Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય (પ્રથમાવૃત્તિથી) સુપ્રસિદ્ધ પ્રવચનકાર અને જૈન ધર્મને દૈદિપ્યમાન બનાવનાર આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રખર ચિંતક અને ઊંડા અભ્યાસી છે. ગહનમાં ગહન વિષયને સરળ ભાષામાં સમજાવવાની તેમની કુનેહ છે. સમૃદ્ધ શબ્દપ્રયોગ અને રોચક દૃષ્ટાંતો દ્વારા જીવન અને ધર્મનાં પરમ સત્યોને લોકોના અંતરમાં ઉતારતી તેમની મનોહર શૈલી આકર્ષણનું કેન્દ્ર બની છે. એમની સાધુતા ગૌરવપૂર્ણ અને સમન્વયધર્મી છે. જીવનની પ્રત્યેક પળને તેઓ સાધકની દૃષ્ટિએ જુએ છે. સાધુ જીવનની કઠોર પરિચર્યાભરી ક્ષણોમાં તેમનું ચિંતન અવિરતપણે ચાલુ રહે છે, અને તેના અર્ક સમા મોતીના આ મણકાઓ આપણને સાંપડે છે. ઈતિથી અંત સુધી જકડી રાખવાનો તેમનાં પ્રવચનનો જાદુ છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલાં તેમનાં જુદાં જુદાં પુસ્તકો વાંચવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમાં ઊંડું ચિંતન અને મનન છે. દરેક પ્રશ્નનો મૂળમાંથી તાગ લેવાની અને તેને તાર્કિક રીતે સમજાવવાની તેઓશ્રી પાસે અદ્ભુત કલા છે. તેમના દરેક પુસ્તકમાં કાંઈ ને કાંઈ નાવીન્ય છે. જીવન અને ધર્મનાં પરમ સત્યોને તેમણે ખૂબ જ સાહજિકતાથી સમજાવ્યાં છે. તપ, સંયમ અને ચારિત્ર દ્વારા જીવનમાં તેમણે જે તેજસ્વિતા પ્રાપ્ત કરી છે તેનો આમાં પડઘો રહેલો છે. તેમનાં મનનીય પ્રવચનો અને તેમાં રહેલું સત્ત્વ પ્રાભાવિક કરે એવું છે. તેમનું ‘આ પ્રવચન-પરાગ' પુસ્તક ચિંતનની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. તેમાં જ્ઞાનપ્રાપ્તિ, જિજ્ઞાસા, ધર્મ, નીતિ, સદાચાર, સત્ય, આત્મજાગૃતિ, આસક્તિ, શ્રદ્ધા, સહિષ્ણુતા, પરોપકાર વગેરે જુદા જુદા વિષયો પર તલસ્પર્શી છણાવટ છે. દાનની યથાર્થતા, સાધુની શ્રેષ્ઠતા, સ્વાર્પણભાવના, મૌનનું મહત્ત્વ, આહાર, આચાર અને વિચાર, વાણી અને વ્યવહાર તેમ જ અનેકાન્તવાદ જેવા ગહન વિષયોની પણ તેમણે સરળ સમજ આપી છે. ભાષાની સરળતા, સુંદરતા અને દૃષ્ટાંતકથાઓ વાચકના મનને જકડી રાખે છે. ધર્મજ્ઞાન અને આનંદની અનુભૂતિ તેમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં સત્ત્વ છે, અર્થપૂર્ણતા છે. આવાં સુંદર પ્રવચનોનું સંપાદન કરીને તેને ગુજરાતી ભાષામાં પુસ્તક તરીકે રજૂ કરવાની મને જે તક સાંપડી છે તે માટે હું ધન્યતા અનુભવું છું. મારામાં આ વિશ્વાસ મૂકવા માટે પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને શ્રી અરુણોદય ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભારી છું. મુંબઈ, તા. ૧-૫-’૮૬ મહેન્દ્ર પુનાતર છ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 158