Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ [૪] ભાષામાં તેઓશ્રીએ આ ગ્રંથરૂપે અવતાયું છે. મૂળ કૃતિ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે, અને તેના પર સ્વયં વિસ્તૃત વિવેચન તેઓએ લખ્યું છે. મૂળ આગમગ્રંથ વાંચવા-ભણવાનો અધિકાર ગૃહસ્થવર્ગને છે નહિ, અને છતાં આપણા પરમપૂજ્ય આગમશાસ્ત્રોમાં કેવા પદાર્થોનું નિરૂપણ હશે તે જાણવાની જિજ્ઞાસા તે શાસનરસિક જિજ્ઞાસુ વર્ગને હોય જ. આવી જિજ્ઞાસાને સંતોષવા ખાતર પૂજ્ય સ્વ. આચાર્યદેવશ્રીએ અત્યંત બાલસુલભ ભાષા-શૈલીમાં ૫ આગમોનો સાર દહીને આ મહાકાય ગ્રંથની રચના કરી શાસન-પ્રેમી છો ઉપર મહાન ઉપકાર કર્યો છે, તે નિ:શંક છે. આ ગ્રંથ આશરે ચાલીસેક વર્ષ અગાઉ અમદાવાદ નિવાસી શેઠ શ્રી ભગુભાઈ ચુનીલાલ સુતરિયા તરફથી “શ્રીન ગ્રંથ પ્રકાશક સભા-અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો હતો. પરંતુ કેટલાંય વખતથી તે અપ્રાપ્ય બની ગયો હતો અને આજના નવી પેઢીના જિજ્ઞાસુ વર્ગ માટે તે તે તદ્દન અજ્ઞાત જ હતો. આથી આ ગ્રંથનું પુનર્મુદ્રણ કરવાની પ. પૂ. આ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની ભાવના હતી. તેમાં જૈન ધર્મ પ્રસારક સભા »ના પુનરૂત્થાનના નિમિત્તે અમારી વિનંતી થતાં તેના પુન:પ્રકાશનનો લાભ આ સભાને મળ્યો છે, અને આ સભાના પ્રકાશન તરીકે આ ગ્રંથ પ્રકાશિત થાય છે, તે સભાને માટે ગૌરવની વાત છે. આ લાભ સભાને અપાવવા બદલ પૂજ્ય આચાર્યદેવને અમે ઉપકાર માનીએ છીએ. આ ગ્રંથનું સંપાદન કાર્ય પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી મહારાજે કરી આપ્યું છે. આ ગ્રંથનું પુરવચન લખી આપવાની અમારી વિનંતીનો સ્વીકાર કરી “જિમુંદા તેરા આગમ છે અવિકાર ? એ પુરવચન લખી આપવા બદલ ૫, પૂ, શાસનપ્રભાવક વિદ્વપ્રવર આચાર્ય મહારાજશ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના અમે ખૂબ ગણી છીએ, આ ગ્રંથના પ્રકાશનમાં આર્થિક સહાય કરનાર શ્રી ભાવનગર જૈન છે. મૂ. તપાસંઘના તેમજ અન્ય સહાયના અમે આભારી છીએ. આ ગ્રંથનું સુવડ મુદ્રણ કાર્ય કરી આપનાર શ્રી સુમતિ પ્રેસના શ્રી મનીષભાઈ પી. શાહ ભાવનગરને તથા પ્રકરીડિંગ કરી આપનાર શ્રી માલતીબેન કે. શાહ-ભાવનગર, શ્રી રમેશભાઈ શાહઅમદાવાદ તથા શ્રી કાંતિભાઈ જે. દેશી-ભાવનગરના અમે આભારી છીએ. લી. શ્રી જન ધર્મ પ્રસારક સભા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા કાંટાવાળો ડેલે ભાવનગર વતી ઉડીવખાર , શાહ જયંતીલા ૫ ગનલાલ ભાવનગર (સૌરાષ્ટ્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 750