________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૪ ] તેથી તે સુખદુઃખની કલ્પનારૂપ દુઃખની પરિણતિ-એક સમયની અશુદ્ધ પર્યાય-નવા બંધનું નિમિત્ત થયા વિના જ ખરી જાય છે, નિર્જરી જાય છે.
પ્રશ્ન- પોતે રાગને ભોગવે છે છતાં તેને (જ્ઞાનીને) રાગનો સદ્ભાવ નથી–એ કેવી વાત ?
ઉત્તર- ભાઈ ! જ્ઞાનીને રાગનો સદ્દભાવ નથી કેમકે પોતાના શુદ્ધ ચૈતન્ય સાથે એકપણે પરિણમતા તેને રાગમાં એકત્વ નથી, રાગનું સ્વામિત્વ નથી, રાગની રુચિ નથી. જુઓ, નોઆખલીમાં નહોતું બન્યું? કે ૨૦ વર્ષનો ભાઈ અને રર વર્ષની બહેન-એ ભાઈ બહેનને સામસામે નગ્ન કરીને ઊભા રાખ્યા હતા. અરરર! આ શું કહેવાય? જમીન ફાટે તો અંદર સમાઈ જઈએ એવું તેમને થતું હતું. બન્નેની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. તેવી રીતે સમકિતીને રાગાદિનું જે જરી વેદન આવે છે તેનું એને દુ:ખ લાગે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. જે પરિણમનની અશુદ્ધતા છે તે સ્વભાવની દષ્ટિના જોરને લઈને, વિરાગતાના બળે ફરીને નવો બંધ કર્યા વિના નિર્જરી જાય છે, તેને રાગનું વેદન ખરેખર નિર્જરી જાય છે.
તો વળી કોઈ કહે છે-આ સોનગઢથી નવો માર્ગ કાઢયો છે. ભાઈ ! આ તો દિગંબર સંત ધર્મના સ્થંભ એવા આચાર્ય કુંદકુંદની ગાથા છે અને આચાર્ય અમૃતચંદ્રની ટીકા છે. આ કયાં સોનગઢનું છે? આચાર્ય ભગવંતોએ જ આવું ભાવનિર્જરાનું સ્વરૂપ કહ્યું છે.
ભાઈ ! આ તો વીતરાગશાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગ માર્ગ નથી. વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા છે, ને તેના આશ્રયે જે વીતરાગી દશા થાય એ જ ધર્મ છે. રાગ છે એ તો પરના આશ્રયે થાય છે; શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે અને સ્વયં અપવિત્ર અને દુ:ખરૂપ છે માટે તે ધર્મ નથી. રાગથી તો ભિન્ન પડતાં અંદર આત્મામાં જવાય છે. તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે; વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
પ્રશ્ન- પરંતુ કોઈ કોઈમાં નિમિત્ત પ્રત્યક્ષ કરતું દેખાય છે ને? જુઓ, અગ્નિથી પાણી ગરમ થાય છે ને?
ઉત્તર- ભાઈ ! તારી નજર સંયોગ ઉપર છે તેથી તેને નિમિત્ત પ્રત્યક્ષ કરતું દેખાય છે; પણ એમ છે નહિ. વસ્તુના સ્વભાવને જુએ તો તને જણાય કે અગ્નિ પાણીને અડીય નથી. અડ્યા વિના તે પાણીને શું કરે? વળી પાણીના રજકણો સ્વયે શીત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com