________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭
સમયસાર ગાથા-૧૯૩ ] બંધ થતો નથી. તેથી ઉદયમાં આવેલું કર્મ નિઃસંતાન ખરી જ જાય છે. હવે આવી (ચમત્કારી) વાત ! પણ અભ્યાસ કરે તો સમજાયને? લોકો લૌકિક અભ્યાસમાં- M. A. ને L. L. B નાં પૂંછડાં પાછળ વર્ષોનાં વર્ષો કાઢે છે અને તત્ત્વાભ્યાસની વાત આવે એટલે કહે કે “નવરાશ નથી, મરવાનોય વખત નથી.' ભાઈ ! અનાદિકાળથી આમ ને આમ તું રખડપટ્ટી કરી રહ્યો છે. એ લૌકિક અભ્યાસ તો એકલો પાપનો અભ્યાસ છે ભગવાન! એ તો તને જન્મ-મરણના સમુદ્રમાં ડૂબાડીને જ રહેશે. (આ તત્ત્વાભ્યાસમાં જ તારું હિત છે).
કહે છે-જ્ઞાનીને જે જડકર્મ ઉદયમાં આવે છે તે નવો બંધ કર્યા વિના ખરી જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. “આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ.”
ધર્મીની દષ્ટિનું જોર શુદ્ધ જ્ઞાયક ઉપર છે. અહાહા..! અનાકુળ શાંતિનો રસકંદ ચિદાનંદ ચૈતન્યમૂર્તિ પરમાનંદમય પ્રભુ હું પરમાત્મદ્રવ્ય છું-એવી દષ્ટિના જરને લીધે, તેને રાગ આવે છે છતાં તેમાં કેવળ નિર્જરા જ થઈ જાય છે; જ્યારે અજ્ઞાની પંચમહાવ્રત પાળે તો પણ તેને મિથ્યાત્વનું જોર હોવાથી, આ મહાવ્રતના પરિણામ હું કરું અને તેથી મને લાભ છે એવી મિથ્યા માન્યતાનું જોર હોવાથી અનંતો સંસાર ફળતો જાય છે. જ્ઞાનીને આત્માની રુચિનું જોર છે અને અજ્ઞાનીને રાગની રુચિનું જોર છે; એમાં ફરક છે ને? તો જ્ઞાનીને કેવળ નિર્જરા થાય છે અને અજ્ઞાનીને કેવળ બંધ.
એક તો જીવ બહારની ડંફાસમાંથી નવરો ન પડે અને એમાંય વળી જો સંજોગો અનુકૂળ હોય તો જોઈ લ્યો પછી-જાણે “હું પહોળો ને શેરી સાંકડી.' પણ બાપુ! એ બધા સંજોગો કયાં તારા છે? તું મારા મારા કરે છે પણ એ બધા મારા એટલે તને મારનારા જ છે. ભાઈ ! તારી અસંયોગી ચીજને તે જાણી નથી. તું ચૈતન્યસ્વરૂપી નિર્મળાનંદનો નાથ છો ને પ્રભુ ! એમાં અહંપણું, એમાં સ્વામીપણું ધારણ કર; તેથી તને સમકિત થશે. જો સમકિતી જ્ઞાની પુરુષ પરમાં અને રાગમાં સ્વામિત્વ ધારતો નથી તેથી રાગ આવે છે છતાં કર્મથી છૂટી જાય છે, તેને કેવળ નિર્જરા જ થાય છે. તેથી કહ્યું કે
માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com