્તિએ પણ દૂધનાં ઓજસ આત્મસાત કર્યા હશે. એ સિવાય આવો ઊઘડતો વાન બને નહીં. અને પ્રભુની અંગરચના ? નાનપણથી સાંભળ્યું હતું કે બાબુલોકોએ ભગવાનને સાચાં રત્નોના હાર પહેરાવ્યા છે, તે અતિશયોક્તિ લાગતી હતી. આંગીનાં દર્શન કર્યા બાદ લાગે કે એ લોકોએ ભગવાનને રત્નોથી લાડ લડાવ્યા છે. ભગવાનના ગળે પન્નાનો હાર હતો. દરેક પ્રશ્નો આપણા અડધા અંગૂઠા જેવડો મોટો. માણેકનો બીજો હાર હતો. તેનાં દરેક નંગ અંગૂઠાના નખ જેવડાં મોટાં. ગુલાબી રંગ જેવી લાલ ઝાંયના એ રત્નો તેજથી લખલખતાં હતાં. ત્રીજો સાચા હીરાનો હાર, આંગળીના નખ જેવડા પ્રત્યેક હીરા. મુગટ રત્નજડિત. તેની કલગીમાં મોટો પત્નો. હથેળીમાં ઊપસતા શુક્રના પહાડ જેવું એનું અર્ધગોળ કદ. પ્રભુના ખોળાની આગળ ચાંદીનું બેય ઘૂંટણ સુધી ફેલાયેલું, કોમળ દેખાવ ધરાવતું કમળ. તેની છેલ્લી બે પાંખડી અને મધ્યવર્તી પાંખડી-એમ ત્રણ જગ્યાએ, ચમકદાર માણેકની ત્રણ મોટી કલગી. એમ જ લાગે કે ભગવાનના ખોળે માણેક મુક્યા છે. આશ્ચર્યથી પહોળી થઈ ગયેલી આંખો પણ નાની લાગે તેવા એ ત્રણેય ભવ્ય, આ આંગીનું મૂલ્ય કરોડ રૂપિયાથી વધુ છે. ભગવાનનો વૈભવ જોઈને છાતી ગજગજ ફૂલે. પ્રભુ ગભારાની ભીતરના મૂળગભારામાં બિરાજે છે. આખોય મૂળ ગભારો ચાંદીથી મઢેલો. થાંભલી, શિખર, મોટું સમવસરણ-ચાંદીનાં બનેલાં. ગભારાની બહાર ચાંદીની ચોરી. શિખરમાં ઝીણું કોતરકામ, સમવસરણમાં સભાનું જીવંત આલેખ, ગભારાની થાંભલીઓ અને ચોરીનાં સ્તંભો પર શિલ્પનો કસબ. આખો મૂળ ગભારો ચાંદીથી લદાયેલો. આંગી ચડે ત્યારે આ અસબાબ પણ ગોઠવાય. આંગી ચડે ત્યારે ભગવાનને ચાંદીનું ખોખું ચડે તેમાં ઇતિ નથી તે આજે સમજાયું. આંગી તો આખા ગભારાને અને ગર્ભદ્વારનેય ચડે. આંગી ઊતરે પછી પ્રભુમૂર્તિની સાથે, ગભારાનું પણ મૂળ સૌન્દર્ય બહાર આવે. ગભારાને ફૂલોથી સજાવટ બધે જ થાય છે. રજત ધાતુના શણગાર, માત્ર અહીં જ. કાર્તિક વદ સાતમ : દાદાવાડી ગઈકાલે તો આંગીએ નજરબંધી જ કરી હતી. આજે આંગી ઊતરી ગઈ છે. આસપાસ નજર ફરી શકે છે. ભગવાનની આગળ નીલમની અને પન્નાની બે મૂર્તિ છે. પબાસણની ભીંત પર પહેલાં નવરત્નો જડેલાં. આજે પિરોઝા બચ્યા છે. બાકી ચોરી થઈ ગઈ. ગભારાની બહાર ઝાકઝમાળ છે. પ્રભુની મૂર્તિનું સ્મિત ચોમેર સુવાસ ફેલાવે છે. ગર્ભદ્વાર સંપૂર્ણ સુખડનું. એમાં ગંગાની રેતી જેવું ઝીણું અને સુરેખ કોતરકામ. ગર્ભદ્વારની બન્ને તરફની ભીંતો પર આરસમાં કોતરણી, ગણધરોના ગોખલાની ચોતરફ સફેદ વેલોની જાળ, ભીંતની ઉપર ઘુમ્મટ તરફ જતી નકશીમાં અને ઘુમ્મટનાં કલાચિત્રોમાં સાચાં સોનાનાં પાણીનો ઓપ. ગર્ભદ્વારની બે તરફ દેવદેવીઓની પરિકર જેવી સ્થાપના છે તે ચોવીસ અધિષ્ઠાયક દેવો છે. ભગવાનનાં નવ અંગે ચાંદીનાં ટીકા લગાવીએ છીએ તેવાં ટીકાં ગર્ભદ્વારની ભીંત પર કમાનની જેમ એકધારમાં જડેલાં છે. ગર્ભદ્વારમાં ઊભા રહી પ્રભુદર્શન કરીએ તો ભગવાન ચૌમુખી હોય તેવું દૃશ્ય સર્જાય છે. આ અરીસાની કમાલ છે. ચૌમુખજીમાં એક ભગવાન સમક્ષ ઊભા રહીએ તો બીજા બે ભગવાનના એક પડખેથી દર્શન થાય તેમ આ જ ભગવાન બે અરીસામાં એક પડખેથી દેખાય છે. કાચ પાસેથી અદ્દભુત કામ લીધું છે. દેરાસરનું શિખર ચીનાઈ માટીની કપચીથી જડેલું છે, ઝાંખું લાગે છે. મંદિરજીના મુકાબલે બગીચામાં ફુવારો, તળાવ લોકપ્રિય છે. તળાવમાં માછલીને ખાવાનું નાખવા ભીડ થતી હોય છે. સાંજની રોશનીમાં આખો માહોલ અવર્ણનીય બની જાય. બીજા બે દેરાસરો અને દાદાવાડી પણ છે. નોબતખાનું, આરસનો સિંહ, ફૂલોની વસાહત, ટુરિઝમવાળા ગોરાલોકો, રાજાશાહી રહેઠાણના દરવાજાઓમાં ચીતરેલા વિવિધ રાગનાં ચિત્રો, આ બધું આજે ઓસરી ચૂકેલા પ્રભાવમાંય અલગ તરી આવે છે. આને કલકત્તા Garden Temple તરીકે ઓળખે છે. અંગ્રેજ સરકારે ૭-૫-૧૮૮૫ના દિવસે ડાકટિકિટ છપાવી હતી. એમાં Jain Temple Culcutta તરીકે આ દેરાસરને એક ટિકિટમાં સ્થાન મળેલું. જિનાલયના નિર્માતા બાબુ બદરીદાસનું અંગ્રેજ સરકારમાં માનપાત્ર સ્થાન હતું.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 107