Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 42
________________ ૭૧ નાનાં છે. જાપાનીઝ બૌદ્ધમંદિર મોટું છે. તેમાં પ્રચંડ બૂંગિયાના તાલે, તારસ્વરે ‘‘નામૂ-મ્યો-હો-રેં-મેં-ક્યો' આ મંત્રનું અવિરત ગાન ચાલે છે. દૂર દૂર સુધી તેના પડઘા રેલાય છે. (ગૃદ્ધકૂટ પર પણ આવું જ.) સાંજે સાડા ચાર વાગે પૂજા થાય. પહાડ પર રહેતા જાપાનીઝ સાધુ નીચે આવે. બુદ્ધમૂર્તિઓની સામે મૂકેલા દળદાર પુરાણા ચોપડાનાં પાનામાંથી પ્રાર્થના વાંચે. અગરબત્તી જલાવે. વિધિ પતે એટલે ઉપર-પહાડ પર ચાલ્યા જાય. રાજગૃહ પર શ્વેતાંબર કે દિગંબરનો વિવાદ નથી. વર્ચસ્વમાં આગળ છે, બૌદ્ધધર્મ. રાજગૃહીના પહાડી ઈલાકાના સીમાડે જ બિહાર ટુરિઝમનું બોર્ડ છે : બુદ્ધ ભગવાનની ભૂમિ પર આપનું સ્વાગત. ગોપુરમ્ જેવો ભવ્ય પ્રવેશદ્વાર રોડ પર છે, તેનું નામ છે, બિંબિસાર દ્વાર. ગૌતમવિહાર, તથાગત, સિદ્ધાર્થ આવા બધા હોટેલનાં નામ. શ્રીલંકા, કોરિયા, ચીન, જાપાનના બૌદ્ધધર્મીઓ આવતા જ હોય. વિવિધતીર્થકલ્પમાં સાતસો વરસ પહેલાંય શ્રીજિનપ્રભસૂરિજી મહારાજાએ લખ્યું છે : “પ્રતિવેશ વિોયન્ત વિહારશ્ચાત્ર સૌળતાઃ II અહીં ઠેરઠેર બૌદ્ધ વિહારો જોવા મળે છે. અમે સાંજે આવતા હતા ગઈ કાલે, ત્યારે રસ્તામાં એકકોરે ખોદકામ ચાલતું હતું. પૂછ્યું તો એ પુરાતત્વવાળો સરકારી આદમી કહે : “યે પુરાના સ્તૂપ ઈધર સે નીકલ રહા હૈ. બુદ્ધ કા હૈ.” અહીં ખોદકામમાં જે નીકળે તે હજાર વરસ જૂનું જ હોય અને તેય બૌદ્ધલોકોનું જ હોય. ધારો જ ધડાઈ ગયો છે. પ્રતિવાદ કરો તો કશું ન ઉપજે. જોયા કરવાનું, બસ. મહા સુદ પાંચમ : રાજગૃહ મહાભારતના પાંચ પાંડવો ભલે એક હતા. એમણે પોતપોતાની અલગ ઓળખાણ તો પ્રતિભા દ્વારા બનાવેલી જ. એમની એકતા એ તો છઠ્ઠી ઓળખાણ. રાજગૃહીના પાંચ પહાડોમાંય આવી છ ઓળખાણ છે. પહેલો પહાડ ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણભૂમિ. વિપુલ ગિરિ. વિશાળ પ્રસ્તાર છે એનો. એને અડોઅડ છે રત્નગિરિ. એ ખૂબ દૂર સુધી ફેલાયો છે. ગૃહ્રકૂટ એના વિસ્તારમાં. છેક ગિરિયકની પહાડી લગી એના વિશાળ બાહુ પહોંચે. ત્રીજો ઉદયગિર. અર્જુનની જેમ જ એકલો અને અદ્વિતીય. મહાભારતનાં યુદ્ધમાં અર્જુનનાં મૌલિક તાંડવ ઘણાં હતાં. ઉદયગિરિની વિશેષતા એ છે કે સૌથી પ્રાચીન જિનાલય આ પહાડ પર છે. જોકે, યુદ્ધના મુદ્દે આ ત્રણ નામ જ આગળ ૭૨ પડતા રહે છે. મહાભારતનાં રાજકારણમાં સહદેવ અને નકુલની કોઈ આક્રમક તાકાત યુદ્ધપૂર્વે ચમકી નથી. એ બે જરા જુદા છે. ચોથો અને પાંચમો પહાડ સુવર્ણગિરિ અને વૈભારગિરિ આ ત્રણથી જુદા પડે છે, કેમ કે આ બે પહાડ અને પેલા ત્રણ પહાડની વચ્ચે ધમધમતો ડામરિયો રસ્તો નીકળે છે. સુવર્ણગિરિને સોનિંગિર પણ કહેવાય છે. સહદેવના સ-સાથે તેની કુંભરાશિ અનુપ્રાસ જમાવે છે. તો વૈભારિગિર તે સૌથી નાનો નકુલ છે. બધાયનો લાડલો. સૌથી વધુ યાત્રિકો એને મળે છે. નજીકથી આ બધા વિભાગ પડે. દૂરથી તો પાંચેય એકજૂટ દેખાય છે. રાજગૃહ કે રાજગિરિ તરીકેય પાંચેય એક છે. મહાસુદ-૭ રાજિંગર પહેલી યાત્રા ઉદયગિરિની થઈ. પરમદિવસે સાંજે. થોડા આગળ નીકળી ગયા હતા અમે. રસ્તે ગાડી મળી. તેમાંથી મોઢે મુહપત્તિ બાંધેલા સાધ્વીજી ઉતર્યા. ઓઘો લઈને. આંખોમાં ધરતીકંપ ધણધણ્યો. એમણે આવીને હાથ જોડ્યા. એ લોકો રોપ-વે જઈને આવતાં હતાં. તેમણે ઉદયગિરિ પાછળ રહી ગયો છે, તેમ કહ્યું. જોકે, ગાડીમાં વિહરતા એ તથાકથિત શ્રમણી તો સદા માટે પાછળ જ રહેવાના તે દેખાતું હતું. ઉતરતી વખતે તેમણે ડ્રાયવરને કેસેટપ્લેયર બંધ કરવાની જોરથી આજ્ઞા કરી તે જોયું હતું. ગુંજતું હતું તે કશું ધાર્મિક તો નહોતું જ. રાજગૃહીના દરવાજે જરાસંધની બેન જીવયશા મળી, આ તો. એ પગમાં સ્લીપર ફફડાવતા ગાડી ભેગા થઈને ઉડી ગયા. અમે પાછા ફર્યા. ઉદયગિરિની તળેટીમાં શ્વેતાંબર અને દિગંબર ભાથાખાતાં દરવાજા વિના, ખાલીખમ ઊભાં હતાં. ત્રીજું મકાન સ્થાનકવાસીનું હતું તેને તાળાં લાગેલાં. આરોહણ ચાલુ કર્યું. નવમી મિનિટે તો ઉપર પહોંચી પણ ગયા. આપણા મંદિરને ફરતો કોટ છે. કોટમાં ચાર દિશાના ગોખલા છે તેમાં પગલાં છે. મધ્યમાં મંદિર છે. પાર્શ્વપ્રભુની મૂર્તિ હતી તે સલામતી માટે નીચે, ગામની ધર્મશાળાનાં દેરાસરે લઈ ગયા છે. રાજગૃહીમાં શ્રી મુનિસુવ્રતદાદાનાં ચાર કલ્યાણક થયા છે તેમાં એકેય કલ્યાણક આ ગિરિ પર નહીં થયું હોય ? આ ગિરિને તીર્થભૂમિ ગણવો કે કલ્યાણકભૂમિ ? સંશોધન કરવું મુશ્કેલ છે, પણ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107