Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કારણ” કહ્યું છે. તેમાં કહેલા વસ્તુત્ત્વનો સાર આ પ્રમાણે છે:
વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ-અવસ્થાઓ-પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ ઘટતીવધતી નથી. વસ્તુઓની (-દ્રવ્યોની) ભિન્નભિન્ન શક્તિઓની અપેક્ષાએ તેમની (-દ્રવ્યોની છ જાતિઓ છે: જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો (-શક્તિઓ) હોય છે તે જીવદ્રવ્ય છે; જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો હોય છે તે પુદ્ગલદ્રવ્ય છે; બાકીના ચાર દ્રવ્યોનાં વિશિષ્ટ ગુણો અનુક્રમે ગતિ હેતુત્વ, સ્થિતિહુતુત્વ, અવગાહુહેતુત્વ અને વર્તનાતુત્વ છે. આ છે દ્રવ્યોમાંથી પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમ જ શક્તિ અથવા વ્યક્તિ-અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હોવાથી “અસ્તિકાય” છે: કાળદ્રવ્ય “અસ્તિ” છે પણ “કાય” નથી.
જિનંદ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો-અનંત જીવદ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્યો-સ્વય પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે; તેઓ એકબીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, એકેંદ્રિય, દ્વિદ્રિય વગેરે જીવોમાં જીવ-પુદ્ગલ જાણે કે મળી ગયા હોય એમ લાગે છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથક છે. સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખદુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વતઃ અજ્ઞાનપર્યાય પરિણમી પોતાના જ્ઞાનાનંદસ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાતંત્ર્યને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પર પદાર્થોને સુખદુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગદ્વેષ કર્યા કરે છે; જીવના આવા ભાવોના નિમિત્તે પુદ્ગલો સ્વતઃ જ્ઞાનાવરણાદિકર્મપર્યાયે પરિણમી જીવની સાથે સંયોગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્ગલિક દેહનો સંયોગ થયા કરે છે. પરંતુ જીવ અને દેહના સંયોગમાં પણ જીવ અને પુદ્ગલ તદ્દન પૃથક છે અને તેમનાં કાર્યો પણ એકબીજાથી તદ્દન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિતેંદ્રોએ જોયું છે, સમ્યજ્ઞાનીઓએ જાણ્યું છે અને અનુમાનગમ્ય પણ છે. જીવ કેવળ ભ્રાંતિને લીધે જ દેહની દશાથી અને ઈરાનિષ્ટ પર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com