Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 589
________________ માનવના પિતાના સાધન કે સંપત્તિ, મર્યાદિત કે અપૂરતા હોવા છતાં તે પોતાના મનમાં “સેનાની લંકા હોય તે તેને સ્વામિ બનવાના સ્વપ્ન સેવતો થઈ જાય છે.” એવી જ રીતે પુણ્યના યોગે માનવીની પાસે સંપત્તિ અને સાધનની કમી ન હોય તો કાર્યવ્યસ્તતાના કારણે કે શારીરિક અશકિતએના કારણે પણ આવો માનવ પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ કે સાધનોનો ઉપયોગ કે ઉપભેગ કરવામાં અસમર્થ બને છે. આવી વાસ્તવિકતાઓ, માનવ પોતાના જીવનમાં પ્રત્યક્ષ રીતે અનુભવતા હોવા છતાં પોતાના મનની કે શારીરિક પ્રવૃત્તિઓ તે ઠીક પણ શરીરની એકદેશીય પ્રવૃત્તિ જેવા પરિભ્રમણની સ્વનિમિત મર્યાદા સ્વેચ્છાએ સ્વીકારવા આનાકાની કરી, મનની મહેલાતે રચી આત્મવંચક આનંદ પ્રાપ્ત કરે છે. જીવની આવી અમર્યાદિત મનોવૃત્તિ અને તજન્ય પ્રવૃત્તિ કે પરિણામે પાપના બંધનું કારણ બને છે. આ સત્યથી માનવ જાગૃત રહે એ હેતુથી શ્રાવકના ૧૨ વ્રતોમાં આ છઠ્ઠા દિક-પરિમાણ વિરમણ વ્રતનું આચરણાત્મક વિધાન ઉપકારી શાસ્ત્રકારોએ કર્યું છે આ વ્રત ગ્રહણ કરનાર વ્યકિત દરેક દિશાનું પોતાનું આવાગમન (યાતાયાત) મર્યાદિત કરે છે. આ દિશાઓમાં ઉર્વલોક અને અધલેકની પોતાની પ્રવૃત્તિ અને મુસાફરીની મર્યાદા પણ બાંધે છે. આ મર્યાદા સાથે આવન-જાવનમાં ઉપયોગમાં આવતા વાહનના પ્રકાર અને સંખ્યાની મર્યાદા પણ સ્વીકારી શકાય છે. આ રીતે સ્વેચ્છાએ મર્યાદા સ્વીકાર કરવાથી માનવી “મનેનિગ્રહ”ની પ્રવૃત્તિથી પોતાના કર્મના બન્ધના દ્વારનું આંશિક [ Partial] નિયંત્રણને સક્રિય પ્રયત્ન કરે છે. (૭) ભેગે પગ વિરમણ વ્રત: આ વ્રત દ્વારા શ્રાવક પોતાની માનસિક, વાચિક અને ખાસ કરીને શારીરિક સુખાકારી સગવડ તથા આનંદ-પ્રમોદના સાધનોના ઉપયોગની મર્યાદાનો સ્વીકાર કરે છે. (૮) અનર્થદંડ વિરમણ વ્રત: જે કોઈ પણ વિચાર કે પ્રવૃત્તિ સાથે માનવને પોતાને લાગતું વળગતું નથી અથવા જે સુખ-સગવડ તેની પિતાની ઉપલબ્ધિની સીમામાં આવતા નથી તેના વિશે પણ અનુપયોગી વિચારણા કે પ્રવૃત્તિ કરવાની માનવ મનની વૃત્તિઓનું નિયમન કરવામાં આ વ્રત અતિ ઉપયોગી નીવડે છે. આ વ્રતને સ્વીકાર કરવાથી શ્રાવક નિવારી શકાય છતાં, તેના નિવારણના નિર્ણયના અભાવથી જે કર્મબંધ કરે છે તેમાંથી મુકિત પ્રાપ્ત કરે છે. (૯) સામાયિક વ્રત: " આ વ્રતના સ્વીકારથી શ્રાવક પોતાની પરિણતી અને પ્રવૃત્તિને સમતાયુકત બનાવવા પ્રયત્નશીલ બને છે. એની સાથે એ પણ સમજવું રહ્યું કે શ્રાવક જ્યારે સામાયિક લે છે ત્યારે તે બે ઘડી અર્થાત ૪૮ મિનિટ સુધી સાધુ-શ્રમણ જેવી જ આચરણ કરવા પ્રયત્નવાન રહે. બીજા શબ્દમાં સામાયિક સાધુ-ધર્મના પાલનની પ્રયોગાત્મક તૈયારી છે. (૧) દેશાવગાસિક વ્રત: આ વ્રતના સ્વીકાર સાથે શ્રાવક પોતાની રોજની વ્યકિતગત જરૂરિયાતો પર ‘જયણાપૂર્વકનું નિયંત્રણ સ્વીકારે છે એટલું જ નહીં પણ, દરરોજ સવારના આ જરૂરિયાતની ધારણા કરે છે અને સાંજના પ્રતિકમણના સમયે આ ધારણાનું બરોબર પાલન થયું છે કે નહીં તેના લેખા-જોખા કરે છે. આવી રોજની તેની વૈયકિતક આવશ્યકતાઓમાં વ્રતધારી શ્રાવક સચિત્ત અચિત્તને વિવેક, ખાવાની ચીજોની સંખ્યાની મર્યાદા સ્વીકૃતિ, વિગઈઓને વિવેક, સૂવા, બેસવા, ઉઠવા વિ.માં ઉપયોગમાં લેવાના સાધનેની મર્યાદા જેવા બીજા નિયમોનો સમાવેશ થાય છે. (૧૧) પોપવાસ વ્રત: પૌષધવ્રતની સીધી સાદી વ્યાખ્યા કરીએ તે એમ કહેવાય કે, ઓછામાં ઓછા ૧૨ કલાક–એક દિવસ કે અહોરાત્રી પૌષધમાં ૨૪ કલાક માટે સાધુ-શ્રમણ જેવું જીવન જીવવાની અર્થાત સાધક ભાવથી સર્વ પ્રકારની બાહ્ય (ગૃહસ્થ ધર્મની) પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ આત્મસાધક વૃત્તિનો આચરણાત્મક આચરણ યુકત પ્રયોગ. ઉપવાસના તપથી દેહ અને શરીરની બાહ્ય તથા આંતરિક વૃત્તિઓનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત: આ વ્રતના પાલન માટે શ્રાવકે અહોરાત્રિ પૌષધ દ્વારા સાધુશમણ જીવનની ૨૪ ટકા પૂરતી સ્વાનુભૂતિ કરવાની રહે છે. આ સ્વાનુભૂતિએ સંસ્કારનું સ્વરૂપ લીધું છે કે નહીં તેની પરીક્ષા બીજ દિવસે થાય છે. કારણ કે, આ અહોરાત્રિના સાધક જીવન વ્યતિત કર્યા પછી શ્રાવક ઘરમાં પાછો જાય છે. સાંસારિક આધી-વ્યાધિ, ઉપાધી અને સાંસારિક મેહમાયા તથા રાગ-દ્વેષયુકત વાતાવરણમાં પણ “એકાસણા ના તપની તથા સુપાત્ર દાનની ભાવના બનાવી રાખવી પડે છે. આ પછી પણ પાછું “ચૌવિહાર”નું પચકખાણ કરી શારીરિક સુખને અને વિશેષ કરીને ખાનપાનને સ્વૈચ્છિક ત્યાગ કરવાનો રહે છે. આ પ્રક્રિયાનું મનૌવૈજ્ઞાનિક તથા શરીરશાસ્ત્ર અને માનવીય વ્યવહારના ( Human b. haviour ) આધારે વિશ્લેષણ કરીએ તે ખ્યાલ આવે કે આપણી (જૈન) ક્રિયાઓ, વ્રત-નિયમ તથા તપમાં વૈજ્ઞાનિક ( scientific realities) તથ્યોને કેવો વ્યવસ્થિત છતાં શ્રેય-સાધક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશ્લેપણથી આ લેખ સવિશેષ લાંબો થાય એ કારણથી અહીં આટલો નિદે શ (Indication cr Pointer) જ પર્યાપ્ત (suffic ) છે અંતમાં શ્રાવકના ૧૨ વ્રત અર્થાત દેશ વિરતી ધર્મની આરાધનાને સરળ છતાં સ્પષ્ટ અને સત્યદર્શન કરાવતે અર્થ એ છે કે, જે જીવમાં આંશિક આત્મવીર્યનું પ્રગટીકરણ થયું છે તેવા આત્માએ માટે મર્યાદિત ફળ આપનાર છતાં સ્વેચ્છાએ સ્વીકારેલ “મને નિગ્રહ”ની આચરણાલુકત પ્રવૃત્તિથી જીવની કર્મબદ્ધ અવસ્થામાં અધ્યવસાય શુદ્ધિ અને આચરણા શુદ્ધિની પ્રવૃત્તિથી આત્માના સાધના–માર્ગને શુભારંભ થાય છે. બીજા શબ્દોમાં સર્વ વિરતીપણાની UOUCH' (Experimental cr Practical) ugzudah મહાવ ( Practice 1 ) થાય છે. આવો મહાવરો પૂર્ણરૂપથી મનોનિગ્રહની પરિણતી અને પ્રવૃત્તિમાં નિશ્ચયથી ( definately or Positively) સહાયરૂપ નીવડે છે. જે અંતમાં શ્રેય સાધનાની સિદ્ધીથી શાશ્વત સુખ અપાવવા સમર્થ બને છે. વી. નિ. સં. ૨૫૦૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638