Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 58
________________ ૧૦૩ ઘાસ, વૃક્ષો, છોડ અને પાંદડાં, માટી અને ધૂળ નસીબદાર, જે સતત પ્રભુની છત્રછાયામાં રહે છે. એકદિવસિયા રોકાણ કરનારનાં નસીબ તો પાંગળા જ ગણાય ! અહીં નજીકમાં જ સારનાથ નામે પ્રસિદ્ધ બૌદ્ધતીર્થધામ છે. રાજા અશોકનો બંધાવેલો સૂપ છે, ત્યાં. રાષ્ટ્રીય મ્યુઝિયમમાં પ્રાચીન કલાકૃતિઓ, મૂર્તિઓ છે. આપણા પ્રતિમાજી પણ છે. વિવિધતીર્થકલ્પમાં ધર્મેક્ષાનાં નામે આ સ્થાનનો ઉલ્લેખ થયો છે તેવું લાગે. ચૈત્ર સુદ ૭ + ૮ : બનારસ ગંગા નદીમાં વરુણા અને અસિ એ બે નદી ભળી. વરુણાસિ નામ થયું. નદીથી કિનારો ઘસાય તેમ સમયના બળે નામના અારો ઘસાયા. નામ બન્યું. વારાણસી. વાણારસી ઉચ્ચાર ખોટો છે તેમ માનવું હોય તો બનારસ ઉચ્ચારને સાચો માનવાની વાત નહીં કરવાની. લોકજીભે ઘડાતાં વિવિધ નામ તો મહિમા ફેલાવે છે. ‘કાશી દેશ, વારાસણી નગરી'ના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વપ્રભુની ભૂમિ પર પગ માંડ્યા ત્યારે બજાર ઉભરાતું હતું. હિન્દી જાહેરાતોની વચ્ચે એકાદ ગુજરાતી નામ ઝબકી જતું હતું. શહેર અને તીરથના બજારો જુદા પાડી શકાતા નથી. ભીડ, દુકાન, કોલાહલ, ગંદા રસ્તા બધું એક સરખું હોય છે. બનારસના રસ્તા પર ધક્કામુક્કી ચાલતી હતી. સંભાળીને ચાલવાનું હતું. પૂછી પૂછીને રામઘાટની સાંકડી ગલી ગોતી એમાં વળ્યા. હવે ગરદી નહોતી. ઝરણાં જેવા આમતેમ ધૂમતા નાના મારગ પર ઘણું ચાલ્યા પછી ઢાળ આવ્યો. વિરાટ ચિત્રનો એકાદ ટુકડો કાપ્યો હોય તેવા, આકાશ, રેતી અને ગંગા-ઊભા કાપામાં થોડા દેખાયો. નીચે જવાનું નહોતું. આ જ ગલીમાં દેરાસર હતું. ત્યાં પ્રભુપાર્શ્વનાથ બિરાજતા હતા. ભાવભેર દર્શન કર્યા. જૂની હવેલી જેવું દેરાસર હતું . ભગવાનની પાછળ બારીઓ હતી તેમાંથી અજવાસ સીધો આંખમાં આવતો હતો. મૂળ ગભારો સાચી ચાંદીનો, એના કળશ સાચા સોનાના, કાશીનિવાસી જૈન સંઘનું આ દેરાસર, બીજે માળે દર્શન કર્યા. પહેલા માળે મૂળનાયક હતા. ભોંયતળિયે અગણિત પ્રતિમાજી, અંજનશલાકા માટે પીઠિકા પર એકી સાથે ગોઠવ્યા હોય તેમ બિરાજીત કરવામાં આવ્યા હતા. તો શ્યામ રંગનો એક ભવ્ય પાષાણપટ હતો તેમાં પ્રાયઃ અતીત અનાગત પ્રભુના પ્રતિમાજી કોતર્યા હતા. ૧૦૪ એક ગોખલામાં કમઠ પ્રતિબોધસ્થલી એવું લખ્યું હતું. તેમાં કમઠ અને ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વપ્રભુની મૂર્તિ હતી. મેઘતાંડવ કરનાર કમઠ અને ભીષણ જલપરિષહથી રક્ષનાર ધરણેન્દ્ર પદ્માવતીને સમાન ભાવે જોનારા ભગવાનને ક્યા શબ્દોમાં સ્તવી શકાય તે સમજાયું નહોતું. | ઉપાશ્રયમાં ગોરજીની ગાદી હતી. આ દેરાસર-ઉપાશ્રય કાશીનાં સૌથી જૂના અને મૂળભૂત સ્થાન ગણાય છે. નજીકમાં, ઘાટના ઢાળ પર જ બીજું દેરાસર હતું. જૂનું મેડીબંધ મકાન. કમાડ ખૂલ્યાં તો રાતે ભમતા પંખીઓની બદબુદાદરો ધૂળથી ખરડાયેલો, ભીંતોના ખૂણે કરોળિયાં, અવાવરું ઘરની વિચિત્ર ગંધ. ત્રણ માળ ચડ્યા. ફીકાં ને ઝાંખાં બે શિખર હતા. તે બે દેરાસર હતા. ભગવાન ઉપેક્ષિત હાલતમાં હતા તે જોઈ શકાતું હતું. પૂજામાળ સરખી રીતે થતાં નહીં હોય. સાફસફાઈ રાખવાની ચિંતા કરનાર કોઈ હશે કે કેમ તે સવાલ થયો. મૂર્તિનાં તેજ ઓસરી ગયા હતા. ભીંતો ઢળી પડે તેવી હતી. મકાન તો ચાલીએ તેમ ધ્રુજે. દૂર સુધી દેખાય તેવાં શિખરો વેરાન હતાં. ભગવાન જાણે ભૂતિયાં ઘરમાં કેદ હતા. આ ઘરદેરાસરના માલિક નવાં ઘરમાં રહેવા ચાલી ગયા હતા. ભગવાન અહીં રહી ગયા, એકલા. ગંગાના કિનારે પ્રભુજી કેદમાં રહ્યા જાણે. બનારસનો આ પહેલો અનુભવ હતો. ચૈત્ર સુદ નવમી : બનારસ શ્રી અજિતનાથ ભગવાનથી ઋજુ અને પ્રાજ્ઞ જીવોની પરંપરા ચાલી તે છેક પાર્થ પ્રભુનાં તીરથ સુધી રહી, બનારસ એટલે ઋજુ અને પ્રાશ જીવોની અંતિમ ભૂમિ. અહીં પાર્શ્વપ્રભુની જન્મભૂમિ પર પહેલાં શ્વેતાંબર દિગંબરનું સંયુક્ત મંદિર હતું. આજે દિગંબરો તેમની જમીન લઈ છુટા પડી ગયા છે. આવું બન્યું નથી ને બનવાનું નથી. દિગંબરો હટી જાય એ તો ગુલાબના છોડ પરથી કાંટા ઉતરી જાય એવી અસંભવ વાત છે. અહીં એ બન્યું છે. આપણી એકાધિકાર માલિકીની ભૂમિ પર નવું, ભવ્ય જિનાલય બની રહ્યું છે, વરસોથી. કામ હવે પૂરું થઈ જશે. ભગવાન હાલમાં હોલમાં બિરાજે છે. ૨૬OOથી વધુ વરસ પ્રાચીન અને પાંચ ફણાથી સુશોભિત પ્રભુમૂર્તિ. એટલાં જ પ્રાચીન પગલાં.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107