Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 574
________________ આ એક મહત્ત્વના પ્રશ્ન છે. આ બાર અર વિધિ અને નિયમના ભંગ છે. પ્રથમ ચાર અર વિધિભંગ છે. આગળના ચાર અર ઉભયભંગ છે. આ દ્રિતીય માર્ગ છે. શેષ ચાર અર નિયમભંગ છે. આ તૃતીય માર્ગ છે. આ માર્ગ તુત્વ કૃતાકૃતત્ત્વ કૃતક સ્વરૂપ હજુ દ્વારા નિત્વત્વ નિન્જાનિય - અનિત્યત્વની સ્થાપના કરે છે. આ બાર નય જયારે એકમત થઈને પરસ્પર અપેક્ષા રાખીને વર્તન કરે છે. “સાન્નિત્ય: “સ્યાન્નિત્યાનિત્ય, સ્યાદનિત્ય” શબ્દ એવી પ્રતિજ્ઞા કરે છે. ત્યારે પરિપૂર્ણ અર્થના પ્રકાશ કરાવનાર હાવાથી સત્ય સ્વરૂપને બતાવનાર થાય છે. એમ નયચક્રના તુમ્બમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ જ નયચક્ર શાસ્ત્રનું મુખ્ય પ્રતિપાદ્ય છે. સ્યાદવાદ રૂપી તુમ્બ : આ બધા નયોની તમામ યુકિતઓને અખંડિત જાળવી રાખનાર સ્યાદ્વાદરૂપી સુખની રચના કરવામાં આવી છે. જે બાર બાર નયાના (અરોનો) આધાર છે. એ તુમ્બ સિવાય નપો ટકી શકતા નવી. એમ સુસ્પષ્ટ અનેક હેતુ દ્રાસ નિરૂપણ કરવામાં આવ્યું છે, આ તુમ્બસ્વરૂપ સ્યાદવાદ વિના કોઈ નન્ય વિજપી બની શકતો નધી. સુંદોપદાથે પરસ્પર વિરોધી પ્રકૃત થઈ જાય છે. આ વિરોધને હઠાવીને સ્યાદવાદ બધા નયનું રક્ષણ કરે છે. એટલે આ સ્યાદવાદ લોકને આધીન બનાવવામાં સમર્થ બધા નયવાદાના પરમેશ્વર છે. કેમ કે પરસ્પર નયાનાં એકાન્તરૂપ વિરોધ દર કરીને એકીકરણ કરે છે. આ એકીકરણ સ્યાદવાદ જ કરી શકે છે. આ સ્યાદવાદને અનુસરીને નવા વસ્તુનું નિરૂપણ કરે તો જ તે પ્રમાણમાં સ્થાન પામી શકે છે. સ્વતંત્રપણે નિરૂપણ કરે ત્યારે એકાન્ત પકડવાથી નિષ્ફળ જાય છે. આમ ગ્રંથકાર નોનું નિરૂપણ કરનાં સ્થાને સ્થાને દર્શાવ્યું છે. નામની યથાર્થતા તથા ગ્રંથની રચના પદ્ધતિ : યવાદને છેડો આવી શકતો નથી. એની ન આદિ છે ન અન્ત. એક ચક્રની જેમ તે સદા ફરતા રહી ખંડન અને મંડન કર્યા જ કરો હાવાથી ગ્રંથકાર મા.ષઓએ એની રચના ચાકાર કરી અને નયચક્ર એવું નામ અર્પણ કર્યું છે. આ નાચક્રરત્નમાં બાર અર છે. પ્રત્યેક બે અર વચ્ચે એક અન્તર એવા બાર અંતર છે. પ્રત્યેક ચાર અર પર એક નેમિ (માર્ગ) એમ ત્રણ નેમિ છે અને છેલ્લે સઘળાં અને પોતાનામાં સમાવનારું ખરેખર તો સઘળા અરનું અને આગળ વધીને કહીએ તો સમગ્ર ચક્રનું આધાર - સ્થાન એક તુમ્બ છે. પ્રત્યેક અર એક સ્વતંત્રના છે. Jain Education International વાય આ ચક્રના છ અર દ્રવ્યાર્થિક દષ્ટિ વિશેષના છે અને બીજા છ અર પર્યાયાર્થિક દષ્ટિ વિશેષનાં છે. પ્રથમ એક નયના આધાર લઈને સામાન્ય વિશેષ અને સામાન્ય વિશેષોભયવાદિઓના વાદ્ય લેવામાં આવ્યાં છે. તે પછી તેનું ખંડન કે જે દર્શાવવા અન્તરની રચના કરવામાં આવી છે તે કરી અન્ય નય મત શરૂ કરવામાં આવે છે. એ અન્ય નયમત પ્રથમ બીજા વાદિઓના મતમતાંતરોનું અંતરમાં ખંડન કરી પછી પોતાના વિષનું નિરૂપણ કરે છે. તે તે અરના અંતે ગ્રંથકારે તે તે નયના સંગ્રહાદિ સાત નયાના કયા નયમાં સમાવેશ થાય છે તે બતાવીને તે નયને સમ્મત શબ્દ તથા તદર્થને બતાવીને તે તે નયનો મૂળ આધાર જૈન આગમ છે. એમ નિરૂપણ કર્યું છે. એટલે બધાં નયો આગમના એક એક વાક્યના વિષયને લઈને પેાતાના અભિપ્રાય મુજબ એકાન્ત વર્ણન કરે છે એમ દર્શાવ્યું છે. દ્રવ્યાધિક છ નયોમાં દૃશ્ય અને પર્યાય શબ્દનો જો જય અર્થ દર્શાવવામાં આવ્યો છે. એમ પાંચ છ નવોમાં પણ દ્રવ્ય અને પર્યાયનો જુદો જુદો અર્થ બતાવવામાં આવ્યો છે. આમ બારમા અર પૂર્ણ થયા પછી તેનું અંતર (ખંડન) ગમે તે નય કરી શકે છે. તે નયનું પણ અંતર તેના પછીના નય; એવી રીતે ખંડનમંડન ચાલ્યા કરે છે. તેના અંત આવતા નથી. માટે જ તેને ચક્ર કહેવામાં આવ્યું છે. આશા છે કે અહીં અપાયેલ ટૂંક નોંધ પણ તે વિષયના જિજ્ઞાસુને ગ્રન્થમાં આગળ વધવા પ્રેરણા કરશે. અને ખાસ કરીને તેમણે પ્રાચીન પદ્ધતિ પર વિકસાવેલ તેમના પોતાના વિશિષ્ટ અભિગમના ધણ સુધી પહોંચશે. અમને પ્રાપ્ત થતાં ઉલ્લેખથી અમે એટલું તો જાણી શક્યો છીએ કે પૂ. ઉમાસ્વાતિ મ. તથા પૂ. યશોવિજયજી મ.ને આ ગ્રેચ હું જે પછીના કાળમાં મળ્યો હશે. કારણ કે તેઓના ધામાં આ વિશિષ્ટ અભિગમ અંગે નહિવત જ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. જો આ સમયે ગ્રંથકારે આ દિશામાં પ્રકાશ પાથર્યો હોત તે જેમ આજે જૈનશાસન અન્ય નવ્યન્યાયની દિશામાં ચમકે છે તેમ આ દિશા પણ ચમકી ઊઠી હાત. એટલે અત્યારે તે આ ગ્રંથના વિશે અભ્યાસીઓ પોં એ જ આશા રાખીને આ લઘુ લેખની સમાપ્તિ કરુ છું. ✰✰✰ For Private & Personal Use Only રાજેન્દ્ર ત્ત્પતિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638