Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 101
________________ ૧૮૯ ત્યાં વોચમેન કહેતો હતો : રોજ રાતે રેસ્ટહાઉસના કંપાઉન્ડમાં હાથી આવે છે. ફણસનું વૃક્ષ છે તેનો લાભ લેવા. ગામ બહાર તળાવ છે ત્યાં તો ટોળેટોળા નહાવા આવે છે. પાણીમાં ધમાલ મચાવી મૂકે છે. સાથે મદનિયાં હોય છે તેય ભારે ચપળ. અમને કહે : રાત રૂક જઈએ, સબ દેખ સકોગે. અમે કાંઈ હાથી જોવા નીકળ્યા નહોતા. સાંજે વિહાર કર્યો. વોચમેન કહેતો હતો : અંદર જંગલમાં અમે જીપ મૂકી દઈએ છીએ તો હાથી તેની સામે રમત કરે છે. સૂંઢથી જીપને ખેંચે, પગથી ધકેલે. જીપના ટાયર ફરે એટલે રાજી થાય. મદનિયું ધક્કા મારે પણ ન ફાવે. એક વાર હાથી છંછેડાયેલો તો એણે જીપને ઊંધી વાળી દીધેલી. આ ગજરાજના જોખમવાળો રસ્તો હતો. રાતવાસો તો સલામત જગ્યામાં જ કરવો હતો. સ્કૂલ મળી તેની ચાવી નહોતી. બહાર જ ઓસરીમાં સંથારા કરવાના હતા. હાથીનો હુમલો જોખમી એટલા માટે હોય છે કે તે છેક નજીક આવી જાય ત્યાર સુધી અંદાજ નથી આવવા દેતો. રાતની ઊંઘમાં આવું જ બને છે. એ રાતે શું બનશે તેનો અંદાજ આવતો નહોતો. ઊંધ આવે તેમ નહોતી. પ્રભુનું નામ અને બારેય ભાવનાનું મનન કરતા સૂતા. રાતે કુંવાધાર વરસાદ પડ્યો. સૂવાની જગ્યા પર જ પાણીનો ધસારો. સદ્નસીબે એ સ્કૂલની ચારેકોર ઓસરી હતી. પાછલી બાજુએ ફરસ વગરની ધૂળિયા જમીન પર સંથારા પથરાયા. વરસાદમાં તો ગાંડો હાથી હડી કાઢતો હશે. અહીં આવી જશે તો ? તો શું થવાનું ? આયુષ્ય મજબૂત હશે તો બચી જશું. આયુષ્ય ખૂટ્યા હશે તો અગમની દુનિયામાં ઉપડી જશું. મોતના ભયથી હાથી પર દ્વેષ બંધાય તે સાધનાનાં લક્ષણ નથી. હાથી આવે તો એમાં આપણા કર્મોનો જ ફાળો સમજવાનો. કર્મો હળવા કરવાની તક આવતી હોય પછી ભીતિ શાની ? (૪) બદરમા ઘાટમાં વાઘનું પણ અભયારણ્ય છે. એક બોર્ડ રસ્તામાં વાંચ્યું : Now you are inside. એટલે તમે વાઘની દુનિયામાં છો. ગમે ત્યારે વાઘ તરાપ મારી શકે છે. બીજું બોર્ડ હતું : We are your friends. વાઘનું ચિત્ર પણ હતું. વાત સાચી. વાઘ આપણો મિત્ર છે. આપણેય વાઘના મિત્ર છીએ. આપણે વાઘને કશું ન કરીએ. વાઘ આપણને કંઈ કરી બેસે તો ? વાઘને રોકી રાખવાના બોર્ડ તો હોય નહીં. વાઘને એ વાંચતાય ન આવડે. એ તો પહેલી ૧૯૦ ઠોકર બોર્ડને જ મારે. મનોમન કહ્યું : વાધબાપા, બોર્ડની સૂચના તમેય પાળજો. અમને કાંઈ થયું તો મુશ્કેલી કલક્તાવાળાને થશે. આ બાજુ પછી કોઈ મહાત્માઓ આવશે જ નહીં. (૫) બદરમા હરવા ફરવાની જગ્યા પણ ગણાય છે. જંગલમાં મોટા ટાવર્સ ઊભા કરવામાં આવ્યા છે. અલગ અલગ સ્થળે. રાતે એની પર બેસી જવાનું. વાઘ જોવા મળી જાય. હાથી અને હરણ જોવાનાય આવા જ ટાવર્સ. જંગલની અંદર રોડ રસ્તે જવું પડે. એ રસ્તે ચાલતા જવાય જ નહીં. જંગલખાતાની જીપ જ જોઈએ. વાઘ જેવા આક્રમક પશુઓની સૃષ્ટિમાં પણ એક શિસ્ત છે. આ પશુઓ વનખાતાના કર્મચારીઓને કશું કરતા નથી. વાઘ જેવા વાઘ કર્મચારીઓ પાસે આવે તો બેઠા રહે છે. ડરતા નથી. હુમલો નથી કરતા. એને બદલે બીજા કોઈ કપડામાં માણસ આવ્યો હોય તો ભારે હંગામો મચી જાય. વાઘ સામાન્ય રીતે વીસ ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. ઊંચાઈ પરથી નીચે કૂદવાનું હોય તો છત્રીસ ફૂટની એક ફાળ ભરવાનું એને માટે સહજ છે. અજાણ્યા લોકોને એ જીવતાં ન છોડે. જો કે વધારે ક્રૂર તો માણસ છે. હાથીના અને વાઘના અસંખ્ય શિકાર થઈ રહ્યા છે. દુનિયાભરમાં હાથીના દાંત અને વાઘની ચામડીની મોટાપાયે દાણચોરી થાય છે. હાથી અને વાઘની હત્યાનો સિલસિલો એવો ચાલ્યો છે કે પચાસ વરસ પૂર્વે ભારતમાં અંદાજે ચાલીસ હજાર વાઘ હતા તે ઘટીને આજે માત્ર બે હજારની સંખ્યામાં બચ્યા છે. વાઘની ઘણી જાતિઓ હોય છે. તેમાંની કોઈ જાતિનો તો વંશછેદ થઈ ગયો છે. સરકારની બુદ્ધિ સુઝી છે તે આવા અભયારણ્ય સ્થાપીને આ માનવકૃત હત્યા પર થોડો સંયમ તો બાંધ્યો છે. બદરમાના વિશાળ અભયારણ્યમાં આશરે સાડાચારસો હાથી અને અઢીસો જેટલા વાઘ છે. માણસો પર એ લોકો હલ્લો કરી બેસે તો પ્રાણીઓને દવા આપવામાં આવે છે. પશુઓ પર હલ્લો કરનારને સખત સજા થાય છે, જો પકડાય તો. આ જંગલમાં વાઘ કરતા હાથીની હિંસા વધુ થાય છે. હાથીદાંત માટે ખાસ તો નરહાથીને, સાયલેન્સર લગાડેલી ગનથી શૂટ અથવા બેભાન કરીને મારી નંખાય છે. હાથીદાંત ખેંચીને શિકારીઓ ભાગી જાય છે. પાછળથી વોચમેન લોકોમાં દોડધામ મચી જાય છે. મોટે ભાગે કોઈ પકડાતું નથી. આમાં કોઈ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107