Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
View full book text
________________
રાજનગર અને ગુરૂદેવ
[] બચુભાઈ ચીમનલાલ ધારૂ.
અમદાવાદ, રાજનગર !
જયાં જૈનેના ઘણી આબાદી અને ઘણા જૈન ધર્મસંસ્થાને. ધર્મ-ધુરંધર, પ્રકાંડ પંડિત પ્રવર જૈનાચાર્યોના પાદ કમળથી પાવન થતી આવી આ ભૂમિ.
વિસમી સદીમાં વિચરનારા જૈન શાસનના પ્રખર વિદ્વાન યોગી ઉત્કૃષ્ટ ત્યાગી ગુરુદેવ પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મનું નામ જગતપ્રસિદ્ધ છે. વિહાર કરતા તેઓ અમદાવાદ પધાર્યા અને સં. ૧૯૪૧નું મારું અમદાવાદમાં થયું.
એ વખતે વાઘણપોળના શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરની પ્રતિષ્ઠા થઈ રહી હતી. મુહૂર્ત બરાબર ન જણાતાં પૂ. ગુરુદેવશ્રી એ પ્રતિષ્ઠા રોકવા જણાવ્યું છતાં ન માન્યું. ગુરુદેવશ્રીએ અગ્નિપ્રકોપની જાહેરાત કરી અને ભયંકર અગ્નિપ્રકોપ થયો. જે રાજનગરના તે વખતના વૃદ્ધો સારી રીતે જાણે છે.
રાજનગરના આંગણે (થિરપુર) થરાદ નગરના હજારો ભાઈબહેને આજ નિવાસ કરી રહ્યા છે, થરાદ અત્યંત પ્રાચીન નગર છે, જ્યાં વર્ષોથી ત્યાંના નિવાસી ત્રિસ્તુતિક સિદ્ધાંતને માનનારા રહ્યા છે. જે લોકો કહે છે કે ત્રણ થય શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજીએ કાઢી છે એ વાત બિલકુલ અસત્ય છે.
અમદાવાદમાં એક સમય એવો હતો કે જ્યાં થરાદ નિવાસીએની સંખ્યા અત્યંત થોડી હતી. પરનું પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજની પરમ કૃપા દષ્ટિ અને એમના ઉપરની અટૂટ શ્રદ્ધાએ સંઘની વૃદ્ધિ કરી અને વર્તમાનમાં સંઘના ભાઈઓની ખૂબ સારી સ્થિતિ છે.
સં. ૧૯૯૪ની સાલમાં અહીં વસતા ભાઈઓએ ‘શી થરાદ જૈન યુવક મંડળની સ્થાપના કરી અને મંડળના ઉપક્રમે ધાર્મિક પ્રવું
ત્તિઓ અવાર નવાર થતી રહેતી હતી. ખાસ કરીને પર્યુષણ પર્વની આરાધના સામૂહિક સંઘ સ્વરૂપે કરવાની મંડળની પ્રવૃત્તિ અને લક્ષ્ય દર વર્ષે રહેતું હતું.
વર્ષો વીતતા ગયા અને મંડળના આગેવાનોએ ત્રિસ્તુતિક સંઘના ઉપાશ્રય બાંધવાનો નિર્ણય કર્યો. રતનપળ, હાથીખાનાના ચોકકામાં જમીન લેવામાં આવી.
પૂ. પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યતીન્દ્ર સૂરિશ્વરજી મહારાજની પરમ કૃપા, પ્રેરણાથી શ્રી રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનમંદિરની યોજના સાકાર અને સંપન્ન થઈ! ભવ્ય જ્ઞાન મંદિરનું નિર્માણ થયું. મુનિરાજ શ્રી જયવિજય જીના સાનિધ્યમાં તેનું ઉદ્દઘાટન થયું. અને તેઓશ્રીનું મુનિ શ્રી પુન્યવિજયજી સહિત અહીંયા ચેમાસું થયું. એ સિવાય મુનિરાજશ્રી કલ્યાણવિજયજી મ., મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી તેમ જ સાધ્વીજી શ્રી મુકિતશ્રીજી, લલિતકીજી, લાવણ્યશ્રીજી, સ્વયંપ્રભાશ્રીજી આદિ સાધ્વીજી મહારાજનાં ચોમાસાં થયાં. જેમની પ્રેરણાથી ધર્મ કાર્યની વૃદ્ધિ થતી રહી છે.
પૂજય ગુરુદેવ પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજના નામમાં એ અદ્દભુત ચમત્કાર છે જેનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. અમદાવાદમાં વસતા થરાદવાળા ભાઈઓ તેમ જ ખુદ અમદાવાદમાં વસતા ભાઈઓ ગુરુદેવને વિરલ વિભૂતિ તરીકે માને છે.
વર્તમાનાચાર્યદેવ શ્રીમદ વિજ્ય વિદ્યાચન્દ્રસૂરિશ્વરજી મહારાજની પ્રેરણા અને આદેશાનુસાર શ્રીસંધ દિવસે દિવસે પ્રગતિ પ્રયાણ કરતો રહે એ જ મંગળકામના છે.
સંઘના આગેવાનોમાં સંઘવી ગગલદાસ હાલચંદની સેવાઓ ઉલ્લેખનીય છે.
રાજેન્દ્ર જ્યોતિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org