Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 41
________________ ૭૦ શ્રી રાજગૃહી તીર્થ મહા સુદ એકમ : ગુણાવાજી આગમસૂત્રોની “સુગં ને માકર્સ તેને મળવા વવાય'' શૈલીના પ્રણેતા શ્રી ગૌતમસ્વામીજી મહારાજાની કૈવલ્યભૂમિ શ્રી ગુણિયાજીની ધર્મશાળામાં બેસીને લખી રહ્યો છું. કેવલીભગવંતોને તેમના ગુરુ આજ્ઞા કરતા નથી. શિષ્યોને આજ્ઞા વિના ગમતું નથી. પ્રભુવીર આજ્ઞા ફરમાવતા રહે તેની ઝંખનાને લીધે કેવળજ્ઞાનને છેટું રાખી મૂકનારા પરમ શિષ્ય શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ છદ્મસ્થ તરીકે છેલ્લી દેશના આ ભૂમિ પર આપી હતી. આજ્ઞા છત્રની વિદાયનાં આંસુ આ ભૂમિ પર વહાવ્યાં. આજ્ઞાપાલનનો આનંદ લઈને નીકળેલા અહીંથી. દેવશર્મા તો સુલસાથીય નસીબદાર. સુલસાને પ્રભુએ માત્ર ધર્મલાભ મોકલ્યા. દેવશર્માને તો ધર્મબોધ પાઠવ્યો. તેય ધર્મના અવતારને જાતે મોકલીને. સુલસાની પરીક્ષા થઈ પછી એને ધર્મલાભ મળ્યા. અહીં તો ગુરુ ગૌતમની જ પરીક્ષા થઈ ગઈ. પ્રભુના પટ્ટધર પરીક્ષામાં પાછા પડે ? આજ્ઞા સાંભળવાની તીવ્ર ભાવનામાંથી રુદન જાગ્યું. સમવસરણમાં સૌથી વધુવાર પોતાનું નામ બોલાતું તેનું ગૌરવ નહોતું. પ્રભુનાં મુખે પોતાને સંબોધન મળતું તેનો જ આનંદ હતો. એ આનંદ ઝૂટવાયો તેના ઘા વાગ્યા. લોહીઝાણ આંસુ સાર્યા. પાવાપુરીમાં રચાયેલી અગ્નિશયામાંથી ધૂમસેરની એક લહેર આ તરફ તરતી આવી, વરસી, એમાંથી નીપજયું અનંત જ્ઞાન. અહીં જલમંદિર છે. લાંબો પૂલ પસાર કરીને તે ધન્યભૂમિની સ્પર્શના કરી. પ્રભુમૂર્તિની બાજુમાં બિરાજતી ગુરુગૌતમની મૂર્તિનાં દર્શન કર્યા. બપોરે નિરવ એકાંતમાં મૂર્તિસમક્ષ બેસીને સ્તવન ગાયું : વીર વેગે આવોને, ગૌતમ કહી બોલાવોને, દરિશન વહેલા દીજીએ. મહા સુદ ચોથ : રાજગૃહ રાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમારની જુગલબંદીની અપરંપાર કથાઓ ભારતમાં વહેતી થઈ તે રાજગૃહીમાંથી. પ્રસેનજીત રાજાએ વચનપાલન માટે નગરવટો સ્વીકાર્યો. પોતાનાં નગરમાં જેના ઘેર આગ લાગે તેણે નગર છોડવું તેવી ઘોષણા કરાવી. આગ આ રાજાનાં જ મહેલમાં લાગી. શ્રેણિક ભંભા લઈને ભાગ્યો તેય આ જ આગ. રાજાએ પ્રામાણિક રીતે નગરની બહાર ડેરો જમાવ્યો. લોકો રાજાનાં નવા ઘરે શહેરમાંથી આવે. શહેરમાં કહેતા આવે, અમે રાજાના ઘરે જઈએ છીએ, રાજગૃહે. લોકોનાં મુખેથી નવી જગ્યાનું શાહી નામ મળ્યું. રાજાએ એ સ્વીકાર્યું. આખી નગરી નવેસરથી ઊભી થઈ. રાજગૃહનાં જૂનાં નામો : ક્ષિતિપ્રતિષ્ઠ, ચણકપુર, ઋષભપુર અને કુશાગ્રપુર. અમે સાંજે પહોંચ્યા હતા. માહોલ ગજબ હતો. પંજાબી હોટેલો, લારીઓની લંગાર, ગાણાઓના અવાજ, રીક્ષાઓની ભીડ, ટુરિઝમનાં પાટિયાં, ગામભરનો ઘોંઘાટ. તીર્થની ઊંચાઈ સાથે કશું જ બંધબેસતું નહોતું. બસસ્ટેશનનાં મકાન પર મોટી તકતી હતી : રાજગૃહ. રોપ-વેને લીધે રાજગૃહીનું નામ ઉહાપોહમાં આવ્યા કરે છે. હકીકતમાં રોપ-વેને આપણાં દેરાસરો સાથે કોઈ લેવાદેવા નથી. રોપ-વે તો વૃદ્ધક્ટ પર બંધાયેલાં બૌદ્ધમંદિર માટે છે. એ શિખર પર આપણું દેરાસર જ નથી. રાજગૃહીના પાંચ પહાડોનાં દરેક દેરાસરો પર ચાલીને જ જવાનો રસ્તો છે. રોપ-વે એક પર્વત પરથી બીજા પર્વત પર લઈ જવાની વ્યવસ્થાવાળોય નથી. મેળાનાં ચકરડા નીચેથી ઉપર લઈ જાય જેવી જ નીચેથી ઉપર જવાની સિસ્ટમ છે. ઝલો કહે છે. રોપ-વે બાંધનારા જાપાનવાળા છે. હીરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકાયા તે પછીની હોનહાર તારાજી જોઈને બૌદ્ધસંઘના સૌથી મોટા આચાર્યે ગૃદ્ધકૂટ પર વિશ્વશાંતિસ્તૂપ બંધાવ્યો. દુનિયાભરમાં શાંતિ પ્રસરે તે માટે તેમણે અલગ અલગ બાવીસ સ્થળે આવા સ્તુપ બંધાવ્યા છે. તૈયાર કરીને, રોપવેસહિત તેનું સંચાલન ભારત સરકારને આપી દીધું. દેવાળિયા સરકાર શીદ ના પાડે ? રાજગૃહ ગામમાંય બૌદ્ધમંદિરો છે. બર્મા અને થાયલેન્ડનાં બૌદ્ધમંદિરો

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107