Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
View full book text
________________
ચોગમાં કથીર કરવાનું છે. પારમાધિક દષ્ટિએ ભાવાની અશુદ્ધિ એ જ હિંસા છે, આથી, ધર્મ માર્ગે પ્રગતિ ઈચ્છનારે એ બરાબર સમજી લેવું જોઈએ કે ધર્મ એ છે કે જે સ્વાર્થથી પર થવામાં સહાયક
હાય. નીતિના પાયા સ્વાર્થથી પર થવામાં રહેલા છે. અતિ સ્વાર્થી વ્યકિત નીતિના પાલનમાં ટકી ન શકે. એટલે ધર્મ માર્ગે ગ મૂકનાર માટે – જૈન પરિભાષામાં કહીએ તો માર્ગાનુસારી માટે – એ પ્રથમ શરત છે કે તેની આજીવિકા બીજાના શાષણ ઉપર નિર્ભર ન હોવી જોઈએ.
આમ, ન્યાય નીતિપૂર્વક આજીવિકા રળવાની ટેંકથી શરૂ થતી ધર્મયાત્રા, વિશ્વને લિંગના નિ:સ્વાર્થ નિર્વ્યાજ પ્રેમની અખંડ અનુભૂતિ સ્વરૂપ પૂર્ણ અહિંસાના રાજમાર્ગે થઈને આત્મજ્ઞાનાદિ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાઓના સ્પર્શ કરતી અંતે આત્મરમણતામાં પિગમે છે.
અહિંસાનો મૂળ સ્રોત: પ્રેમ આત્મિયતા
મહાવીરને અનુસરવા ઉત્સુક વ્યકિતને મહાવીરની અહિંસાનું જ્ઞાન હોવું આવશ્યક છે, એવા શ્રી મહાનિશીથ સૂત્ર અંતર્ગત, “ પઢમં નાણું તઓ દયા સૂત્રેાના બુલંદ ઉદ્ઘોષ છે. બીજા જીવામાં હોતા તુલ્ય આત્મા વિલસી રહ્યા છે એ ભાનપૂર્વકની આત્મીયતા – વાત્સલ્ય – પ્રેમ અહિંસાના મૂળ સ્રોત છે. એ પ્રેમ હોય ત્યાં, કોઈને પણ લેશ માત્ર દુ:ખ ન પહોંચે એ રીતે જીવવાની કાળજી સ્વાભાવિક રહે, એટલું જ નહિ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા અર્થાત સામાના હિત - સુખ અર્થે જાતે થાડી અગવડ કે કષ્ટ વેઠી લેવાની વૃત્તિપૂર્વકના જીવન વ્યવહાર પણ એની સહજ ફલશ્રુતિ હોય; એટલે, મહાવીરના અનુપાવી ન્યાય, નીતિને અડગ નિશ્ચયપૂર્વકના ઉદ્યમથી પ્રાપ્ત દ્રવ્યનો પણ કેવળ પોતાનાં સુખ - સગવડમાં જ વ્યય ન કરી નાખતાં, જરૂ
૨૪
રિયાતવાળા અન્ય જીવોને સાયભૂત થવા ઉલ્લાસપૂર્વક પ્રયત્ન શીલ રહે – અતિથિ સંવિભાગ કરે; એટલું જ નહિ, પરિગ્રહપરિમાત્ર વ્રત દ્વારા સંચયવૃત્તિને પણ તે અંકુશમાં લઈ લે,
Jain Education International
આ ‘પાસા ના ગંભીરતાથી વિચાર કરવો અનિવાર્ય છે. આમ આચરણમાં આત્મિયતા મૂલક અહિંસા અને વિચારમાં અનેકાંતદષ્ટિ પ્રેરિત પણ સિંહષ્ણુતા મહાવીરના અનુયાયીનું જીવનસૂત્ર હોય, 'બીજાનો મત બેટો છે, પણ હું નમાવી વઉં છું' એવી ગુરુતા ગ્રન્થિ પ્રેરિત- અહં પ્રેરિત પરમ સહિષ્ણુતા નહિ, પણ વસ્તુના અનંત ધર્મો છે અર્થાત સત્યને અનંત પાસાં છે.
છે, પોતાને એ બધા પાસાનું જ્ઞાન ન હોઈ શકે. કોઈ પાસાનું જ્ઞાન બીજાની પાસે હોવું સંભવ – એ રીતે, પોતાની અપૂર્ણતાના ભાન નિત પરમ-ક્રિષ્ણુતા ચાિ જીવનવ્યવહારમાં આત-પ્રોત ન થઈ હોય તો મહાવીરના અનુયાષી વાના દાવા થઈ શકે ખરો ? અનેકાંતવાદના ઉદ્ઘોષક ભગવાન મહાવીરના અનુયાયી અહં - મમ પ્રેરિત ક્ષુલ્લક આગ્રા અને વિવાદોમાં જીવન પૂરું કરે – વેડફે ખરો?
અંતર્મુખ સાધનોની પૂર્વ તૈયારી અને પાયારૂપે ચિત્ત શુદ્ધિ, અને ચિત્ત શુદ્ધિ અને સંયમ, અહિંસા, પ્રેમ, કરુણા અપરિગ્રહવૃત્તિ અને અનેકાંત દષ્ટિ ઉપર આધારિત જીવનપતિ ભગવાન મહાવીરે ચીંધી છે. આ વનમૂલ્યોને રોજિન્દી બન વ્યવહારમાં વણવાના નિષ્ઠાભર્યા પ્રયત્ન વિના જાતને “જૈન ’ કહેવડવી શકાય, * શ્રાવક ' કે ' મુનિ ' નું બિરુદ પણ મેળવી શકાય. પણ ચચા અર્ધમાં “ જૈન * – જિનના અનુયાયી ( અનુ + ય = પાછળ પાછળ ચાલનાર ) બની શકાતું નથી, એથી પોષાય છે કેવળ ભ્રાંતિ. આ ભ્રાંતિમાં જીવન વિતાવવું એ, ધર્મ ન પામ્યા હાવા કરતાંયે વધારે ખતરનાક છે.
“‘હું દેહ ' એ ભાનમાં જીવનાર વ્યકિત ચાહે તે જૈન હોય કે અજૈન, ગૃહસ્થ હોય કે સાધુ – મિથ્યા દષ્ટિ છે. મુકિતની વાટે તે ચડી જ નથી. પ્રાકૃતિથી પર અર્થાત, કર્મકૃત દેહ, મન, બુદ્ધિ, અહંકાર ાદિ સર્વ અવસ્થા અને આભારીાથી પરા વિશુદ્ધ ચૈતન્ય છું,' એ ભાવમાં જીવનારા જૈન હોય કે જૈન એ સમ્યગ દશ છે. એ વિસ્તાર ન હોય તો કે મુકિત પથના ગતિશીલ પ્રવાસી છે. “
લેખક કૃત : “ આત્મ જ્ઞાન અને સાધના પથ ”માંથી ઉષ્કૃત
☆☆☆.
✩.
For Private & Personal Use Only
thors rich
www.jainelibrary.org