Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 99
________________ ૧૮૫ એમણે સત્તાનો દુરુપયોગ કર્યો તે ખોટું છે કેમ કે અમારે એ સત્તાના જોરે જલસા કરવા હતા. જલન તો આ છે. એ ફાવી ગયા અને અમે રહી ગયા. એવી ભાવનામાંથી ભ્રષ્ટાચારના વિરોધ થાય છે. આપ કરે હરિહરિ, દૂજો કરે હરામખોરી. આવા અવળા વિચારો ચાલતા હશે તો દેશનો ઉદ્ધાર થવાનો નથી. ૨૧ ઓરિસ્સાના અનુભવો શિક્ષકોને આ કહ્યું તો એ ઝંખવાણા પડી ગયા. વાતો તરત બદલાઈ ગઈ. થોડીવારમાં એ લોકો નીકળ્યા. આ વખતે એમને ચૂંટણીમાં જોડાવાનો લાભ મળ્યો હતો. તેની તૈયારી માટે દોડાદોડ ચાલતી હતી. રાજકારણની રગેરગમાં ગંદકી છે. એમાં પડનારા બે જ છે. એમાંથી બહાર નીકળો તોય ગંદકીથી ખરડાયેલાં જ રહેવું પડે છે. કોઈને એની પડી નથી. સૌને પૈસા બનાવવાની લાલચ છે. સારાં તત્ત્વોનો ગજ વાગવાનો નથી. (૧) ગોશાળામાં રોકાણ. ગાયોનાં રહેઠાણ સૌથી પહેલાં જોયા, પછી ઉતારે ગયા. ગાયને ગરમી ન લાગે તે માટે એમની ઉપર ઠેર ઠેર પંખા લગાવ્યા હતા. પંખા, ઇલેક્ટ્રીક સાધન છે એટલે તેની અનુમોદના કદી ન હોય. ગાયને પણ માણસ જેવું જ શરીર છે તેવી સંચાલકોની જે લાગણી હતી તે મહત્ત્વની લાગી, આ લોકો ગાયનાં દૂધ વેંચતા નથી. દહીં અને ઘી યોગ્ય સ્થાનોમાં અને મંદિરોમાં મોકલાવી દે છે. ગાય દૂધ મેળવવાનું સાધન છે તેવી હીન માન્યતા અહીં નહોતી. ગાયને પરિવારના સભ્યનો દરજ્જો મળ્યો હતો. એક ભયાનક આખલો બહાર ઘૂમતો હતો. એના છીંકોટા ખરતનાક હતા. એ કોઈને શીંગડે ઉપાડીને ઉલાળે તો પચાસ હાથ દૂર ફેંકી શકે. ગોશાળા હોય ત્યાં મચ્છરો ઘણા હોય છે. સંચાલકોએ માહિતી આપી, અહીંથી નજીકમાં જ મહાનદીનો ડેમ છે. એશિયાનો સૌથી મોટો ડેમ ગણાય છે. જે સાધુ મહાત્માઓ આવે છે તે ખાસ જોવા જાય છે. આઠ કિલોમીટર અંદર જવાનું અને એ જ રસ્તે બહાર આવવાનું. બીજે દિવસે જઈ શકાતું હતું. ડેમના બે છેડે ઊંચા મિનારા બંધાવ્યા છે. સરકારે. તેની પર ચડીને અગાધ, અફાટ જળરાશિને જોવાનો. અમે તે ના ગયા, પાણી તો વહેતા જ શોભે. વહેતા પાની નિર્મલા બંધા ગંદા હોય. પાણીને રોકી રાખવામાં સંઘાઈયા અને પરિયાવિયાનો દોષ લાગે છે. વિજ્ઞાન કહે છે કે પાણી વહેતું અટકે છે એને લીધે પાણીમાં ફ્લોરાઈડ વધી જાય છે. આવાં પાણીનો ઉપયોગ કરનારા વિચિત્ર માંદગીઓનો ભોગ બને છે. આજે પંજાબ, આંધ્રપ્રદેશ આમાં પીડાય છે. વિરાધના અને નુકશાનીના અગ્રદૂત સમા ડેમને જોઈને હરખાવાનું શું ? માનવો

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107