Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 104
________________ ૧૯૫ નિવાસો નભતા નથી. કળાની દૃષ્ટિએ શાસનપ્રભાવક બની શકે તેવાં મૂર્તિશિલ્પનો પૂરતો પ્રચાર નથી થયો તે કબૂલવું જ પડશે. અમે હતા ત્યારે શ્રીલંકાના પર્યટકો આપણી ધર્મશાળાના બગીચામાં ફરવા આવેલા. આ જિનાલયમાં એ લોકો ન ગયા. બગીચાનાં ફૂલો ખૂબ મોટાં છે. તે ફૂલો વચ્ચે મોટું ખોસીને એ લોકો ફોટા પડાવતા હતા. એમણે જો મૂર્તિનાં શિલ્પની પ્રાચીનતા જાણી હોત તો એ લોકો જરૂર પ્રભુ સમક્ષ જાત. ગૌતમબુદ્ધની મૂર્તિઓને ભૂલવી દે તેવું હૃદયંગમ શિલ્પ જોઈને તેમને પ્રભુ મૂર્તિ પર અનુરાગ બંધાત. કદાચ, બોધિબીજની ભૂમિકા ઘડાત. એ ન બન્યું કેમ કે આ વિશેષતાનો પ્રચાર થયો નથી. પાવાપુરી અંગેની માહિતી. ગોરખપુર જિલ્લામાં કુશીનારાની પાસે ૫૫રિ નામે ગામ છે. તે પાવા નામે પ્રસિદ્ધ હતું. તો હજારીબાગની આસપાસનો વિસ્તાર જે ભંગી દેશનાં નામે પ્રસિદ્ધ હતો તેની રાજધાનીનું નામ પણ પાવા હતું. બિહાર રાજગૃહની પાસેનું પાવાપુરી તે ત્રીજી પાવા. પહેલી પાવા વાયવ્યમાં હતી. બીજી પાવા અગ્નિખૂણે. ત્રીજી આ બન્નેની મધ્યમાં આવતી કેમ કે ત્રીજી પાવાથી આ બન્ને પાવાની દૂરી એકસરખી હતી. આ કારણે ત્રીજી પાવા તે મધ્યમાં પાવા કહેવાય છે. બૌદ્ધ લોકોએ પ્રભુવીરની નિર્વાણDળી પપઉરમાં છે, તેવો જોરશોરથી પ્રચાર કર્યો હતો. કુશીનારામાં બુદ્ધતીર્થ છે તેની નજીકમાં પ્રભુવીરનું તીર્થ ઉપેક્ષિત છે તેવા એમના ભાવ. એમનાં સાહિત્યમાં સંખ્યાબંધ વાર પ્રભુવીરનો ઉપહાસ કરવામાં આવ્યો છે. ગોશાળાની તેજોલેશ્યાથી પ્રભુને જે અશાતા નીપજી હતી તેનું એમણે અવળું અર્થઘટન કર્યું. અને પ્રચાર કર્યો કે પ્રભુવીરે તો ખરાબરોગથી રીબાઈને પપઉરમાં દેહત્યાગ કર્યો. આવી વાહિયાત વાતો કરનારા બૌદ્ધપંડિતોને આપણા વિદ્વાન શ્રાવકોએ કસીને જવાબ આપ્યો. વાયરો એવો હતો કે જો આપણે જાગતા ન હોત તો પાવાપુરીનો મહિમા જ એ લોકો ભૂંસી નાંખત. સરકાર પણ લપેટમાં આવી જાત. બૌદ્ધધર્મને સૌથી વધારે રસ પોતાના પ્રચારમાં. તે માટે એ ભલભલાનો અપપ્રચાર કરી જાણે. દુ:ખની વાત એ છે કે આપણે અપપ્રચારમાં ફસાઈ જઈએ તેવું બને છે પરંતુ આપણો પોતાનો મજબૂત પ્રચાર કરતા રહીએ તેવું નથી બનતું. સંસ્થાઓ ઘણી છે. આવી લડત આપવાની તાકાત આજે ૧૯૬ કોનામાં છે ? રાજગિરિ વિશેની વાતોનો પાર નથી. રાજગિરિનો મૂળ પર્વત વિપુલગિરિ. પ્રભુવીરે આ જ પહાડ પર બિરાજીને રાજા શ્રેણિકને રામાયણની કથા સંભળાવી. સત્તરમી શતાબ્દીમાં આ પહાડ પર શ્રી જંબુસ્વામીજી, શ્રી મેઘકુમાર, શ્રી અંધકાચાર્યની મૂર્તિઓ હતી. આજે માત્ર શ્રી અઈમુત્તા મુનિની મૂર્તિ છે. મણિયાર મઠમાંથી શ્રી શાલિભદ્રની મૂર્તિ કે પગલાં મળ્યાં હતાં તે પટના મ્યુઝિયમમાં હોવાનું કહેવાય છે. તેની પર શ્રીશાલિભદ્રજીનું નામ સુદ્ધા કોતરેલું હતું. આજે એનો પત્તો નથી. એ હોત તો આ સ્થાન જૈનોનું છે તે પૂરવાર થઈ જાત. બૌદ્ધોનું આધિપત્ય આવત જ નહીં. શ્રી શાલિભદ્રજીનું શિલ્પ જ ગુમ થઈ ગયું. કદાચ, બૌદ્ધોના જ હાથ ખૂબ લાંબા છે. મણિયાર મઠમાં આજે સૌથી વધારે બૌદ્ધલોકો આવે છે. સોનગુફામાંય બૌદ્ધોએ કથાસંબંધની ગોઠવણ કરી છે. બુદ્ધનિર્વાણ પછી કોઈ મહાકાશ્યપની આગેવાની હેઠળ સોનગુફામાં બૌદ્ધભિક્ષુપરિષદ યોજાઈ હતી અને ગૌતમબુદ્ધ તથા આનંદનો વાર્તાલાપ સોનગુફામાં થયેલો તેવી કથાઓ ચાલે છે. ગુફાના શિલાલેખમાં આનો અણસાર સુદ્ધા નથી. ‘રંતુ’ અને ‘મુનિ' આ બે શબ્દો દ્વારા આખો શિલાલેખ જૈન ધર્મનો પક્ષ લે છે. બૌદ્ધ લોકો માનવા તૈયાર નથી. સરકારી સ્તરે આ ગુફા આપણી હોવાનું નક્કી થઈ ચૂક્યું છે. વૈભારગિરિ, વિ. સં. ૧૫૬૫માં કવિ શ્રી હંસસોમે અહીં ૨૪ ભવ્ય જિનાલયો હતો તેમ નોંધ્યું છે. પાંચ પર્વતના ગણીએ તો ૧૫૦ ચૈત્યો હતાં. વિ. સં. ૧૬૬૪માં શ્રી વિજયસાગરજીએ નોંધ કરી તેમાં થોડો ફરક આવેલો. વૈભારગિરિ પર ૨૫ ચૈત્ય. વિપુલગિરિ પર ૬. ઉદયગિરિ પર ૧. સ્વર્ણગિરિ પર ૫. વિ. સં. ૧૭૫૦માં શ્રી સૌભાગ્યવિજયજીની નોંધ મુજબ વૈભારગિરિ પર પર, વિપુલગિરિ પર ૮, રત્નગિરિ પર ૩, સુવર્ણગિરિ પર ૧૩ અને ઉદયગિરિ પર ૧ પ્રાસાદ, તો રાજગિરિ ગામમાં ૮૧ જિનાલયો હતા. આજે આવી આંકડાબાજી રમવા નથી મળતી. ગામમાં એક જ ભવ્ય જિનાલય. ઉદયગિરિ અને સુવર્ણગિરિનાં જિનાલયોમાં તો પ્રતિમાજી પણ નથી. જાણકારો એમ કહે છે કે જૈનમૂર્તિઓ ચોરીને વિદેશીઓને વેંચવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ચાલે છે. તેમાં રાજગિરિની અસંખ્ય મૂર્તિઓનો ભોગ લેવાઈ ગયો છે.

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107