Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 580
________________ અનુભવ કરીએ છીએ કે સમર્થ વ્યકિત પાંગળી બને છે. લોકપ્રિયતાના શિખરે પહોંચેલી વ્યકિત, આંખ મીંચતાં અને ખેલતાં જેટલો સમય લાગે એટલા ટૂંકા સમયમાં અપ્રિય બની જાય છે. ધનવાન એક એક પૈસાની ભીખ માગતા જોવામાં આવે છે. વિદ્રાનબુદ્ધિમાન મુખ ભાસે છે. સાધુ સંસારી બને છે. સંસારી સાધુતાના ચરમ શીખર પર પહોંચી જાય છે. સત્તાને શિકાર બનેલો બંદીવાન, આપણી આંખ સામે સત્તાધીશ બને છે. આજે જે મિત્ર છે તે કાલે શત્રુ બને છે. શત્રુ મિત્ર બને છે. આવા આકસ્મિક આશ્ચર્યજનક અથવા તો પ્રયત્નથી સાધ્ય પરિણામેનું કારણ શું? બાહ્યા કારણો અનેક હોઈ શકે પણ મૂળ કારણ શું? આ મૂળ કારણ જો કોઈ પણ હોય તો તે છે જીવના સ્વોપાર્જીત કર્મો. કર્મજન્ય પુન્ય કે પાપના પ્રભાવના કારણે જીવની ‘વૈભાવિક' અને “સ્વાભાવિક” વૃત્તિઓના વિકાસ અને સંકોચની “પરિણામ” રૂપી સમયસારણીને આ બધો પ્રતાપ છે. “વૈભાવિક” વિકાસથી જીવ રાગ, દ્વેષ, વિષય, કષાયજન્ય અશુભ ભાવોના કારણે હિંસા, પરિગ્રહ, મૈથુન, આગ્રહબદ્ધતા, અનાચાર ઈત્યાદિ ‘અકરણીય પ્રવૃત્તિમાં રાચતો થાય છે. જ્યારે સ્વાભાવિક વૃત્તિ-અવસ્થા પ્રતિ જેટલા અંશે પ્રીતિ કે પરિણતી વધે ત્યારે તેટલા પ્રમાણમાં અહિંસા અપરિગ્રહ, નિરાગ્રહતા, સમ્યક તત્તે પ્રતિની આસ્થા અને તદ નુરૂપ પ્રવૃત્તિ તેમ જ દહાત્મ-ભિન્નભાવની અનુભૂતિ વધે છે. આવી સત પ્રવૃત્તિ કે સત પરિણામો અને પરિણતીના કારણોથી કર્મના બંધનો જેટલા અંશે હળવા બને તેટલા પ્રમાણમાં આત્માની સ્વ-સ્વરૂપની રમણતા અને સ્થિરતા અનુક્રમે વધે છે તથા થાય છે. આ પ્રક્રિયા જ્યારે ઉત્કટ સીમાએ પહોંચે છે ત્યારે આત્મા કર્મમુકત બની સ્વ-સ્વરૂપમાં સ્થીર બને છે. આ પ્રક્રિયાની અનોખી વિશિષ્ટતા એ છે કે જેટલા પ્રમાણમાં દેહાત્મભિન્ન ભાવની પરિણીતી થતી જાય તેટલા પ્રમાણમાં રાગદ્વેષની પરિણતી હળવી થતી જાય છે. રાગ-દ્વેષની પરિણતી હળવી થતાં પરાધીનતા, પરાશ્રયીપણા અને પરદોષારોપણની વૃત્તિ તથા પ્રવૃત્તિ નહીંવત થતી જાય છે. આ ‘નહીંવત ની વૃત્તિ નિમિત્તોની સમજણ પ્રતીતિના સ્તરની વાસ્તવિકતા બનાવે જેના કારણે સહજભાવ તથા સાક્ષીભાવની પરિણતી પ્રત્યક્ષ થાય છે. આ પ્રકારનો સહજભાવ તથા સાક્ષીભાવ દેહાત્મભિન્નભાવની પ્રતીતિથી જન્મે છે. એટલું જ નહીં પણ આ બે ભાવ ત્યના કારણે સંસારમાં રહેલા જીવના કર્મના બંધને હળવા થતાં ક્રમશ: જીવ પરમશુદ્ધ સ્વરૂપનો સ્વામિ બને છે. આવા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ પહેલાં પણ સંસારમાં તેને વ્યવહાર સંવાદિતા અને સમતાયુકત બને છે. આવી અંતરમાંથી જન્મેલી સમતા અને સંવાદિતા જ સાચી અને શાશ્વત શાંતિ લાવી શકે છે. બાહ્ય રીતે સહિષશુતાથી સંવાદિતા આવે છે. સંવાદિતા સમતાના ભાવને અંતમાં શાશ્વત સ્વરૂપ આપે છે. સંવાદિતા અને સમતા જ્યારે કોઈ પણ પ્રકારના ચોક્કસ આકાર, પ્રકાર, વિચાર કે પ્રવૃત્તિમાં અભિવયકિત પામે છે ત્યારે તે અભિવ્યકિતના પ્રમાણમાં in-proportion શાંતિ, અર્થાત કર્મ બંધનમાં કે કર્મજન્યપરિણામે સહજભાવે કે સાક્ષીભાવે સહન કરવાની ક્ષમતા આવે છે. આ ક્ષમતાના ન્યૂનાધિકપણા પર જ આત્માની અનન્યભાવની વૃદ્ધિ કે ક્ષતિ આધારિત છે. એટલું જ નહીં પણ અનેકાંતવાદની આચરણાત્મક અનુભૂતિનું માધ્યમ છે. અનેકાંતવાદની આવી આચણાત્મક અનુભૂતિ ત્યારે જ શકય બને છે કે પ્રત્યક્ષ થાય છે, કે જ્યારે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની એકાત્મભાવે as an inseperable entity પ્રાપ્તિ થાય છે. આવી નિવિકલ્પ ભાવના આવતાં જીવની સાંસારિક પરિણતી અને પ્રવૃત્તિ સ્વ૫ થતી જાય છે એટલું જ નહીં પણ સુખ કે દુ:ખની અનુભૂતિમાં સાક્ષીભાવ પ્રત્યક્ષરૂપે આવે છે. આત્મવાદ અને કર્મવાદ. આ વિશ્વમાં વિદ્યમાન સર્વ દર્શન અને વિચારધારાઓમાંથી જે જે દર્શન કે વિચારધારા આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે છે એ સર્વને એક યા અન્ય રીતે કોઈ નામથી કર્મવાદને સ્વીકાર કર્યા સિવાય બીજો માર્ગ નથી. આત્માના અસ્તિત્વનો વાસ્તવિક અર્થાત યથાર્થ સ્વીકાર ત્યારે જ સંપૂર્ણ બને છે કે જ્યારે કર્મવાદની યથાર્થ અને સાચી સમજણ આવે છે. આવી યથાર્થ સમજ-બોધ સિવાય આત્માના અસ્તિત્વની સ્વીકૃતિ અયથાર્થ, અર્ધદગ્ધ કે અસામંજસ્યયુકત પોકળ માન્યતા જ સાબિત થાય છે. આવા પ્રતિપાદનના મૂળમાં, અભિનિવેશયુકત કે અનભિજ્ઞ,આત્માઓને આગ્રહને આભાસ થતો દેખાય એવું પણ બને. આથી આત્યંતિક સત્યની, સ્થિતિ, સ્વરૂપ કે સમિચીન અભિવ્યકિતના આકાર, પ્રકાર કે પરિણામમાં કોઈ પણ પ્રકારના પરિવર્તનને લેશ માત્ર પણ અવકાશ નથી જ. ટૂંકમાં જે કોઈ પણ દર્શન કે વિચારધારા આત્માના અસ્તિત્વને કે કર્મમાંથી એકને સ્વીકાર કરે છે તેને આ બન્નેને સ્વીકાર કર્યા સિવાય છૂટકો જ નથી. આત્મા અને કર્મનું અસ્તિત્વ અનુક્રમે સ્વ-સ્વરૂપરૂપે કે પદાર્થરૂપે અ ન્યાશ્રયી Interdependant નથી આમ છતાં આત્માની “સ્વાભાવિક its own સ્થિતિ પ્રાપ્ત કરવા અને કર્મજન્ય પરિણામોથી મુકિત મેળવવા આત્માનું તત્ત્વસ્વરૂપે તથા કર્મનું પદાર્થ સ્વરૂપે યથાર્થ જ્ઞાન અને બોધ તથા વિવિધ પ્રકારની પરિણતી કે પ્રવૃત્તિની પ્રબુદ્ધ સમજણ અનિવાર્ય છે. યથાર્થ સમજ માટેની અપરિહાર્ય પરિણતી આવી યથાર્થ સમજ માટેની પ્રાથમિક ભૂમિકા ત્યારે જ સર્જાય છે કે જ્યારે જીવમાં ઈશ્વર અર્થાત આત્માની વિશુદ્ધ અવસ્થા અને સ્વરૂપરૂપે શ્રદ્ધા જાગૃત થાય છે. આવી શ્રદ્ધા જાગૃત થઈ છે એમ ત્યારે જ કહી શકાય કે જ્યારે જીવ ઈશ્વર કનૃત્વવાદની અવાસ્તવિક આસ્થા કે માન્યતામાંથી મુકિત મેળવી તદનસારા પરિણતી પ્રાપ્ત કરે. કર્મવાદની સાચી સમજ પ્રાપ્ત કરનાર આત્મા ઈશ્વર કડું વવાદની માન્યતા કે આસ્થાથી અનિવાર્યપણે અલિપ્ત હોય. ઈશ્વર કવવાદના આંશિક કે ક્ષણિક સ્વીકાર સાથે જ આત્માના યથાર્થ સ્વરૂપનો અસ્વીકાર આવી જાય છે. ઈશ્વર અર્થાત આત્માની વિશુદ્ધ કર્મ મુકત અવસ્થામાં અવિહડ શ્રદ્ધા (irrivocable faith ) આવતાં જ કર્મવાદની સમજની સાચી ભૂમિકા સર્જાય છે અને ઈશ્વર ભકિત આવે છે. મોટા ભાગને દર્શનકારો તથા વિચારકો તેમ જ બાળ-જ અભિનિવેશ, આગ્રહ કે અજ્ઞાનના કારણે એવું પ્રતિપાદન કરે છે કે જૈન દર્શન, વિચારધારા અને આચારમાર્ગમાં ઈશ્વરનું કોઈ સ્થાન જ નથી. અર્થાત ઈશ્વર કન્વવાદના અસ્વીકારના કારણે જેને “નિરીશ્વરવાદી” નાસ્તિક છે. આવું પ્રતિપાદન કે માન્યતા શ્રેમમૂલક અશાન [ignorance)માંથી આવે છે. કર્મવાદી તે ઈશ્વરવાદી અને “ઈશ્વરવાદી” તે કર્મવાદી. અકાય એવી હકીકત એ છે કે, જેનદર્શન ઈશ્વર તવમાં એકલી આસ્થા જ નથી રાખતું. જૈનેના પ્રત્યેક વિચાર અને આચાર ‘ઈશ્વર ની આસ્થા અને ઉપાસના પર જ આધારિત છે. સમજ માટે સત્યના સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય જ નહીં, કારણ કે સત્ય સ્વયં સ્પષ્ટ છે. આમ છતાં અસત્યનાં અંધારામાં રહેતા કે રહેલા જીવોને સત્યનું દર્શન કરાવવું એ સ્વ-પર માટે શ્રેયકારી છે. આ વિષયમાં સત્યદર્શન એ છે કે, જૈન દર્શનમાં જ નહીં પરંતુ જૈન આચાર માર્ગમાં પણ આસ્તિકતા અને ઈશ્વરની આસ્થા એટલી તે અભિન્ન છે કે જો જૈન દર્શન અને આચાર ૨૬ રાજેન્દ્ર જ્યોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638