Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 581
________________ માર્ગને નિરીશ્વરવાદી કે નાસ્તિક કહેવાની ધૃષ્ટતા કરવામાં આવે તો એમ જ કહેવું રહ્યું કે, આમ કહેનારા કે આવું પ્રતિપાદન કરનારા ખદ પોતે નાસ્તિક જ નથી, પરંતુ નાસ્તિકતા અને નિરીશ્વરવાદના પ્રચ્છન્ન વચનથી પ્રચ્છન્ન પ્રચારક છે અને આસ્તિકતા તથા ઈશ્વરના પ્રત્યક્ષ ઉછેદક છે. આ પ્રત્યાક્ષેપ કે પ્રત્યાક્રમણ નથી. પરંતુ જેનેની આસ્તિકતા અને “ઈશ્વર” ની આચરણાત્મક આસ્થાનું યથાર્થ પ્રતિબિબ છે- પ્રતિઘોષ છે. કર્મવાદના સિદ્ધાંતની સાચી સમજ સિવાય “ઈશ્વર' ની યથાર્થ સમજ કે યથાર્થતા અશકય છે. ‘ઈશ્વર ની યથાર્થ સમજ તથા ‘ઈશ્વરસ્વ” ની અપ્રત્યાશિત આરાધનાની ઉત્કટતામાં કર્મવાદની સાચી સમજ નિહીત છે. આથી યથાર્થ ઈશ્વરવાદી કર્મવાદી જ હોય અને કર્મવાદી ઈશ્વરવાદી જ હોય એ વ્યવહાર, વાસ્તવિકતા (rcality) અને હકીકત (fact) છે. કર્મવાદના સિદ્ધાંતની વ્યવહારિક (Practical) સમ થી જ ઈશ્વરની સર્વોપરિતા તથા સર્વશ્રેષ્ઠતા સાધ્ય બને છે. એવી જ રીતે ઈશ્વરની સર્વોપરિતા અને સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરવાને કઠીન પણ કાળજા સોંસરવે ઉતરી જાય એ કોઈ ઉપાય કે પ્રમાણ હોય તે તે એ છે કે આત્માની સ્વ-સ્વરૂપ સ્થિતિ અર્થાત યથાર્થ સ્વરૂપમાં ઈશ્વરત્વની પ્રાપ્તિ યાને કર્મમુકિતના પુર ષાર્થમાં પૂર્ણ સફળતા. ઈશ્વરવાદ”ને આધાર કર્મવાદ. “ઈશ્વરવાદ” કે “ઈશ્વર” ના અસ્તિત્વને આધાર અર્થાત અભિવ્યકિત કર્મવાદના માધ્યમથી જ સાધ્ય છે. કર્મવાદના આધાર સિવાયને “ઈશ્વર' પરાધીન અને પરાશ્રયી છે. આ ‘ઈશ્વર’ પોતાના જ સર્જનમાંથી સતી સ્વચ્છંદતા અને વિષયાસકિત અર્થાત અસત તને પરિપાલક છે – પોષક છે અથવા વધુમાં વધુ આવી સ્વછંદતા અને અસત તેની સમયાશ્રયી સંહારક છે!! સ્વ-સ્વરૂપને સમાહર્તા ને સંહારક જ આવો ઈશ્વર!! આત્મવાદીઓમાં કર્મવાદને સાર્વત્રિક સ્વીકાર: આમ છતાં, આનંદને વિષય એ છે કે અભિનિવેશની ઓછી વધતી તીવ્રતા અનુસાર દુનિયાના દરેક આત્મવાદી દર્શનાએ એક યા અન્ય રીતે અને નામભેદથી પણ કર્મને સ્વીકાર કર્યો છે. કોણ કેટલા અંશે કર્મ કે કર્મના પ્રભાવને વાસ્તવિક સ્વરૂપમાં યથાર્થરૂપે સમક્યું છે કે સમજે છે એ તથ્યાતધ્યના વિવેકના યથાયોગ્ય ઉપયોગ ને સમ્યક જ્ઞાનની પરિણતીની માત્રા પર આધાર રાખે છે. આ હકીકતથી એક નોંધપાત્ર ફળીતાર્થ એ નીકળે છે કે, આત્મા જેવું કોઈ તત્ત્વ (substance) છે એવું માનનાર દરેક દર્શનકારે આત્માને આવરનાર અંધકાર તરીકે કર્મવાંદને સ્વીકાર કરવું પડયો છે. આવી સ્વીકૃતિમાં જ સત્યની સ્વીકૃતિ સમાયેલી છે. પછી ભલે એ સ્વીકૃતિ આંશિક, અર્ધદગ્ધ કે અર્ધ અથવા મિશ્રા સ્વીકૃતિ હોય. આનો અર્થ એ થયો કે સત્યને અવગણી શકાતું નથી. જૈનેતર દર્શનમાં કર્મના નામભેદ. - જૈનેતર દર્શનકારોએ પોતપોતાના દર્શનમાં “કમ” ને ભિન્ન ભિન્ન નામથી નિર્દેશ કર્યો છે તેમ જ તેની તાત્ત્વિક દષ્ટિએ અલગ અલગ પ્રકારની વ્યાખ્યા કરી છે. ‘ક’ ની આવી ભિન્ન ભિન્ન પ્રકારની, માયા-અવિદ્યા-પ્રકૃતિ-વાસના-અદષ્ટ-સંસ્કાર-દૈવ અને ભાગ્ય વિ. નામ-શબ્દથી ઓળખાણ આપવામાં આવી છે‘જ્ઞાન કરાવવામાં આવ્યું છે. કર્મની ત્રણ અવસ્થાએ: જૈન દર્શનમાં પ્રત્યેક કર્મની (૧) બધ્યમાન, (૨) સત અને (૩) ઉદયમાન એ પ્રકારે ત્રણ અવસ્થાની પ્રરૂપણા કરવામાં આવી છે. આ અવસ્થાને ક્રમશ . (૧) બન્ધ (૨) સત્તા અને (૩) ઉદય માનવામાં આવે છે. અન્ય દર્શનમાં પણ આ ત્રણ અવસ્થાને ભિન્ન નામ અને તવ ભેદથી વર્ણવવામાં આવેલ છે. બધ્યમાન કર્મને (૧) ક્રિયમાણ', સત્તા સ્થિત કર્મને (૨) સંચિત અને ઉદયમાનવિપાકોદયને (૩) પ્રારબ્ધ તરીકે પણ ઓળખવામાં આવેલ છે. કર્મની માન્યતા સવાંગીણ હોવી જોઈએ: અજ્ઞાનથી અધૂરપ (in - completeness) આવે. અધૂરપ અપૂર્ણતાની દ્યોતક (indicative) છે. આ પ્રમાણે કર્મની અધૂરી કે અધકચરી સમજ = tત્માને કર્મના બંધનમાં જકડનારી છે. સમ્યક જ્ઞાન કે દર્શનવાળો આત્મા અપૂર્ણતામાં રાચે નહીં પણ પૂર્ણતા પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ હોય. એના આ પ્રયત્નથી આત્મા પરિણતીવાન બને. આવી પરિણતી આત્માને પૂર્ણતા પ્રાપ્ત કરાવ્યા વગર રહે નહીં, પ્રત્યેક પદાર્થનું યથાવત જ્ઞાન પ્રાપ્ત કરવાની તેની પ્રવૃત્તિ હોય. આવી પ્રવૃત્તિવાળા આત્મા-જીવ પોતાની કે અન્ય જીવની બાહ્ય કે દશ્યમાન-વ્યવહારિક દશાની પ્રવૃત્તિ કે વિવિધતાના આધારે જ કર્મની માન્યતા, સ્વરૂપ કે પ્રભાવને ન માને. કર્મના બાહ્ય આકાર કે પ્રભાવથી તો કર્મનું બાહ્ય કારણ જાણવા મળે અને તદ અનુસારની માન્યતા બંધાય. આવી માન્યતા એકદેશીય અને અધૂરી (Partialor one-sided and in-complete) હાય. કોઈ પણ વિષય, વસ્તુ કે પદાર્થનું સાચું જ્ઞાન તો ત્યારે જ થાય કે જ્યારે સર્વદેશીય અને સર્વવ્યાપી (all sided and all purvasive) સ્વરૂપ અને પ્રવૃત્તિ કે પ્રભાવનું સર્વતોમુખી શાન થાય. આત્મા અને કર્મના સંયોગનું મૂળ સમવાયી કારણ કર્મની બન્ધ સત્તા અને ઉદય એ ત્રણે અવસ્થાઓ તથા આત્મા અને કર્મની આ ત્રણે સંગી અવસ્થાઓ (attached or conjuctive conditions) ના કારણે જીવનું વિવિધ ગતિમાં પરિભ્રમણ, સુખ-દુ:ખની વિવિધ પ્રકારની ભિન્નભિન્ન માત્રામાં અનુભૂતિ વિ. કર્મ સંબંધી સર્વ પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. આવું જ્ઞાન એ સંયોગમાં આવનાર પદાર્થઅર્થાત કર્મનું જ્ઞાન થયું. આવું જ્ઞાન ત્યારે જ આવે કે જ્યારે સંયોગ કરનાર અર્થાત કર્યાનું જ્ઞાન થાય. આત્માની કર્મ-વિષયક ત્રિવિધ પ્રવૃત્તિ: આ કર્તા કોણ? આ કર્તા આત્મા સિવાય અન્ય કોઈ નથી, કોઈ ન હોઈ શકે. આથી આત્મા-જીવનું મૂળ સ્વરૂપ શું? મુખ્યગુણ ને મુખ્ય ક્રિયા શું તેનું પણ જ્ઞાન હોવું અનિવાર્ય છે. કર્મ મૂળ સ્વભાવત: જડ હોવાના કારણે પરાશ્રયી છે. પરાશ્રયી પદાર્થ જ્યાં સુધી ચેતનના સંપર્કમાં ન આવે ત્યાં સુધી પોતાનો પ્રભાવ દેખાડી ન શકે. એટલું જ નહીં પણ, તેના આ પ્રભાવની માત્રા કે પ્રમાણ ( quality or quantity )ને આધાર તેને આશ્રય આપનાર ચેતના પર જ અવલંબિત છે. ટૂંકમાં કર્મને કર્તા, ભકતા અને પરિહર્તા પણ આત્મા પોતે જ છે. ઘણી વાર માનવ-જીવનમાં એવું બને છે કે માનવે પોતે સજેલી પરિસ્થિતિને જ તે પોતે કેદી બની જાય છે. વળી કોઈક વખત એવું પણ બને છે કે માણસ પોતાની જ અનિર્ણાયક અનિશ્ચિતતાને બંદી-ગુલામ બની જાય છે તેવી રીતે આત્મા સ્વોપાર્જીત કર્મને કેદી બને છે. પોતાના સ્વોપાર્જીત કર્મના ઉદયના કારણે જીવસ્વ-સ્વભાવાન્તર્ગત જ્ઞાનને વિસરી જાય છે ને તેની દશા “કાંખમાં છોકરું પણ ગામ આખામાં શોધ્યું” તેના જેવી થાય છે. અર્થાત વિ. નિ. સં. ૨૫૦૩ ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638