Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 583
________________ પ્રરૂપણા કરવાનો કે અભિપ્રાય આપવાના અવસર ઊંભા થાય ત્યારે સર્વજ્ઞના શાસનને પામેલા આત્મા પોતાની સલામતી ખાતર એમ જ કહે કે ‘સ્વ-ક્ષયોપશમ મુજબ સર્વજ્ઞની આજ્ઞા કે આદેશને જે રીતે સમજી શકું છું તે મુજબ... આમ હોય કે હોવું જોઈએ.” આવું કથન કરતી વખતે પણ દરેક ાત્માએ એ વાતની સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ કે “પાતાની સમજથી ભિન્ન માન્યતા કે આચરણા કરનાર આત્માના પરિણામ કે અધ્યવસાય અંગે કોઈ પણ તેનું નિર્માવાત્મક કે ચોક્કસ (definate) વિધાન ન કરે." આવું વિધાન ન કરવાનું મુખ્ય કારણ એ છે કે, સર્વજ્ઞ વચનની જાણકારી કે બાધ માત્રથી જ કોઈ પણ આત્મામાં અન્ય આત્માના અધ્યવસાયો કે પરિણામો જાણવાની ક્ષમતા આવતી નથી. આવી ક્ષમતા ા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આત્મા સ્વપુરુષાર્થ કરી ચોક્કસ પ્રમાણમાં કર્મનિર્જરા દ્વારા પોતાના આત્માને અવારનવાર અજ્ઞાનના અંધકાર આંશિક રીતે કે સંપૂર્ણપણે દૂર કરે. આત્મજ્ઞાન અનુમાનાના આધારે આવતું નથી. એ તો સ્વ-પુર પાર્થના આધારે થતી. આત્મપ્રતીતિથી જ આવે છે. આવી. આત્મ પ્રતીત કે અન્ય પ્રકારની જાણકારી આત્માને કેવી રીતે થાય છે. આત્માની સ્વમાગી કે પીય પ્રવૃત્તિનું મૂળ જા આધાર સર્વજ્ઞ-કથીત સ્વયંસિદ્ધ સત્ય એ છે કે જીવ-આત્માના મૂળભૂત ગુણામાં અર્થાત સ્વભાવ સ્વરૂપે જ્ઞાનના ગુણ રહેલા છે જ. આ ગુણના પ્રગટ સ્વરૂપમાં ન્યૂનાયિકના (આા-વધતાપણ) ઈ શકે અને હોય છે. એ સામાન્ય અનુભવની વાસ્તવિકતા છે. આત્માની આંતરિક કે બાહ્ય અથવા સ્થૂળ કે સૂક્ષ્મ પરિણતી તથા પ્રવૃત્તિની આધારશીલા અન્ય ગુણા તથા કારણેામાં આ જ્ઞાનને। ગુણ પણ મૂળમાં આધાર રૂપે છે. જ્ઞાનના બે મુખ્ય પ્રકાર: સમગ્ર વિશ્વના તથ્યો તથા તત્ત્વાના પદાર્થ-બાધ જેમને હસ્તામલકવત હતો તેવા સર્વજ્ઞ ભગતોને આ ‘પદાર્થપાય’| નિરુપણ કરતાં કહ્યું છે કે સમસ્ત સંસાર ચેતન (જીવ) અને જડ (અજીવ) એમ બે મુખ્ય તત્ત્વોની ‘યથાવત ’ સમજણથી સમજી શકાય છે અને તેના પ્રત્યેક રહસ્યો જાણી શકાય છે. આ બે મુખ્ય તત્વોમાંથી જીવનું લક્ષણ ચૈતના અત્યંત આત્માની અંદર સડેલી જ્ઞાનશક્તિનું વર્ણન કરતાં શાનના બે મુખ્ય ભેદત કેળવી ભગવતોએ કા છે. (1) ઇન્દ્રિયશ્ચિત માન અને (૨) ઈન્દ્રિયાતીત જ્ઞાન. (અહીં ઈન્દ્રિયાતીત એટલે ઈન્દ્રિયની સહાય માધ્યમ સિવાયનું જ્ઞાન એમ સમજ્યું). ઈન્ધિ | s su | શાન દરેક આત્માની કર્મબહ અવસ્થાની સ્થિતિ અર્થાત સ્વાપાર્જીત કર્મની તીવ્રતા કે હલકાપણા પર આધારિત છે. બીજી રીતે કહીયે તે એમ પણ કહી શકાય કે ઈન્દ્રિયજન્ય કે ઈન્દ્રિયાશ્રીત જ્ઞાન કે એનો બાધ “પ્રવાહી પરિસ્થિતિ” ( fluid condition ) એના આકાર-પ્રકાર ( shapes and modes) વિવિધ પ્રકારના છે. જ્યારે ઈન્દ્રિયથી ભિન્ન એવી જીવની મૂળ જ્ઞાનશકિત તત્ત્વત: અર્થાત તાત્ત્વિક રૂપે તથા ગુણરૂપે (substantially and qualitatively) પ્રત્યેક આત્મામાં એકસરખી જ છે. “અભવી” આત્માઓ આમાં અપવાદ રૂપે હોઈ શકે એમ માનવાને કારણ છે, પરંતુ એ માટે સ્પષ્ટ શાસ્ત્રાધાર હજી સુધી જોવામાં કે સાંભળવામાં આવ્યા નથી. સમ્યક દર્શનની સરળ છતાં સ્પષ્ટ વ્યાખ્યા : રાશીત સાક્શન પ્રતિ ક્ષણિક રૂપે (momentary) પણ વી. નિ. સં. ૨૫૦૩ Jain Education International શ્રાદ્ધા થવી અર્થાત સમગ્ર વિશ્વના પદાર્થો તથા તત્ત્વો વિશે સર્વજ્ઞભગવંતોએ જે પ્રરૂપણા કરી છે તેને વિશેષરૂપે જાણીને કે જાણ્યા વગર પણ, સર્વજ્ઞ ભગવંતોએ કહેલ વચન કે વાણી સત્ય છે તેવી ક્ષણીક પ્રતીતિ પણ સમ્યક્દર્શનની ઉપરધ્ધિ તેિટલા સમય પૂરતી પર્યાપ્ત છે. બીજા શબ્દોમાં કહીએ તે જ્ઞેય પદાર્થોના સામાન્ય ધર્મને “યથાવત ” જાણવું તેનું નામ સમ્યકદર્શન. સમ્યક જ્ઞાનનું સ્વરૂપ, વ્યાખ્યા : દરેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ ધર્મ હોય છે. સામાન્યનું જ્ઞાન થયા પછી વિશેષ ધર્મનું જ્ઞાન મેળવવા ધાર્યું કરવાની ઈચ્છ થાય અને એના પરિણામે શેષ પદાર્થના વિશેષ ધર્મનું શાન થવું કે મેળવવું એને સમ્યકજ્ઞાન કહેવાય છે. ટૂંકમાં શેય પદાર્થોના સ્વરૃપ અને સ્વભાવનું પચાવત' જ્ઞાન થવું તેનું નામ સમ્પક, જ્ઞાન, આત્માની ચૈતન્યશકિતનું દ્વિપક્ષી સ્વરૂપ : આત્માના મૂળ ગુણ રૂપ ચૈતન્યશકિતનું સ્વરૂપ સ્વભાવ-ત્ર્યયુકત અર્થાત ત્પિપક્ષી છે. આત્માની ચૈતન્યને એકલી 'જ્ઞાનસ્વરૂપે' જ વિદ્યમાન નથી હોતી; પરંતુ જ્ઞાન અને દર્શન એમ સંયુકત સ્વરૂપે હોય છે. આ સંયુકત સ્વરૂપાત્મક ચૈતન્યશકિત કહેવા પાછળના તર્ક અને તથ્યયુકત કારણામાંથી પ્રથમ કારણ એ છે કે, કોઈ પણ પદાર્થ એક ધર્મી હોતો નથી. પરંતુ સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મસ્વરૂપયુકત જ હોય છે. બીજું કારણ એ છે કે, સામાન્ય પદાર્થબાધ થતી વખતે પણ જીવના આત્માપયોગ ચઢતા અને ઉતરતા એમ બે પ્રકારે હાય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ પણ માનવી પર આપણી દિષ્ટ પડે છે ત્યારે સામાન્ય રૂપે એ માનવ છે એમ અનુભવીઓ છીએ પણ એની સાથે સાથે વ્યકત કે અવ્યકત રીતે પણ એ માનવ છે એટલે જીવયુકત અને વિવિધ અંગવાળા તથા બુદ્ધી શકિતવાળા છે એ પણ જાણીએ છીએ. આવી વ્યકિતની માત્ર માનવી તરીકેની ઓળખાણ ખાસ કરીને સામાન્ય ઓળખાણની સાથે જ વિશેષ ઓળખ પણ આવે છે તેનું કારણ આમાની ચૈતન્યશનિનું આ સ્વરૂપાત્મક હોવું એજ છે. સમ્યક દર્શનની સામાન્ય વ્યાખ્યા : આ જ્ઞાનશકિતથી જીવને જ્ઞેય પદાર્થના ખ્યાલ પેદા થાય છે તેમાં પ્રાથમિક ખ્યાલ પણ જ્ઞાનના દર્શન કહેવાય છે. પદાર્થબાધની પ્રથમ ભૂમિકા તે દર્શન છે તેમાં વસ્તુના ખાસ સ્વરૂપના ભાસ નહિ થતાં ફકત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. સર્વ શેય પદાર્થો સામાન્ય અને વિશેષ એમ બન્ને ભાવયુક્ત હોય છે સામાન્ય વિના વિશેષ હોઈ શકે નહિ. જેમ કે વિવિધ ફળો પૈકી આંબાનું ફળ દષ્ટિ સન્મુખ થતાં પ્રથમ તો કેરી સ્વરૂપે સામાન્ય બોધ થાય ત્યાર પછી તે કેરી મેોટી છે, મીઠી છે, પરિપકવ છે, વિગેરે કેરી અંગેના વિશેષ બોધ થાય છે. આ ફળમાં કેરી સ્વરૂપ સામાન્ય ભાવ છે, તો જે મોટાઈ, મીઠાશ, પરિપકવતા વિગેરે વિશેષ ભાવા છે. જયાં કેરી સ્વરૂપ સામાન્ય ભાવ જ ન હોય તો પછી ત્યાં મોટાઈ મીઠાશ વગેરે વિશેષ ભાવનું અસ્તિત્વ જ કયાંથી હાય ? માટે સામાન્ય અને વિશેષ એ બન્ને ભાવો પ્રત્યેક વસ્તુમાં સંલગ્ન છે. જેથી દરેક પદાર્થને બોધ, પ્રથમ સામાન્ય અને પછી વિશેષ થાય છે. તેમાં શેયના વિશેષ ધર્મને જાણવાવાળા આત્માના જે છે ગુણ તે શાન છે. શેયના સામાન્ય ધર્મને જણવાવાળા આત્માના જે ગુણ છે તે દર્શન છે. ગુણય : આ રીતે પદાર્થ બાધ થતી વખતે ચડતા ઊતરતા વિવિધ પ્રકારના આત્માપયોગરૂપ ભેદના વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે થતો ખ્યાલ ચુકાઈ ન જાય તે માટે આત્માની ચૈતન્યકિતને For Private & Personal Use Only ૨૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638