Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 587
________________ સાધના–માર્ગના સક્રિય શુભારંભ ' અર્થાત્ દેશ વિરતી ધર્મ (બાર વત) [] લેખક: સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી, કલ્પલતાશ્રીજી ૫રમ તારક શ્રી વીતરાગ પરમાત્માએ આત્માના કલ્યાણની સાધનાને - સ્વ - સ્વરૂપપ્રાપ્તિનો માર્ગ દર્શાવતાં કહ્યું છે કે, “હે ભવ્ય જીવ ! તારી મુકિત તારા જ હાથમાં છે. મુકિત કોઈની આપી મળતી નથી અને કોઈનાથી મુકિત આપી શકાય જ નહીં.” અર્થાત આત્મકલ્યાણને માર્ગ આત્મ-પુરુષાર્થને [self-efforts છે. આવો પુરુષાર્થ ત્યારે જ શકય બને છે કે જ્યારે આત્મામાં પરિણતી આવે. પરિણતી વગરની પ્રવૃત્તિ સ્વયં - સંચાલિત યંત્રની પ્રવૃત્તિ જેવી નિર્જીવ પ્રવૃત્તિ જ સાબિત થાય. સાચી પરિણાતી આવી ત્યારે જ કહેવાય કે જ્યારે તદનરૂપ પ્રવૃત્તિ આવે. એવી પરણતી કયારે અને કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે, દરેક જીવાત્મા અનાદિ અનંતકાળથી કર્મના બંધનેથી બંધાયેલ છે. આવા સતત [contineous] બંધનના કારણે આત્માની પરકીય પદાર્થો પ્રતિની પ્રીતિ (attachme-t) અને તદનુરૂપ પ્રવૃત્તિ સાહજિક [ Natural] બની ગઈ હોય એવો આભાસ [ illusion] ઉત્પન્ન થાય છે પરંતુ વાસ્તવિકતા [reality] આ આભાસનું કારણ છે- આત્માનું પોતાની શકિત અને સ્વરૂપ વિશે અજ્ઞાન’ આમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની થન્કીંચિત પ્રાપ્તિ થતાં અજ્ઞાન, દૂર થાય છે. આ અજ્ઞાન દૂર થતાં આત્માનું અસલી સ્વરૂપ તથા શકિતઓનું આપણને “યથાવત ” જ્ઞાન થાય છે. પણ, આવું જ્ઞાન થવા માત્રથી આત્માનું કલ્યાણ શકય નથી. જેવી રીતે કોઈ પણ રૂ. ૧,000 રૂપિયાની નોટ ઓળખી શકે છે પણ રૂ. ૧,૦૦૦ રૂપિયાની નોટ કમાવવા કે મેળવવા માટે આવડત, પુરુષાર્થ અને પ્રારબ્ધ આ ત્રણેને સંયોગ થવો જરૂરી છે, તેવી જ રીતે મેણા માર્ગની સંપૂર્ણ આરાધના કરવા માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની આવશ્યકતા અનિવાર્ય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તથી માનસિક કે વૈચારિક પરણિતી પ્રાપ્ત થાય છે પણ આ પરિણતી પૂર્ણ ત્યારે જ બને કે જ્યારે તે પ્રવૃત્તિમાં પરિણમે- અર્થાત સમય, ચારિત્ર્યનું પાલન થાય કે પ્રાપ્તિ થાય. આવી પરિણતી સક્રિય પ્રયત્નોથી જ સાધ્ય બને છે. આ પ્રયત્નોની પરંપરા પૂર્ણ ત્યારે જ બને કે જ્યારે આત્મા સર્વ- વિરતીપણું પ્રાપ્ત કરે અથવા એ પ્રાપ્ત કરવા પ્રતિજ્ઞાબદ્ધ થાય. સર્વ - વિરતીપણુ એટલે સંસારની સર્વ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાય તે માટે સ્વીકારેલી સ્વેચ્છાપૂર્વકની મર્યાદાઓ. આવી સ્વૈચ્છિક મર્યાદા સ્વીકારવાની જેમની શકિત અને / અથવા ભાવના નથી તેવા આત્માઓનું શું? શું આવા આત્માઓનું આત્મ - કલ્યાણનું અભિયાન અટકી જાય ? ના, પરમ ઉપકારક શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાને અંશત: (Partially) અનુસરવાથી પણ આત્મોન્નતિ અટકતી નથી જ. આવી મર્યાદિત શકિતવાળા જીવો માટે શ્રી વીતરાગ પરમાત્માએ દેશવિરતીને | શ્રાવક ધર્મને ] માર્ગ ચીંધ્યો છે. મર્યાદિત ભાવના અને શકિતવાળા જીરે માટે સર્વજ્ઞ ભગવંતે ૧૨ વ્રત અંગીકાર કરવાની આજ્ઞા ફરમાવી છે. આ બાર વ્રત આ પ્રમાણે છે: ૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત, (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત, (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત, (૬) દિક - પરિમાણ વિરમણ વ્રત, (૭) ભેગોપભોગ વિરમણ વ્રત, (૮) અનર્થ દંડ વિરમણ વ્રત, (૯) સામાયિક વ્રત, (૧૦) દેશાવગાસિક વ્રત, (૧) (૧૧) પૌષધોપવાસ વ્રત, (૧૨) અતિથિ સંવિભાગ વ્રત. હવે આપણે આ ૧૨ વ્રતનો વિગતવાર વિચાર કરી સમજીએ :(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમલ વ્રત: પ્રાણાતિપાત એટલે પ્રમાદવશતાના કારણે થયેલી હિંસા. આ હિંસા બે પ્રકારની હોય છે. (A) સ્થૂલ હિંસા (B) સૂક્ષ્મ હિસા. માનવી જ્યાં સુધી સંસારમાં રહે છે અર્થાત ગૃહસ્થાવસ્થામાં હોય છે ત્યાં સુધી સૂક્ષ્મ હિંસાને ત્યાગ તેનાથી થઈ શકતો નથી. સ્કૂલ હિંસા એટલે બે ઈન્દ્રિયો ધરાવતાં જીવોથી માંડી ત્રસકાયના સર્વજીવની થતી જે હિંસા એનું નામ સ્કૂલ હિંસા. આ વ્રત સ્વીકાર્યા પછી ગૃહસ્થ ઘેર આરંભ સમારંભવાળા તથા જેમાં ત્રસકાયના જીવોની પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસા થતી હોય તેવા વ્યાપાર ઉદ્યોગને ત્યાગ કરે અને તેમાં ભાગ ન લે. દરેક વસ્તુ લેવા - મૂકવામાં જયણા. - પ્રયત્નપૂર્વકની એવી કાળજી રાખે કે જેના કારણે હિંસા ન થાય. પોતે પાળેલા ઢોર અને જાનવરોને ત્રાસ ન થાય તેવી રીતે પશુઓ પાસેથી કામ લે. પોતાના આશ્રિત વર્ગનું મન દુ:ખ થાય નહીં. તેના માટે સતત પ્રયત્નશીલ રહે. પોતાના આહાર - વિહારમાં શકય તમામ રીતે હિંસાથી દૂર રહેવા જાગૃત પ્રયાસ કરે. આ વ્રતના પાંચ અતિચારો પૂજયપાદુ હરિભદ્ર સૂ. મહારાજે આ પ્રમાણે વર્ણવ્યા છે: (૧) બાંધવું, (૨) તાડન કરવું, (૩) શરીરને છેદવું (૪) અતિ ભાર ભર અને (૫) અન્ન પાનને અટકાવ કરવો. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત: જે વસ્તુ, પદાર્થ કે તત્વ વિ. નિ. સં. ૨૫૩ ૩૩ Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638