Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 562
________________ શ્રેયમાગી શ્રાવિકા યાને આદર્શ આરાધિકા – સુલસા [સાંપ્રત સમાજમાં મોટા ભાગના શબ્દો તેના અર્થ ખાઈ બેઠા છે. આનાં કરતાં પણ, આ વિષયમાં નગ્ન સત્ય ન કહેવું હોય તે પણ આ સ્પોકિત તો અનિવાર્ય જ છે કે, મોટા ભાગના શબ્દોનો ઉપયોગ તેના સાચા પરિપ્રેક્ષ્યમાં (in proper perspective) થતા નથી. આ કારણથી જ આજે શબ્દોનો જે ખોટા પરિપ્રેક્ષ્યમાં ઉદ્યોગ ાય છે તેના કારણે માનવ-મનની અભિવ્યક્તિનું આ માધ્યમ (medium) ક્લુષિત બન્યું છે. આ કલુષિતતાના કારણે સમાજના આચરણમાં પણ કલુષિતતા અને વિસંવાદિતા વ્યાપ્ત બની ગઈ છે. આનાં ઉદાહરણો શોધવા જવાં પડે તેમ નથી. આવું એક ઉદાહરણ છે—શ્રદ્ધા શબ્દનો ઉપયોગ. શબ્દકોષમાં શ્રદ્ધા શબ્દનો અર્થ શું થાય છે તેની ચર્ચા અહીં અસ્થાને છે. સાધક આત્મા માટે શ્રદ્ધા શબ્દની સમુચિત પરિપ્રેક્ષ્યમાં સાચી અભિવ્યકિત તા એક જ હોઈ શકે. આ અભિવ્યકિત છે : “શ્રદ્ધા એવે સમાજના કોક્ષમાર્ગી વિશ્વાસ”. જે વિશ્વાસમાં સમજણ અને શ્રેય નિહિત નથી તે વિશ્વાસને શ્રાદ્ધા કહી શકાય નહી. સાંપ્રત સમાજમાં અને તેમાં પણ ‘શ્રી સંઘમાં સમ્યક શબ્દનો ઉપયોગ તેના વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં તે નથી, જેના કારણે સમ્યક દર્શન અને ચારિત્ર્યના આચરણામાર્ગ આવરિત ભૂમિલ બન્યો છે. આ આવરણથી આવેલી ભૂમિકતાના કારણે આજના વૈતિક કે ચોક્કસ વર્ગના આચાય જ. આચારધર્મની આધારશીયા બની ગયા છે. આનાથી નિવેશ' આવે છે એ સર્વશ કથિત સનાતન સત્ય છે. શ્રાવિકા સુલસાનું શ્રી ચતુર્વિધ સંઘમાં જે વિશિષ્ટ સ્થાન છે તે એની શ્રેયકારક સમ્યક શ્રદ્ધાના કારણે છે. સમ્યક્ શ્રદ્ધાની તેની સાચી સમજના કારણે સર્વજ્ઞ એવા ભ મહાવીરે પણ તેને “ધર્મલાભ” પાઠવ્યો કે જે સામાન્ય રીતે અપ્રત્યાશીત ઘટના છે. આ અપ્રત્યાશીત ઘટના અનન્ય છે. કારણ કે સર્વજ્ઞ કામણ મહાવીર દેવે, શ્રાવિકા સુવાને ધર્મલાભ' પાઠવવાના માધ્યમથી સમ્યક-શ્રાદ્ધાવાન વ્યકિતનું શ્રી સંઘમાં શું સ્થાન છે તેના વ્યવહારીક નિર્દેશ જ નથી કર્યો પરંતુ શ્રી સંઘમાં શ્રાદ્ધાવાન વ્યકિતઓના સ્થાનની સ્વયં પ્રતિષ્ઠા કરી છે. શ્રાદ્ધાવાન આ સાથે એ હકીકત પણ એટલી જ મહત્ત્વની છે કે, શ્રાવિકા સુવાને પોતાના ષિત આચરણ દ્વારા વ્યકિતએ, શ્રાદ્ધાને આચરણના માધ્યમથી જ અભિવ્યકિત આપે છે એ સત્યની સાબિતી કરાવી આપી છે. શ્રાદ્ધા શુષ્ક ન હોઈ શકે. શ્રાદ્ધા સક્રિય જ હોય. સક્રિયતા અને શ્રાદ્ધા એક જ સિક્કાની બે બાજુઓ છે. સાંપ્રત સમાજમાં આવી હોયકારક શ્રાદ્ધા સાકાર થાય એ હથી. કાવિકા સુસાના આરાધકળાયાનું આલેખન કરી ભાઈ શ્રી દોશીએ આરાધક ભાવની ઉપાદેયતાને ઉજાગર કરી છે. સંપાદક) Jain Education International [] લેખક: શ્રી પુનમચંદ નાગરદાસ દોધી ડીસા-બનાસકાંઠા | “ગરજનો ! સાંભળજો, આજે સાક્ષાત બ્રહ્માજી સપરિવાર ઉદ્યાનમાં પધાર્યા છે. દર્શનાભિલાષીએ આ અમૂલ્ય અવસરના અવશ્ય લાભ લે.” રાજગૃહી નગરીના મહોલ્લે, મહાલ્લે ઢોલ પીટીને ઢોલી નગરજનોને આ સંદેશ સંભળાવી રહ્યા હતા. સંશયના પડઘા પાડતા માનવમહેરામણ ઊભરાયો. શું બ્રહ્માનું રૂપ! આડંબરપૂર્વક બિરાજેલા બ્રહ્માનું ઐશ્ચર્ય અને આજસ જોઈ જનગણ અંજાઈ ગયો. આખું નગર હર્ષ-હિલાળે ચઢયું. ચારે ને ચાટે એક જ ચર્ચા થતી દેખાઈ. ભ્રમણામાં રાચતો જનસમાજ “ઈશ્વર-દર્શન”થી કૃતાર્થ થયો! છતાં એક ન ગઈ સતી શ્રાવિશ્ર સુલસા !!!. હું સુવસા મુખ્ય હતી? શું સુવાના કૈંયામાં શ્રી સહજ કુત્તુહલવૃત્તિ પણ ન હતી? ના, ના, સુલસા સર્વજ્ઞપ્રણિત સમ્યક શ્રદ્ધાની ધારક, “નારી તું નારાયણી'ના ભાવને જાગૃત કરનાર આદર્શ નારી હતી. અરિહંત પરમાત્મા ભ. મહાવીરના સાધના માર્ગની ઉપાસિકા હતી, નારીસહજ કોમળતા અને વાત્સર્ગની મતિ હતી. રાજગુડીના પ્રમુખ નાગરિક શ્રેષ્ઠી નાગસારથીની જીવનસંગીની હતી. શ્રદ્ધાના સહારે એણે સર્વજ્ઞકથિત સત્ય તત્ત્વો અને દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. અન્યના સ્વાનુભવથી સુકમામાં એ તબ તાકાર વર્ષ ગયું હતું કે, પ્રત્યેક આત્મા જ્યારે કર્મ-મળથી શુદ્ધ થઈ સ્વ-સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. આવું પરમાત્મસ્વરૂપ પરથી નવી તું. પરંતુ સ્વ-રૂપાની પ્રાપ્ત થતું સ્વત્વનું શુદ્ધ સ્વાશ્રયી સ્વરૂપ છે. આવી પરિણતીવાળા આત્મા અરિહંત કે સર્વા ભગવંતનું શરણ સ્વીકારે એ નવિવાદ સત્ય છે. આવી શરણાગતીમાં આત્માના સ્વત્વ કે સત્વનું સમાપન નથી હતું. આ કારણથી આવી શરણાગતી. ત્યારે જ સોંપૂર્ણ બને છે કે જ્યારે પોતાના આત્મામાં નિહિત સ્વત્વ અને કર્મનિર્જરા માટે આવશ્યક એવું આત્મિક, સત્ત્વ, આત્માના આંતરિક ગુણ-અનંતવીર્યથી આજસવાન બની સ્વયં પ્રકાશીત બને છે. આવી નિષ્ણ જ્યારે પ્રત્યક્ષ અનુભવનો વિષય બને ત્યારે જ માનવું કે સર્વજ્ઞકથિત સત્યદર્શન અને સત્યધર્મની શાશ્વત સ્વરૂપે અર્થાત ભાવિક સમતિની પ્રાપ્તિ થઈ છે. આવા માયિક સકિતનો સ્વામી હોય એ આત્માની અતિષના એ હોય છે, કે અરિહંત પદને પામેલ કોઈ વ્યકિત કે આત્માના તે વ્યકિતરાગી નથી હોતો. પરંતુ અરિહંતપદ પ્રાપ્ત કરેલ આત્મા વ્યવહાર નયને આઝાયીને જે નામથી ઓળખતા હોય છે તે નામથી પણ ક્ષાયિક સમકિતના સ્વામી અરિહંતાશ્રિત આત્માના શુદ્ધ સ્વરૂપના જ પૂજક હોય છે નહીં કે કોઈ નામથી ઓળખાતા દેહધારી આત્માના કર્માશ્રયી દેહના. સુલસામાં આ સત્ય તદાકાર હતું તેથી જ બ્રહ્માનું બ્રહ્મસ્વરૂપ કે લોકોનો તેના પ્રતિનો અહેાભાવ સુલસાના આત્મપ્રદેશને સ્પર્શી શકયો નહીં. આત્માની આંતરિક શકિત પ્રતિ શ્રાદ્ધાવાન આત્મા બાહ્ય ચમત્કારો કે ક્ષણિક સુખ કે આનંદના આકાંક્ષી ન હોય. એ તો હાય શાશ્વત સુખ અને આનંદનો ઉપાસક. આવી આત્મપ્રતિતિયુકત નિશ્ચલ સમ્યક શ્રદ્ધામાંથી જન્મેલી આસ્થાનો આજના સમાજને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવું વાતાવરણ અને ઉજ્જવળ પરંપરાનું પુનરૂત્થાન કરવાનું કોય રાજેન્દ્ર જ્યોતિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638