Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 83
________________ ૧૫૩ ૧૫૪ આ ચુકાદો હતો. હુકમનામાનું ફરમાન જરા સુધરેલું હતું. શ્વેતાંબરોને મંદિર અને મૂર્તિના વહીવટનો સંપૂર્ણ હક આપવામાં આવે + + + + આપણને પડકારતી હતી. કલમ નં. ૨. હુકમનામાની રજૂઆત હતી કેબંને પક્ષે વિ. સં. ૧૯૯૧ સન્ ૧૯૦૫માં ઘડેલા ટાઈમટેબલ મુજબ ચાલવું. (૨) બંને પક્ષ પોતપોતાની આવક અલગ એકઠી કરી શકે છે. (૩) લેપ ખોદાયો છે પરંતુ વ્યક્તિ પકડાઈ નથી. ગુનો સિદ્ધ થતો નથી માટે નુકશાનીનો દાવો રદ કરવામાં આવે છે. ચક્ષુ-ટીકા-મુગટ-આંગી રાખવાનો શ્વેતાંબરોને હક છે. પોતાની પદ્ધતિ મુજબ પૂજા કરી શકે છે. (૫) દિગંબરોએ શ્વેતાંબરોની પૂજા પદ્ધતિમાં કોઈ હરકત ન કરવી. (૬) શ્વેતાંબરોએ દિગંબરોની લાગણી ન ઘવાય તે માટે કંદોર-કછોટા પાતળા કરવા. (૭) મૂર્તિ અને મંદિર શ્વેતાંબરોના છે પરંતુ તેમની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે. આ તઘલખી હુકમનામાને તાબે થવામાં કોઈ જ મજા નહોતી. દિગંબરો નારાજ ન થાય તે રીતે આપણને સાચવી લેવાની વાત હતી. તો દિગંબરોને પૂરી સંતોષ હતો નહીં. નાગપુરની કોર્ટમાં ૧૭-૭-૧૯૧૮ના રોજ શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરોએ cross apeal દાખલ કરી. પાંચ વરસ નીકળી ગયા. ૧-૧૦-૧૯૨૩ તારીખે ૧૬ પાનાનો ચુકાદો આવ્યો. તેમાં નિર્ણયની ભાષા બદલાઈ હતી. સવાલ સંપૂર્ણ માલિકીનો નથી. સવાલ સંપૂર્ણ વહીવટનો છે. શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર મળે તો એમને સંતોષ થશે. લેપમાં કંદોરા, કછોટાના આકાર કેવા કાઢવા તેની નિશ્ચિત સૂચના આપવાની જરૂર જણાતી નથી. લેપ કરવાનો, કટિસૂત્ર બનાવવાનો પૂરેપૂરો હક શ્વેતાંબરોનો છે. ચક્ષુ-ટીકા-આભૂષણ ચડાવવાની છૂટ શ્વેતાંબરોને મળે છે. ૧૯૦૫ના ટાઈમટેબલના સમયે દિગંબરોને ચક્ષુ-ટીકા વગેરે વિના પૂજા કરવાનો હક છે. + દિગંબરોએ કછોટા, કટિસૂત્ર-લેપ ખોદવા નહીં. તેમાં માથું ન મારવું. શ્વેતાંબરોને આ ચુકાદાથી થોડું આશ્વાસન મળ્યું. દિગંબરોનો હક ઊભો હતો તે નડતર હતું, પરંતુ દિગંબરોની ડખલગીરી પર પ્રતિબંધ મૂકાયો તે જીત હતી. દિગંબરો આથી પૂરા ગિન્નાયા. તેમણે ઇંગ્લેન્ડમાં અપીલ કરી, ૯-૭૧૯૨૯ના રોજ ત્યાંથી ચુકાદો આવ્યો તે આપણાં જ કામનો હતો. ઇંગ્લેન્ડની કોર્ટે નાગપુરનો ચુકાદો માન્ય કરીને દિગંબરોની અપીલ કાઢી મૂકી. નાગપુરની કોર્ટમાં અને પ્રીવી કાઉન્સીલમાં શ્વેતાંબરોને જે ખર્ચ લાગ્યો તેની રકમ ૬૮૯ પાઉન્ડ = ૧૦,૦૦૦ રૂ. દિગંબરોએ શ્વેતાંબરોને ચૂકવી આપવા તેવો આદેશ થયો. પોળકરોના વખતે પ્રભુને લેપ થતો. ૧૯૦૮માં લેપ થયો તે વખતે કબજો પોળકરોનો નહોતો. દિગંબરોએ એ લેપ ઉખેડી નાંખ્યો હતો. નાગપુરના ૧૯૨૩ના ચુકાદા પછી સન્ ૧૯૨૪માં લેપ થયો હતો. દિગંબરોએ સ્ટે માગ્યો તો ન મળ્યો. હવે શું કરવું ? તેમણે પોતાનું દિગંબર પદ જે અર્થ સૂચવે છે તે સાકાર કરવા માટે પોતાના પૂજા કરવાના સમયે ઉકળતા દૂધથી પ્રક્ષાલ કરીને, ગરમ પાણી રેડીને લેપને નુકશાની કરી. દરમ્યાન પ્રિવી કાઉન્સીલનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો. | (૪) પ્રભુનો અઘતન ભૂતકાળ ખૂબ લાંબો છે. એની ભૂલભૂલામણી ગજબની .

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107