Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 199
________________ (૧૬) : શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. છે અર્થાત જેબૂદ્વીપના મહાવિદેહની કુબડી વિજયની માફક અહીંની કોઈપણ વિજયે ઉડાઈવાળી નથી અને તેથી જ કુબડી તરીકે ગણાતી પણ નથી. જંબુકીપના મેરૂપર્વતની પશ્ચિમ રહેલા મહાવિદેહ ક્ષેત્રની સપાટી સરખી ન હોવાથી ધીમે ધીમે ઉતરતી છેવટે હજાર યોજન ઉંડી થઈ જાય છે તેથી માત્ર જે. બૂદીપની મહાવિદેહનીજ ૨૪-૨૫ મી વિજયે કુબડી અજય તરીકે કહેવાય છે. (૨૭૮). ૬૩ 1૦– યુગપ્રધાને કેટલા હોય ? એમનું હૃક્ષણ શું ? અને હાલમાં કોઈ યુગપ્રધાન છે કે નહિં? (૨૭૯) ૬૩ ૩૦–પ્રવચનસારે દ્વારની રચના તેરમી શતાબ્દીમાં થયેલ છે અને તેમાં મહાવીર મહારાજાના શાસનમ બે હજાર અને ચાર (૨૦૦૪) યુગ પ્રધાન થવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આ વશ્યકણિ વિગેરેમાં આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિને યુગપ્રધાન તરીકે જણાવેલા છે, શ્રી નિશીથગૃણિ માં આર્ય કાલકાચાર્યને યુગપ્રધાન તરીકે જણાવેલા છે અને શ્રી મહાનિશીથ સૂત્રમાં શ્રી પ્રભઆચાર્યને યુગપ્રધાન તરીકે જણાવવામાં આવ્યા છે. એ ઉપરથી યુગપ્રધાન શબ્દ અને તેની વિવક્ષા ઘણું પ્રાચીન કાળની છે એમ જણાય છે. જે કાળે જે પુરૂષે વર્તતા હોય તે પુરૂમાં આગમના સૂક્ષ્મ ધિને લીધે જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓને યુગપ્રધાનાગમ અર્થાત, યુગપ્રધાન કહેવાય છે, તેઓ એકાવતારી હોય છે. વર્તમાનકાળમાં યુગપ્રધાન તરીકે કેઈપણ વ્યક્તિ જાહેર જાણવામાં આવી નથી. (૨૭૯). ૬૪ –સુકાએલું આદુ (સુંઠ જે ખાવાના ઉપયોગમાં લઇ શકાય તો તે પ્રમાણે બીજા બટાટા વિગેરે કંદમૂલ સુકવીને પણ વાપરવામાં શી અડચણ? (૨૮૦) - ૬૪ ૩૦–સુંઠ એ એક હલકા ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે, તે શાકની માફક વધારે પ્રમાણમાં લઈ શકાતી નથી, બટાટા પ્રમુખ બીજા કંદમૂલે આસક્તિથી ખાવામાં આવે છે અને વધારે પ્રમાણમાં લેવાય છે. અને વધારે પ્રમાણમાં વાપરવામાં આવવાથી ઘણુંજાની હિંસાને પ્રસંગ આવે છે, વળી આ

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224