Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 107
________________ 201 202 અને સમગ્ર વૈશાલીનો નાશ કર્યો હતો તે ઇતિહાસપ્રસિદ્ધ છે. વૈશાલીનો વિનાશ પ્રભુવીરના જીવનકાળ દરમ્યાન બનેલી ઘટના છે. પ્રભુવીરનું નિર્વાણ થયું તે વખતે રાજા નંદીવર્ધન અગ્નિદાહ આપવા આવ્યા હતા. પ્રભુવીર જો વૈશાલીના હોત, તો રાજાનંદીવર્ધન અગ્નિદાહના સમયે રાજાનાં પદે હોત જ નહીં. પ્રભુવીરને ક્ષત્રિયકુંડના રાજા તરીકે જ નંદીવર્ધન અગ્નિદાહ આપવા આવ્યા હતા. જન્મસ્થાન તરીકે સર્વજનપ્રસિદ્ધ એવા ક્ષત્રિયકુંડ પહાડનાં જિનાલયની પાસે સેંકડો આમલીનાં વૃક્ષ આજે પણ છે, જે આમલકી ક્રીડાના સાથીદાર છે. બનારસ માટેની વિગતો : રાજા શ્રેણિકને પહેરામણી રૂપે વારાણસી શહેરની ભેટ મળી હતી. આ તીર્થ પાસે એક મજીદ છે તેના વિશે એમ કહેવાય છે કે તે અસલમાં શિવાલય હતું. પરંતુ તેનો ઘાટ જૈનમંદિર જેવો છે. બનારસમાં વૈદિક લોકોને ભારે જોર હતું. જૈન મંદિર બાંધવાની પરવાનગી ના મળતી. મંદિર બંધાય ને બીજે દિવસે જમીનદોસ્ત થઈ જાય. ભાટ લોકો ભગવાનની મૂર્તિ રાખતા. આજે ભલુપુર છે તે વિસ્તારમાં એક વડની નીચે પ્રભુપાર્શ્વની મૂર્તિ સ્થાપીને યાત્રીઓ પૂજા કરતા. બનારસની નજીકમાં જ સિંહપુરી છે. તીર્થસંગ્રહમાં ઇતિહાસવિદ્દ સંશોધકનાં ઉદ્ધરણો ટાંકવામાં આવ્યા છે. ‘ભારતનાં કોઈપણ તીર્થસ્થાનનું મહત્વ આંકવામાં આપણે જે સૌથી ભયંકર ભૂલ કરી છે તેમાંથી એક એ છે કે આપણે બૌદ્ધધર્મને અતિશયોક્તિ પુર્ણ મહત્તા આપી છે. મિગદાવ(સારનાથ)ના રક્ષિત મૃગઉદ્યાનની પ્રાચીનતા એથી એ આગળ જઈ શકે એમ છે. આ તથ્ય તર્કની કસોટી પર કદી કસવામાં આવ્યું ધર્મચક્રી જિનો આ શબ્દોમાં જિનભગવાનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ધર્માશોક તે રાજા સંપ્રતિનું બીજું નામ છે. ઐતિહાસિક પરિબળનો સહારો લેવાનું આપણે શીખ્યા નથી. સિંહપુરી આપણું જ તીર્થસ્થાન છે. | ‘પરંતુ જૈનોએ પોતાના તીર્થોના ઇતિહાસ તરફ દુર્લક્ષ કર્યું છે. છેલ્લા દશ વર્ષમાં બૌદ્ધધર્મીઓએ લુપ્તપ્રાયઃ થઈ ગયેલા પોતાના ધર્મ માટે જે ધગશ બતાવી છે. તેના સોમા ભાગ જેટલી ધગશ પણ ભારતના જૈનોએ બતાવી નથી, સારનાથની જેટલી પ્રસિદ્ધિ છેલ્લા દશવર્ષમાં થઈ છે તેટલી પ્રસિદ્ધિ જૈનોના આ સિંહપુરી તીર્થ માટે થઈ શકી નથી, એ શોચનીય બીના છે. આજે જૈનમંદિર નિર્જન સ્થાનમાં તદ્દન વિખૂટું પડી ગયેલું જોવાય છે.” અમે આ જાતે જોઈને આવ્યા. ગુણિયાજી, પટના, કૌશાંબી અને શ્રાવસ્તી, અયોધ્યા અને પ્રયાગ જેવાં મહાન તીર્થો જરાય પ્રસિદ્ધિમાં નથી. વરસભરમાં ગણતરીના જ યાત્રિકો આવે છે. આપણાં તીર્થોને આપણે જ ભૂલી ગયા. આ વેદનાની ઉપર સંવેદના. જૈનતીર્થ સર્વસંગ્રહનાં પાનાઓ વંચાતા ગયા તેમ તેમ યાત્રાના દિવસો ફરીવાર જીવાતા ગયા. જે તીર્થ વિશે વાંચ્યું એ તીર્થની ભૂમિ નજર સમક્ષ સાકાર બનતી અનુભવી. આટલાં બધાં તીર્થોની યાત્રા કરી એવો અહોભાવ પણ થયો, જાત વિશે. હવે આવી યાત્રા ક્યારે થશે ? એ પ્રશ્ન તો કદાચ, સનાતન જ. નથી.” એથી એ એટલે બૌદ્ધધર્મથી. આજે સિંહપુરી બૌદ્ધતીર્થધામ છે. તિબેટ, બર્મા, ચીન, શ્રીલંકા, જાપાનના બૌદ્ધોએ સંખ્યાબંધ બુદ્ધમંદિરો ઊભા કરી દીધાં છે, આ જૈન તીર્થ છે એવી નિશાની પણ બચવા દીધી નથી. (હમણાં વળી દિગંબર જૈનોએ પોતાનું મંદિર વિશ્વપ્રસિદ્ધ સારનાથ સ્તૂપની સામે જ બનાવી દીધું તે એક અલગ વાત થઈ.) સારનાથ તરીકે જ આ સ્થાન ઓળખાય છે. અહીંનાં ખોદકામમાંથી શિલાલેખ મળેલો. તેના, ધર્માશોકનરાધિપસ્ય સમયે શ્રી

Loading...

Page Navigation
1 ... 105 106 107