Book Title: Prashnottaraikshashti Shatkkavyam
Author(s): Jinvallabhsuri, Somchandrasuri, Vinaysagar
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ પ્રશ્નો કે ઉત્તરોનો સંબંધ શોધવા વૃત્તિનું વાંચન કરતા વૃત્તિકારે પાણીની, સારસ્વત કે કાતંત્રવ્યાકરણના કયા સૂત્રો લીધા છે તે નિર્ણય કરવા માટે, કયા કયા કોશનો ઉપયોગ થયો છે એવા ઘણા બધા નિશ્ચય કરવા માટે, નવા નવા પ્રશ્નો ઊભા થાય તે વખતે પૂ. ‘દાદા” (પ.પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.) જેમને નાના મ. કહી બોલાવતા તે મુનિ શ્રી સુયશચંદ્રવિજયજી વિચારમાં પડી જતા. છતાં થાકી જાય તે અમારા નાના મ. નહીં. ક્યાંક ક્યાંકથી શોધવા પુસ્તકો ઉથલાવી નાખે અને જ્યારે પ્રમાણભૂત પાઠ મળે ત્યારે મુખનો મલકાટ દેખાયા વગર રહે નહિ... એટલું ચોક્કસ એ બધા પુસ્તકો વાંચવા, શોધવા પાઠભેદ જોવા વગેરે દરેક કામ માટે પંન્યાસ શ્રીચંદ્રવિજયજી તથા તેમના બંધુ મુનિ સુજસચંદ્રવિજયજી પણ ખૂબ જ મહેનત લે. તેમના બાપુજી મ. મુનિ સત્યચંદ્રવિજયજી બીજુ બધું સંભાળી લે. સહવર્તી દરેક સાધુઓ પોત-પોતાની રીતે અવશ્ય સાથ આપે તે પણ આ પળે સ્મરણમાં આવે જ તે સ્વાભાવિક છે. આ ગ્રંથની ભાળ કાઢી આપનાર, બુઝુર્ગવયે પણ સંશોધન કાર્ય માટે સતત પ્રેરણા-માર્ગદર્શન આપનાર, પોતાના અનુભવજ્ઞાનથી સમસ્યાઓનું સમાધાન કરી આપનાર, સતત કાર્યરત રહેનાર ટૂંકમાં આ ગ્રંથના સંપૂર્ણ સહભાગી મહો. વિનયસાગરજીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. બને પૂજ્યોના સમયથી જ જ્ઞાનસંબંધી કાર્યોમાં સહયોગી બનતા શ્રી વિલેપાર્લે જે. મૂ. પૂ. જૈન સંઘને, વ્યવસ્થા સંભાળનાર શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત, તથા એમ.એસ.પી.એસ.જી. ચેરીટેબલ ટ્રસ્ટ, જયપુર તેમજ મુદ્રણ કાર્ય કરનાર ભરત ગ્રાફિક્સ, અમદાવાદને પણ શું ભુલાય ! પ્રાંતે, આ પ્રશ્નોત્તરષષ્ટિશતકના પઠન-પાઠનથી જ્ઞાનાનુરાગી જીવો આ પ્રશ્નોના ઉત્તરોની જેમ સંસારમાં આત્મા ને કારણે ભ્રમણ કરી રહ્યો છે તે કર્મોના પ્રશ્નોનો પણ ઉકેલ લાવી કર્મરહિત બની શીધ્ર શિવસુખ પામે તેવી શુભેચ્છા... જિનશાસન શણગાર પૂ.આ. શ્રી વિ.ચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના સં. ૨૦૬૫, પોષ વદ-૧ સોમવાર ગુરુબંધુ સૂરિમંત્ર આરાધક પૂ.આ.ભ. શ્રી કસ્તૂરસૂરિજી મ.નો પૂ.આ. શ્રી વિ.અશોકચંદ્રસૂરીશ્વરજી મ. જન્મદિવસ પદપદ્મરણ - વિજય સોમચંદ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186